Mutual Funds Return: આ મ્યુ. ફંડ સ્કીમમાં 1 વર્ષમાં મળ્યું 78% રિટર્ન, જાણો તમને કેટલો ફાયદો થયો

Mutual Funds Return In 2022: શેરબજારમાં (Stock market) અફરાતફરી વચ્ચે પણ 2022નું વર્ષ મ્ચુચ્યુઅલ ફંડ્સના (Mutual Funds investment) રોકાણકારો માટે લાભદાયી રહ્યું છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની મોટાભાગની સ્કીમ્સમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બે આંકડામાં રિટર્ન મળ્યુ છે. જાણો તમે રોકાણ કરેલી મ્ચુચ્યુઅલ ફંડ્સ સ્કીમમાં (Mutual Funds scheme) ઉંચુ રિટર્ન મળ્યુ કે નહીં...

Mutual Funds Return In 2022: શેરબજારમાં (Stock market) અફરાતફરી વચ્ચે પણ 2022નું વર્ષ મ્ચુચ્યુઅલ ફંડ્સના (Mutual Funds investment) રોકાણકારો માટે લાભદાયી રહ્યું છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની મોટાભાગની સ્કીમ્સમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બે આંકડામાં રિટર્ન મળ્યુ છે. જાણો તમે રોકાણ કરેલી મ્ચુચ્યુઅલ ફંડ્સ સ્કીમમાં (Mutual Funds scheme) ઉંચુ રિટર્ન મળ્યુ કે નહીં...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

(સુશીલ ત્રિપાઠી) કેલેન્ડર વર્ષ 2022 ઇક્વિટી માર્કેટ માટે અત્યંત અફરાતફરી વાળુ વર્ષ રહ્યુ છે. અત્યાર સુધીમાં બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી-50માં 5 ટકા સુધીનું રિટર્ન મળ્યુ છે. સ્મોલકેપમાં રિટર્ન ફ્લેટ રહ્યુ છે જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 3 ટકા સુધી મજબૂત થયો છે. બીજી બાજુ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ફરી વાર રોકાણકારો માટે ફાયદોનો સોદો સાબિત થયો છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની મોટાભાગની સ્કીમ્સમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બે આંકડામાં રિટર્ન મળ્યુ છે. આ દરમિયાન અલગ- અલગ ઇક્વિટી ફંડ સ્કીમમાં રોકાણકારોને 78 ટકા સુધીનું જંગી રિટર્ન મળ્યુ છે. તો ચાલો જાણીયે વર્ષ 2022ના સૌથી વધુ રિટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ વિશે

Advertisment
કઇ કેટેગરીમાં કેટલું રિટર્ન મળ્યું?

વર્ષ 2022ની વાત કરીયે તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની મલ્ટિકેપ કેટેગરીમાં 13.4 ટકા, લાર્જકેપ કેટેગરીમાં 7 ટકા, લાર્જ એન્ડ મિડકેપ ફંડ સ્કીમમાં 7.6 ટકા, મિડકેપ ફંડ સ્કીમમાં 10.6 ટકાનું રિટર્ન વળ્યું છે. તો રોકાણકાોને સ્મોલકેપ કેટેગરીમાં 9.3 ટકા, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે ELSSમાં 12.7 ટકા અને સેક્ટોરલ/ થીમેટિક સ્કીમમાં 8.4 ટકા સુધીનું સરેરાશ રિટર્ન મળ્યું છે.

વર્ષ 2022ના સૌથી વધુ રિટર્ન આપનાર ટોપ-5 મ્યુ. ફંડ્સ
મ્યુ. ફંડ્સ સ્કીમનું નામરિટર્ન
નિપ્પોન લાઇફ ETF નિફ્ટી PSU બેન્ક BeES78 ટકા
કોટક નિફ્ટી PSU બેન્ક ETF78 ટકા
ICICI પ્રુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર37 ટકા
SBI PSU ફંડ36 ટકા
ભારત 22 ETF36 ટકા
ટોપ- 5 લાર્જકેપ ફંડ
મ્યુ. ફંડ્સ સ્કીમનું નામરિટર્ન
ICICI પ્રુ ભારતt 22 ETF FOF35 ટકા
નિપ્પોન ઇન્ડિયા લાર્જકેપ ફંડ18 ટકા
HDFC ટોપ 10017 ટકા
DSP નિફ્ટી 50 ઇક્વલ વેટ ETF15 ટકા
ક્વાંટ ફોક્સ્ડ ફંડ14 ટકા
Advertisment
ટોપ- 5 મલ્ટિકેપ ફંડ
મ્યુ. ફંડ્સ સ્કીમનું નામરિટર્ન
નિપ્પોન ઇન્ડિયા મલ્ટિકેપ ફંડ21 ટકા
ક્વાંટ એક્ટિવ ફંડ19 ટકા
કોટક મલ્ટિકેપ ફંડ17 ટકા
HDFC મલ્ટિકેપ ફંડ17 ટકા
IDFC મલ્ટિકેપ ફંડ11 ટકા
ટોપ-5 મિડકેપ ફંડ
મ્યુ. ફંડ્સ સ્કીમનું નામરિટર્ન
ક્વાંટ મિડકેપ ફંડ25 ટકા
મોતીલાલ ઓસ્વાલ મિડકેપ ફંડ20 ટકા
HDFC મિડકેપ ફંડ20 ટકા
નિપ્પોન ઇન્ડિયા ગ્રોથ ફંડ13 ટકા
સુંદરમ મિડકેપ ફંડ13 ટકા
ટોપ- 5 સ્મોલકેપ ફંડ
મ્યુ. ફંડ્સ સ્કીમનું નામરિટર્ન
ક્વાંટ સ્મોલકેપ ફંડ19 ટકા
નિપ્પોન ઇન્ડિયા સ્મોલકેપ ફંડ17 ટકા
ટાટા સ્મોલકેપ ફંડ17 ટકા
સુંદરમ ઇમર્જિંગ સ્મોલકેપ ફંડ16 ટકા
SBI સ્મોલકેપ ફંડ16 ટકા
ટોપ-5 ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS)
મ્યુ. ફંડ્સ સ્કીમનું નામરિટર્ન
ક્વાંટ ટેક્સ પ્લાન21 ટકા
ICICI પ્રુ LT હેલ્થ20 ટકા
HDFC ટેક્સ સેવર ફંડ18 ટકા
સુંદમ્ લોંગ ટર્મ ટેક્સ એડવાન્ટેજ ફંડ સીરિઝ16 ટકા
SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ14 ટકા
બિઝનેસ Investment