National Pension Scheme: નિવૃત્તિ બાદ થશે નિયમિત આવક, જાણો પેન્શન પ્લાનના ફાયદા

Pension Scheme and Retirement plan benefits: પેન્શન પ્લાન (Pension Scheme) કે રિટાયરમેન્ટ પ્લાન (Retirement plan) વ્યક્તિને નિવૃત્તિ બાદ ( Retirement age) અને ઘડપણમાં ચોક્કસ આવકનો સ્ત્રોત અને નાણાંકીય સુરક્ષાની (Financial Security) ખાતરી આપે છે, આજના અનિશ્ચિતત્તા ભર્યા સમયમાં વ્યક્તિએ તેની કરિયરની શરૂઆતથી જ રિટાયરમેન્ટ પ્લાનિંગની (Retirement planning) શરૂ કરવી દેવી જોઇએ.

Pension Scheme and Retirement plan benefits: પેન્શન પ્લાન (Pension Scheme) કે રિટાયરમેન્ટ પ્લાન (Retirement plan) વ્યક્તિને નિવૃત્તિ બાદ ( Retirement age) અને ઘડપણમાં ચોક્કસ આવકનો સ્ત્રોત અને નાણાંકીય સુરક્ષાની (Financial Security) ખાતરી આપે છે, આજના અનિશ્ચિતત્તા ભર્યા સમયમાં વ્યક્તિએ તેની કરિયરની શરૂઆતથી જ રિટાયરમેન્ટ પ્લાનિંગની (Retirement planning) શરૂ કરવી દેવી જોઇએ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Retirement Plan | Pension income plan

Pension Plan: નિવૃત્ત થયા પૂર્વે પાછલી વય માટે નિયમિત આવક માટે પેન્શન પ્લાન બનાવવો જરુરી (ફોટો ક્રેડિટ ફ્રીપિક)

પેન્શન ફંડ ધારકોની સંખ્યા ઘટવા પાછળના કારણોની વાત કરીયે તો લોકોને રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવામાં ઓછો રસ હોય છે. છે. ભારતમાં મોટાભાગના લોકો પેન્શન સ્કીમ વગરના છે. પેન્શન સ્કીમ એ એક પ્રકારનું નાણાકીય આયોજન છે જે નિવૃત્તિ પછી રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા પ્લાનધારકને રોકડ નાણાંનો પ્રવાહ જાળવી રાખવામાં મદદ કરે છે.

Advertisment

રિટાયરમેન્ટ પ્લાનિંગ પ્રોડક્ટના તરીકે નેશનલ પેન્શન સ્કીમ (NPS) જેવી સરકારી યોજનાઓએ લોકોને ઘણી મદદ કરી છે. કોઈપણ કામદાર અને નાના વેપારી આ પેન્શન સ્કીમનો લાભ લઈ શકે છે. આજના સમયમાં, લોકોને ભવિષ્યની નાણાકીય સુરક્ષા માટે આવી યોજનાઓમાં જોડાવા અને નિવૃત્તિ પહેલા તેમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આમ કરવાથી ભારતમાં પેન્શન માર્કેટને મજબૂત બનાવી શકાય છે.

NPS: નિવૃત્તિ બાદ પણ ઇન્કમ ચાલુ રાખવામાં મદદરૂપ

હાલના સમયમાં જીવન વીમા કંપનીઓ આવી ઘણી પેન્શન અને રિટાયમેન્ટ સ્કીમ્સ ઓફર કરી રહી છે જે લોકોને બચત અને સ્માર્ટ રીતે તેમના નાણાંનું રોકાણ કરવામાં મદદ કરે છે. આમ કરવાથી, તેઓ તેમની નિવૃત્તિ પછીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયારી કરી શકે છે. આવી પેન્શન સ્કીમ્સ જે-તે વ્યક્તિની નિવૃત્તિ બાદ ચોક્કસ આવકની ખાતરી આપે તેવી રીતે તૈયાર કરવામાં આવે છે.

ઇન્વેસ્ટમેન્ટ, કરમુક્તિના લાભો અને મની સિક્યોરિટીના ટાર્ગેટો પહોંચી વળવા માટે ઘણા પ્રકારના રિટાયરમેન્ટ પ્લાન છે. આવી સ્કીમ્સ નાણાની દ્રષ્ટિએ ભવિષ્યને સુરક્ષિત રાખવામાં સક્ષમ બનાવે છે. જોખમ લેવાની ક્ષમતાના આધારે આવી રોકાણ યોજનાઓની ઘણી કેટેગરીઓ ઉપલબ્ધ છે.

Advertisment

તમારી પસંદગી અને જોખમ લેવાની ક્ષમતા અનુસાર ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સમાં ફેરફાર કરવાનો વિકલ્પ છે. લોકોની નાણાંકીય અને આર્થિક સ્થિતિ સમય સાથે બદલાતી રહે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળાની પેન્શન યોજના સરળતાથી બદલી શકાય છે. બીજો ફાયદો એ છે કે પેન્શનની સાથે વીમાનો પણ લાભ મળે છે.

રિટાયરમેન્ટ સ્કીમ ધારક સાથે કોઈપણ પ્રકારના અકસ્માતના કિસ્સામાં, કવર લેનાર વ્યક્તિના પરિવાર અને તેના આશ્રિત સંબંધીઓને પણ આર્થિક રીતે સુરક્ષા મળી રહી છે. આ સાથે, રિટાયરમેન્ટ પ્લાનહોલ્ડરને એન્યુટીનો (annuity) પણ લાભ મળે છે. એન્યુટી વીમા કંપની અને રિટાયરમેન્ટ પ્લાન હોલ્ડર વચ્ચેનો એક પ્રકારનો કરાર છે. જેના કારણે પ્લાનધારકને તેની નિવૃત્તિ પછી નિયમિત આવકનો લાભ મળે છે.

કેટલાંક રિટાયરમેન્ટ અને પેન્શન પ્લાન પણ છે જેમાં સબસ્ક્રાઇબરને તેના પરિવારના સભ્યો માટે તેમના ગયા બાદ વારસાની રકમ (legacy sum) મૂકતા જવાની તક પણ આપે છે. ઇન્સ્યોરન્સ સાથેના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ બેડવા લાભો મળે છે જે ઘણા ફેક્સિબલ હોય છે. આ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એવી છે જેમાં મોટી રકમની વ્યવસ્થા કર્યા વગર બચત કરવાની પરવાનગી આપે છે.

આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્યની ખાતરી

વ્યક્તિગત રીતે કહીએ તો, રિટાયરમેન્ટ પ્લાનિંગમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે. વ્યક્તિએ પોતાની કરિયરના શરૂઆતના તબક્કામાં જ આવી પેન્શન અને રિટાયરમેન્ટ સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આર્થિક દૃષ્ટિકોણથી જોઇએ તો ેતનાથી પેન્શન સેક્ટરને મજબૂતી મળશે. દેશ અને તેના નાગરિકો બંનેની નાણાકીય સદ્ધરતા જાળવી રાખીને ફંડ મેનેજમેન્ટ કરી શકાય છે.

બિઝનેસ Investment