/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Mutual-Funds.png)
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે કાળજીપૂર્વક યોગ્ય ફંડ સ્કીમ પસંદ કરવી જોઇએ. (Photo - Freepik)
Mutual Fund : Regular vs Direct Plan : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારો સામાન્ય રીતે યોગ્ય ફંડ કે સ્કીમની પસંદગી પર ભાર મૂકે છે, પરંતુ ઘણી વખત લોકો એક મહત્વપૂર્ણ વાત પર વધારે ધ્યાન આપતા નથી. મ્યુચ્યુઅલ ફંડ્સની રેગ્યુલર અને ડાયરેક્ટ સ્કીમ બંનેમાંથી એક યોગ્ય વિકલ્પ પસંદ કરવો મહત્વપૂર્ણ છે. ઘણી વખત રિટેલ રોકાણકારોને એ પણ ખબર નથી હોતી કે કોઇ એક જ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરવા માટે રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન બંનેમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરી શકે છે. યોગ્ય નિર્ણય લેવા માટે એ જાણવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો વધુ સારો વિકલ્પ કયો છે. પરંતુ તે પહેલાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાનનો અર્થ શું છે તે જાણીએ.
રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન શું છે
મ્યુચ્યુઅલ ફંડના રેગ્યુલર પ્લાનમાં રોકાણ કરતી વખતે રિટેલ રોકાણકારો તે ફંડ લોન્ચ કરનારી એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) સાથે સીધી ડિલ કરતા નથી. રિટેલ રોકાણકાર અને એએમસી વચ્ચે ફંડ ડિસ્ટ્રિબ્યુટર, બ્રોકર્સ, એજન્ટ્સ, બેન્કર્સ અથવા સલાહકારો જેવા ઘણા લોકો છે, જેમને મધ્યસ્થી અથવા ઇન્ટરમીડિયરી પણ કહેવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરતી વખતે રિટેલ ઇન્વેસ્ટર ફંડ ચલાવતી એસેટ મેનેજમેન્ટ કંપની વચ્ચે ડિસ્ટ્રિબ્યુટર, એજન્ટ કે બ્રોકર નથી હોતા. તેમા રિટેલ રોકાણકારો એએમસી સાથે સીધો વ્યવહાર કરે છે. આથી જ તેને ડાયરેક્ટ પ્લાન કહેવામાં આવે છે.
ડાયરેક્ટ પ્લાનમાં ખર્ચની બચત
એએમસી અને રોકાણકાર વચ્ચે એજન્ટો, ડિસ્ટ્રીબ્યૂટર અને બ્રોકર જેવા ઘણા ઇન્ટરમીડિયરી સામેલ હોવાને કારણે રેગ્યુલર સ્કીમમાં રોકાણ સાથે સંકળાયેલો ખર્ચ વધી જાય છે. આ જ કારણ છે કે, રોકાણકાર ડાયરેક્ટ પ્લાન લાવવાની આ પ્રક્રિયામાં સામેલ તમામ ઇન્ટરમીડિયરી એએમસી દ્વારા ફી અથવા કમિશન ચૂકવવામાં આવે છે અને આ તમામ ખર્ચ આખરે રોકાણકાર દ્વારા ફંડ એક્સપેંસ રેશિયોના રૂપમાં ચૂકવવામાં આવે છે.
તો બીજી બાજુ ડાયરેક્ટ પ્લાનમાં રોકાણકાર અને એસેટ મેનેજમેન્ટ કમિટી વચ્ચે કોઈ મધ્યસ્થી કે ઇન્ટરમીડિયર ન હોવાને કારણે તેમને ચૂકવવામાં આવતા કમિશન કે ફીના પૈસા બચે છે, જેનાથી એક્સપેન્સ રેશિયો ઓછો રહે છે અને રોકાણ પર ચોખ્ખું રિટર્ન વધે છે. આ જ કારણ છે કે, એક જ સ્કીમમાં રેગ્યુલર પ્લાનની તુલનામાં ડાયરેક્ટ પ્લાન ઘણું સારું રિટર્ન આપે છે. ખાસ કરી લાંબા ગાળામાં કમ્પાઉન્ડિંગ ઇફેક્ટને કારણે આ લાભ ઘણું વધી જાય છે. આ વાતને નીચે આપેલા ઉદાહરણમાં કેલક્યુલેશનની મદદથી સારી રીતે સમજી શકાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/sip-Investment-Tips.jpg)
ડાયરેક્ટ પ્લાન vs રેગ્યુલર પ્લાનઃ 10 વર્ષનું રિટર્ન
પહેલી નજરે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાનના સરેરાશ વાર્ષિક રિટર્ન માં ખાસ ફરક પડતો નથી. પરંતુ આ અડધા ટકાનો તફાવત પણ લાંબા ગાળા દરમિયાન તે સ્કીમના કુલ વળતરમાં મોટો તફાવત પાડે છે. આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે ક્વાન્ટ લાર્જ અને મિડ કેપ ફંડ (Quant Large and Mid Cap Fund)ના ડાયરેક્ટ અને રેગ્યુલેર પ્લાનના 10 વર્ષના વળતરની તુલના કરીએઃ
ક્વાન્ટ લાર્જ અને મિડ કેપ ફંડ : ડાયરેક્ટ પ્લાન
એક વખતનું રોકાણ : 2 લાખ રૂપિયા
10 વર્ષમાં ડાયરેક્ટ પ્લાનનું સરેરાશ વાર્ષિક રિટર્ન : 23.46 ટકા
10 વર્ષ પછી ડાયરેક્ટ પ્લાનનું સંભવિત ભંડોળ : 1645,480 રૂપિયા
10 વર્ષમાં કુલ રિટર્ન (ડાયરેક્ટ પ્લાન) : 1445480 રૂપિયા
10 વર્ષમાં રેગ્યુલર પ્લાનનું સરેરાશ વાર્ષિક રિટર્ન : 22.62 ટકા
10 વર્ષ પછી રેગ્યુલર પ્લાનનું સંભવિત કોર્પસ : 1536892 રૂપિયા
10 વર્ષમાં કુલ વળતર (રેગ્યુલર પ્લાન) : 1336892 રૂપિયા
10 વર્ષ દરમિયાન બંને પ્લાનના કુલ રિટર્નમાં તફાવત: 108588 રૂપિયા (1445480 - 1336892)
આ પણ વાંચો | ડિવિડન્ડ શેરમાં રોકાણનો ડબલ ફાયદો, શેરબજારની મંદી અને મોંઘવારી સામે આપે છે રક્ષણ, જુઓ યાદી
એટલે કે, જો તમે 10 વર્ષ પહેલા આ જ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 2 લાખ રૂપિયાની એકમુશ્ત રકમનું રોકાણ કર્યું હોત, તો ડાયરેક્ટ પ્લાનથી થતી કમાણી રેગ્યુલર પ્લાન કરતા લગભગ 1 લાખ 8 હજાર રૂપિયા વધારે હોત. આ તફાવત બંને પ્લાનના 10 વર્ષના વાર્ષિક સરેરાશ રિટર્નમાં માત્ર 0.84 ટકાના તફાવતને કારણે આવ્યો છે. દેખીતી રીતે જ જો તમે લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા જઇ રહ્યા છો તો રેગ્યુલર પ્લાન કરતાં ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવું વધુ સારું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us