અમુક ટેક્સ સેવિંગ ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ ફંડ્સે (ELSS ફંડ) છેલ્લા ત્રણ વર્ષમાં ખૂબ ઊંચું વળતર આપ્યું છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ની વેબસાઇટ પર 21 એપ્રિલ સુધીનો ડેટા દર્શાવે છે કે ત્યાં 12 ELSS ફંડ્સ છે જેમણે રોકાણકારોને ડાયરેક્ટ પ્લાન હેઠળ 28% થી વધુ વળતર આપ્યું છે. આ સ્કીમના રેગ્યુલર પ્લાન્સે પણ ત્રણ વર્ષમાં 27% થી વધુ વળતર આપ્યું છે. લગભગ 10 ફંડ્સ એવા પણ છે જેમણે ત્રણ વર્ષમાં 25% થી વધારે રિટર્ન આપ્યું છે.
ટેક્સ-સેવિંગ ELSS ફંડ્સ ભવિષ્યમાં આટલું ઊંચું વળતર આપવાનું ચાલુ રાખશે એવી કોઈ ખાતરી નથી, રોકાણકારોએ તેમના નાણાકીય સલાહકારોની સલાહ લીધા પછી આ ફંડ્સમાં SIP શરૂ કરવી જોઇએ. ELSS ફંડમાં રૂ. 1.5 લાખ/વર્ષ સુધીનું રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર કપાતને પાત્ર છે. છેલ્લા ત્રણ વર્ષમાં 28% કે તેથી વધુ રિટર્ન સાથે સૌથી સારો દેખાવ કરનાર ટેક્સ-સેવિંગ ફંડ્સની યાદી (21 એપ્રિલ, 2023ના રોજ AMFI વેબસાઇટના આંકડા મુજબ) નીચે મુજબ છે.
ક્વોન્ટ ટેક્સ પ્લાનઃ-
ક્વોન્ટ ટેક્સ પ્લાન સ્કીમના ડાયરેક્ટ પ્લાનમાં 46.61% રિટર્ન મળ્યું છે જ્યારે રેગ્યુલર પ્લાનમાં ત્રણ વર્ષમાં 43.92% વળતર મળ્યું છે. આ સ્કીમ નિફ્ટી-500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
બંધન ટેક્સ એડવાન્ટેજ (ELSS) ફંડઃ-
બંધન ટેક્સ એડવાન્ટેજ (ELSS) ફંડના ડાયરેક્ટ પ્લાનમાં રોકાણકારોને 36.18% રિટર્ન અને રેગ્યુલર સ્કીમમાં ત્રણ વર્ષમાં 34.63નું રિટર્ન મળ્યું છે. આ સ્કીમ S&P BSE 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
પરાગ પરીખ ટેક્સ સેવર ફંડઃ-
પરાગ પરીખ ટેક્સ સેવર ફંડના ડાયરેક્ટ પ્લાને 33.81% વળતર આપ્યું છે જ્યારે રેગ્યુલર સ્કીમે ત્રણ વર્ષમાં 32.11% રિટર્ન આપ્યું છે. આ સ્કીમ નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
PGIM ઇન્ડિયા ELSS ટેક્સ સેવર ફંડઃ-
PGIM ઇન્ડિયા ELSS ટેક્સ સેવર ફંડના ડાયરેક્ટ પ્લાને 30.01% વળતર આપ્યું છે જ્યારે રેગ્યુલર સ્કીમે ત્રણ વર્ષમાં 28.34% રિટર્ન આપ્યું છે. આ સ્કીમ નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
બેંક ઓફ ઈન્ડિયા ટેક્સ એડવાન્ટેજ ફંડઃ-
બેંક ઓફ ઈન્ડિયા ટેક્સ એડવાન્ટેજ ફંડના ડાયરેક્ટ પ્લાને 29.01% વળતર આપ્યું છે જ્યારે રેગ્યુલેર સ્કીમ ત્રણ વર્ષમાં 27.60% વળતર આપ્યું છે. આ સ્કીમ S&P BSE 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
મહિન્દ્રા મેન્યુલાઇફ ELSS ફંડઃ-
મહિન્દ્રા મેન્યુલાઇફ ELSS ફંડના ડાયરેક્ટ પ્લાને 29.49% અને રેગ્યુલર પ્લાને ત્રણ વર્ષમાં 27.32% રિટર્ન આપ્યું છે. આ સ્કીમ નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
ફ્રેન્કલિન ઇન્ડિયા ટેક્સ શિલ્ડ ફંડઃ-
ફ્રેન્કલિન ઇન્ડિયા ટેક્સશિલ્ડ ફંડના ડાયરેક્ટ પ્લાને 29.28% રિટર્ન અને રેગ્યુલર સ્કીમે ત્રણ વર્ષમાં 28.19% વળતર આપ્યું છે. આ સ્કીમ નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
HDFC ટેક્સ સેવર ફંડઃ-
HDFC ટેક્સસેવર ફંડના ડાયરેક્ટ પ્લાને 29.02% અને રેગ્યુલર સ્કીમે ત્રણ વર્ષમાં 28.25% વળતર આપ્યું છે. આ સ્કીમ નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
મિરે એસેટ ટેક્સ સેવર ફંડઃ-
મિરે એસેટ ટેક્સ સેવર ફંડના ડાયરેક્ટ પ્લાનમાં રોકાણકારોને29.63% રિટર્ન મળ્યુ છે જ્યારે રેગ્યુલર પ્લાનમાં ત્રણ વર્ષમાં 27.94% રિટર્ન મળ્યું છે. આ સ્કીમ નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
SBI લોંગ ટર્મ ઈક્વિટી ફંડઃ-
SBI લોંગ ટર્મ ઈક્વિટી ફંડના ડાયરેક્ટ પ્લાને 28.98% વળતર આપ્યું છે જ્યારે રેગ્યુલર પ્લાને ત્રણ વર્ષમાં 28.18% વળતર આપ્યું છે. આ યોજના S&P BSE 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
કોટક ટેક્સ સેવર ફંડઃ-
કોટક ટેક્સ સેવર ફંડના ડાયરેક્ટ પ્લાને 28.73% વળતર આપ્યું છે જ્યારે રેગ્યુલર પ્લાને ત્રણ વર્ષમાં 27.03% વળતર આપ્યું છે. આ યોજના નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
ડીએસપી ટેક્સ સેવર ફંડઃ-
ડીએસપી ટેક્સ સેવર ફંડના ડાયરેક્ટ પ્લાને 28.22% વળતર આપ્યું છે જ્યારે રેગ્યુલર પ્લાને ત્રણ વર્ષમાં 27% વળતર આપ્યું છે. આ યોજના નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરે છે.
ઉપરોક્ત સિવાયઅન્ય ઘણા ELSS ફંડોએ ત્રણ વર્ષમાં 25% થી વધુ વળતર આપ્યું છે. તેમાં જેએમ ટેક્સ ગેઇન ફંડ, સુંદરમ ટેક્સ સેવિંગ્સ ફંડ, નિપ્પોન ઇન્ડિયા ટેક્સ સેવર (ELSS) ફંડ, યુનિયન ટેક્સ સેવર (ELSS) ફંડ, ટાટા ઇન્ડિયા ટેક્સ સેવિંગ ફંડ, ક્વોન્ટમ ટેક્સ સેવિંગ ફંડ, મોતીલાલ ઓસ્વાલ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ, કેનેરા રોબેકો ઇક્વિટીનો સમાવેશ થાય છે. ટેક્સ સેવર ફંડ, એડલવાઇઝ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ (ટેક્સ સેવિંગ્સ) અને ICICI પ્રુડેન્શિયલ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ (ટેક્સ સેવિંગ) સામેલ છે.
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત કન્ટેન્ટ માત્ર 21 એપ્રિલ, 2023 સુધીના AMFI વેબસાઇટ ડેટા પર આધારિત છે. મ્યુચ્યુઅલ ફંડ્સ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે રોકાણ કરતા પહેલા તેમના નાણાકીય સલાહકારો પાસેથી સલાહ લેવી.) આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.