(સુશીલ ત્રિપાઠી) કેલેન્ડર વર્ષ 2022 ઇક્વિટી માર્કેટ માટે અત્યંત અફરાતફરી વાળુ વર્ષ રહ્યુ છે. અત્યાર સુધીમાં બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી-50માં 5 ટકા સુધીનું રિટર્ન મળ્યુ છે. સ્મોલકેપમાં રિટર્ન ફ્લેટ રહ્યુ છે જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 3 ટકા સુધી મજબૂત થયો છે. બીજી બાજુ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ફરી વાર રોકાણકારો માટે ફાયદોનો સોદો સાબિત થયો છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની મોટાભાગની સ્કીમ્સમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બે આંકડામાં રિટર્ન મળ્યુ છે. આ દરમિયાન અલગ- અલગ ઇક્વિટી ફંડ સ્કીમમાં રોકાણકારોને 78 ટકા સુધીનું જંગી રિટર્ન મળ્યુ છે. તો ચાલો જાણીયે વર્ષ 2022ના સૌથી વધુ રિટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ વિશે
કઇ કેટેગરીમાં કેટલું રિટર્ન મળ્યું?
વર્ષ 2022ની વાત કરીયે તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની મલ્ટિકેપ કેટેગરીમાં 13.4 ટકા, લાર્જકેપ કેટેગરીમાં 7 ટકા, લાર્જ એન્ડ મિડકેપ ફંડ સ્કીમમાં 7.6 ટકા, મિડકેપ ફંડ સ્કીમમાં 10.6 ટકાનું રિટર્ન વળ્યું છે. તો રોકાણકાોને સ્મોલકેપ કેટેગરીમાં 9.3 ટકા, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે ELSSમાં 12.7 ટકા અને સેક્ટોરલ/ થીમેટિક સ્કીમમાં 8.4 ટકા સુધીનું સરેરાશ રિટર્ન મળ્યું છે.
વર્ષ 2022ના સૌથી વધુ રિટર્ન આપનાર ટોપ-5 મ્યુ. ફંડ્સ