FDના બદલ MF બન્યા ભારતીયોની પહેલી પસંદ, માત્ર બચત નહીં હવે રોકાણ પણ ધ્યાન આપી રહ્યા છે ઇન્વેસ્ટર્સ

Mutual Funds investment planning : સામાન્ય રીતે લોકો બચત અને રોકાણને એક જ બાબત સમજે છે પરંતુ તે તદ્દન અલગ અલગ છે. લોકો હવે માત્ર બચત જ નથી કરતા પણ વધારે રિટર્ન મેળવવા માટે તેનું રોકાણ પણ કરવા લાગ્યા છે.

Mutual Funds investment planning : સામાન્ય રીતે લોકો બચત અને રોકાણને એક જ બાબત સમજે છે પરંતુ તે તદ્દન અલગ અલગ છે. લોકો હવે માત્ર બચત જ નથી કરતા પણ વધારે રિટર્ન મેળવવા માટે તેનું રોકાણ પણ કરવા લાગ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

ભારતમાં હવે ઘણા લોકો બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટની જગ્યાએ રોકાણના વિકલ્પ તરીકે મ્યુચ્યુઅલ ફંડને પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર રોકાણકારોમાં ચાલુ વર્ષે મ્યુચ્યુઅલ ફંડ પહેલી પસંદ તરીકે ઉભરી આવ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે લોકો હવે માત્ર બચત જ કરતા નથી, પરંતુ તેઓ વધુ નફો મેળવવા માટે તેમની બચતનું રોકાણ કરવા અંગે વિચારવા લાગ્યા છે.

Advertisment
રોકાણ કરવું એક સારી ટેવ

સ્ક્રિપબૉક્સના સ્થાપક અને સીઈઓ અતુલ સિંઘલે જણાવ્યું કે, સામાન્ય રીતે લોકો બચત અને રોકાણને એક જ બાબત સમજે છે, પરંતુ તે તદ્દન અલગ અલગ છે. આવકમાંથી બચત કરવી એ સારું પગલું છે, પરંતુ તમારી બચતનું રોકાણ કરવું તેનાથી પણ વધારે સારી બાબત છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમારી બચતનું રોકાણ કરીને તેમાં વધારો કરી શકાય છે. તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં એવું નોંધવામાં આવ્યું છે કે લોકો હવે માત્ર બચત જ કરતા નથી, પણ વધારે રિટર્ન મેળવવા માટે તેનું રોકાણ પણ કરે છે.

કરિયરની શરૂઆતથી જ રોકાણ કરવાની આદત પાડો

સર્વેમાં ભાગ લેનારા મોટાભાગના લોકોએ બચત સંબંધિત પ્રશ્ન પર કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં બચત અને રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. દરેક વ્યક્તિ બચત કરવા માંગે છે. સ્ક્રિપબોક્સે આ સર્વેમાં દેશભરના યુવાનો સાથે વાતચીત કરી છે.

સર્વેના તારણો…
  • આ સર્વેમાં લગભગ 57% લોકોએ બચત કરવાની વાત કહી, જ્યારે લગભગ 43% લોકોએ ઊંચા રિટર્ન માટે બચતનું રોકાણ કરવાની વાત જણાવી છે.
  • 60 ટકા લોકોનું માનવું છે કે બચતના બદલે રોકાણ તરફ લોકોનું ઝોક વધવા પાછળ કોરોના મહામારી, મોંઘવારી, મંદીનો ભય અને અનિશ્ચિતતા મુખ્ય કારણ છે.
  • આ સર્વેમાં 27% લોકોએ કહ્યું કે તેઓએ પાછલા વર્ષે તેમના ખર્ચમાં ઘટાડો કર્યો છે, જ્યારે 50% લોકોએ કહ્યું કે તેઓએ તેમની આવકના 10 થી 30 ટકા રકમની બચત કરી છે.
  • 23 ટકા લોકોએ કહ્યું કે તેઓએ ગયા વર્ષથી જ રોકાણ કરવાનું શરૂ કર્યું છે, જ્યારે 20 ટકા લોકોએ તેમની બચતનું રોકાણ કરવાની યોજના બનાવી છે.
  • આ સર્વેમાં 30% લોકોએ ટોચના 2 નાણાકીય લક્ષ્યો તરીકે પાછલા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઈમરજન્સી ફંડમાં રોકાણ કરવાનું પસંદ કર્યું છે. ઉપરાંત 27% એ બાળકોના શિક્ષણ અને નિવૃત્તિ માટે રોકાણ કર્યું છે.
  • સર્વેમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના લોકોએ પાછલા વર્ષે રિટાયરમેન્ટ પ્લાનની સરખામણી એ બાળકોના શિક્ષણ માટે રોકાણ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો કે આ વર્ષે એવું નથી.
Advertisment
Investment બિઝનેસ