નિવૃત્તિ પર મળી જશે 10 કરોડ રુપિયા, જાણો 25, 30 અને 40 ની ઉંમરે દર મહિને કેટલું રોકાણ કરવું જોઈએ

Mutual Fund SIP : જો તમે દર મહિને એક નાની એસઆઈપી પણ કરો છો, તો એક મોટું ભંડોળ બનાવી શકાય છે. જેટલું વહેલું રોકણ શરૂ કરશો તેટલો ફાયદો થશે

Written by Ashish Goyal
Updated : November 26, 2025 20:34 IST
નિવૃત્તિ પર મળી જશે 10 કરોડ રુપિયા, જાણો 25, 30 અને 40 ની ઉંમરે દર મહિને કેટલું રોકાણ કરવું જોઈએ
SIP Investment Return : એસપીઆઈ રોકાણમાં આકર્ષક વળતર મળે છે. (Photo: Freepik)

Mutual Fund SIP : જો તમે વહેલા રોકાણ કરવાનું શરૂ કરો છો, તો ત્યારે જ કમ્પાઉન્ડિંગનો અસલી જાદુ શરૂ થાય છે. જો તમે દર મહિને એક નાની એસઆઈપી પણ કરો છો, તો એક મોટું ભંડોળ બનાવી શકાય છે. ફંડ્સઇન્ડિયા વેલ્થ કન્વર્ઝેશનનો 2025 નો એક રિપોર્ટ બતાવે છે કે જો તમે SIP માં નિયમિતપણે રોકાણ કરો છો અને વાર્ષિક આશરે 12% રિટર્ન મેળવો છો, તો નિવૃત્તિ સુધીમાં 10 કરોડ રૂપિયાનું ફંડ બનાવવું શક્ય છે.

જેટલું વહેલું શરૂ કરશો તેટલું ઓછું રોકાણ તમારે કરવું પડશે

તમે જેટલું વહેલું રોકાણ શરૂ કરશો તેટલું ઓછું રોકાણ કરવું પડશે. જો તમે 25 વર્ષની ઉંમરે શરૂ કરો છો તો 15,396 રૂપિયાની માસિક એસઆઈપી પૂરતી છે. પરંતુ 40 વર્ષની ઉંમરે શરૂ કરવા પર તમારે આ જ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દર મહિને 1 લાખ રૂપિયાથી વધુની જરૂર પડશે.

એસઆઈપી કેલ્ક્યુલેટર: અલગ-અલગ ઉંમરે કેટલું રોકાણ કરવું?

  • 25 વર્ષ: માસિક SIP 15,396 રૂપિયા, સમયગાળો 35 વર્ષ, 35 વર્ષ પછી મૂલ્ય 10 કરોડ રૂપિયા
  • 30 વર્ષ: માસિક SIP 28,329 રૂપિયા, સમયગાળો 30 વર્ષ, 30 વર્ષ પછીની કિંમત 10 કરોડ રૂપિયા
  • 40 વર્ષ: માસિક SIP 1,00,085 રૂપિયા, સમયગાળો 20 વર્ષ, 20 વર્ષ પછીની કિંમત 10 કરોડ રૂપિયા

વહેલા રોકાણ શરૂ કરવાના ફાયદા

60 વર્ષની ઉંમરે જો તમારે 10 કરોડનું ફંડ બનાવવું હોય અને હાલ જો તમારી ઉંમર 25 વર્ષ છે તો તમારે દર મહિને એસઆઈપીમાં 15000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે 30 વર્ષના છો તો તમારે દર મહિને 28,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે, 35 વર્ષની ઉંમરે તમારે દર મહિને 52,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને 40 વર્ષની ઉંમરે તમારે લગભગ 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તે સ્પષ્ટ છે કે જે લોકો વહેલા રોકાણ કરે છે તેમને સૌથી વધુ ફાયદો થાય છે.

આ પણ વાંચો –  40,000 રૂપિયાથી ઓછી કિંમતે iPhone 16 ખરીદવાની તક! જાણો શું છે શાનદાર ઓફર

સમય સાથે 100 ગણા સુધી રિટર્ન

FundsIndia Research જણાવ્યા અનુસાર જો તમે 20 વર્ષની ઉંમરે 1 લાખ રૂપિયાનું એકસાથે રોકાણ કરો છો અને તમને વાર્ષિક 12 ટકાનું રિટર્ન મળે છે તો 60 વર્ષની ઉંમરે આ રકમ વધીને 93 લાખ રૂપિયા થઈ શકે છે. 25 વર્ષની ઉંમરે આ રકમ 53 લાખ રૂપિયા, 30 વર્ષની ઉંમરે આ રકમ 29 લાખ રૂપિયા અને 40 વર્ષની ઉંમરે આ રકમ 9 લાખ રૂપિયા થઈ શકે છે. એટલે કે તમે જેટલા જલ્દી રોકાણ કરશો તેમને તેટલો જ ફાયદો થશે.

(Disclaimer: આ લેખ ફક્ત જાણકારી માટે છે અને તેને કોઈપણ રીતે રોકાણની સલાહ તરીકે ગણવો જોઈએ નહીં.] મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને આધિન છે. કૃપા કરીને રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ