NPSના નિયમોમાં ફેરફાર, 60 ટકા રકમ સિસ્ટમેટિક રીતે ઉપાડી શકશે, નવા નિયમથી કોને ફાયદો થશે

NPS rules : પ્રસ્તાવિત દરખાસ્ત મુજબ, NPS સબ્સ્ક્રાઇબર્સને 75 વર્ષની વય સુધી નિવૃત્તિ પછી તેમના કુલ ફંડની 60 ટકા રકમ સિસ્ટમેટિક રીતે ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે.

Written by Ajay Saroya
June 19, 2023 16:18 IST
NPSના નિયમોમાં ફેરફાર, 60 ટકા રકમ સિસ્ટમેટિક રીતે ઉપાડી શકશે, નવા નિયમથી કોને ફાયદો થશે
નેશનલ પેન્શન સ્કીમમાંથી ઉપાડના નિયમો બદલાયા

NPS corpus withdrawn rules change : NPS નિયમમાં ફેરફાર: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) આ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં એક ખાસ નવો નિયમ લાગુ કરી શકે છે. જે અંતર્ગત નેશનલ પેન્શન સ્કીમ (NPS)ના સભ્યો સિસ્ટમેટિક રીતે જમા થયેલા તેમના કુલ ફંડમાંથી 60 ટકા રકમ ઉપાડી શકે છે. અગાઉ માત્ર એક જ વાર આ રકમ ઉપાડની મંજૂરી હતી. PFRDAના આ ફેરફારથી લાખો લોકોને ફાયદો થશે. આ નિર્ણય બાદ NPSને લોકો-ફ્રેન્ડલી બનાવવામાં મદદ મળશે.

નવા નિયમો ક્યા સભ્યોને લાગુ થશે

પ્રસ્તાવિત દરખાસ્ત મુજબ, NPS સબ્સ્ક્રાઇબર્સને 75 વર્ષની વય સુધી નિવૃત્તિ પછી તેમના કુલ ફંડની 60 ટકા રકમ સિસ્ટમેટિક રીતે ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે જ્યારે 40 ટકાનું એન્યુટીમાં રોકાણ કરવું પડશે. પીએફઆરડીએના ચેરમેન દીપક મોહંતીએ જણાવ્યું હતું કે, “અમે આ વર્ષના બીજા છ માસિક ગાળાથી સિસ્ટમેટિક વિથડ્રો સ્કીમ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. ગ્રાહક દ્વારા ગમે તેટલી વખત રકમ નક્કી કરી શકાય છે અને એકસાથે અથવા માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે ઉપાડી શકાય છે. જે 60 થી 75 વર્ષની વય જૂથના લોકોને લાગુ પડે છે.

યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરો

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, NPSને બિન-સરકારી ક્ષેત્રમાંથી 13 લાખ નવા કસ્ટમરો જોડાય તેવી અપેક્ષા છે. એક વર્ષ અગાઉના સમયગાળામાં આ સંખ્યા 10 લાખ હતી. ગયા વર્ષે NPSએ 1.2 કરોડ સબસ્ક્રાઇબર ઉમેર્યા હતા અને ચાલુ નાણાકીય વર્ષમાં તે 1.3 કરોડ ઉમેરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે APYનો કસ્ટમર બેઝ 5.4 કરોડ છે.

આ પણ વાંચોઃ પર્સનલ લોન લેતી વખતે આ 4 ટીપ્સ અપનાવો, નીચા વ્યાજદર અને EMIનો ફાયદો ઉઠાવો

મોહંતીએ એવું પણ કહ્યું હતું કે, રાજ્ય સરકારો તેમના કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ પસંદ કરતી હોવા છતાં કોર્પોરેટ સેક્ટરમાંથી NPS માટે સબસ્ક્રાઇબર બેઝ વધશે. APY માટેની વ્યૂહરચના એ છે કે 18 વર્ષની વયે પહોંચેલા પરિવારના તમામ સભ્યોની નોંધણી પર ધ્યાન કેન્દ્રિત કરવું, જેથી તમામ સબ્સ્ક્રાઇબર્સને પેન્શનનો લાભ મળે.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ