National Pension System : નવી પેન્શન સ્કીમના સભ્યોને મળી શકે છે ખુશખબર, મોદી સરકાર આપી શકે છે જૂની પેન્શન સ્કીમ જેવા લાભ

National Pension System: કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારો (government)આર્થિક રીતે ખર્ચાળ જૂની પેન્શન સ્કીમ (Old Pension System) અને નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) વચ્ચે સંતુલન અપનાવીને પેન્શન સિસ્ટમમાં (Pension system) સુધારો કરવાનું વિચારી રહી છે.

National Pension System: કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારો (government)આર્થિક રીતે ખર્ચાળ જૂની પેન્શન સ્કીમ (Old Pension System) અને નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) વચ્ચે સંતુલન અપનાવીને પેન્શન સિસ્ટમમાં (Pension system) સુધારો કરવાનું વિચારી રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
National Pension System

રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોએ પહેલાથી જ જૂની પેન્શન યોજના શરૂ કરી દીધી છે અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) બંધ કરી દીધી છે.

દેશમાં નવી નેશનલ પેન્શન સિસ્ટમની સામે જૂની પેન્શન સિસ્ટમની માંગ સતત વધી રહી છે. ઘણા રાજ્યોમાં કેન્દ્ર સરકારની મનાઇ વચ્ચે પણ કર્મચારીઓ માટે જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોએ પહેલેથી જ જૂની પેન્શન યોજના (OPS) શરૂ કરી દીધી છે અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ બંધ કરી દીધી છે. હવે મોદી સરકાર આ મુદ્દાને ધ્યાનમાં રાખીને નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે નવી પેન્શન સિસ્ટમમાં કેટલીક છૂટછાટ આપવાનું પણ વિચારી રહી છે. કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારો આર્થિક રીતે ખર્ચાળ ઓલ્ડ પેન્શન સ્કીમ અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) વચ્ચે સંતુલન અપનાવીને પેન્શન સિસ્ટમમાં સુધારો કરવાનું વિચારી રહી છે.

Advertisment

સરકાર વચ્ચેનો રસ્તો શોધશે

સરકારી કર્મચારીઓનું કહેવું છે કે સરકાર NPS હેઠળ મળનાર છેલ્લા પગારના લગભગ 50 ટકા પર ગેરેંટેડ પેન્શન આપવાનું વિચારી રહી છે. સરકારી તિજોરી પર વધારે બોજ નાખ્યા વિના હાલની પેન્શન સ્કીમમાં ફેરફારો થઇ શકે છે. હાલની નવી પેન્શન યોજના હેઠળ વ્યક્તિને કામકાજના વર્ષો દરમિયાન જમા કરવામાં આવેલી રકમના 60 ટકા નાણાં નિવૃત્તિના સમયે ઉપાડવાની છૂટ છે, જે સંપૂર્ણપણે કરમુક્ત છે. બાકીના 40 ટકાનું એન્યુટી (annuity)માં રોકાણ કરવામાં આવે છે.

NPSની મુખ્ય સમસ્યા

અધિકારીઓનું માનવું છે કે NPSમાં એવી રીતે ફેરફાર કરી શકાય છે કે નિવૃત્તિના સમયે કર્મચારીને લગભગ 41.7 ટકાનું યોગદાન એકસામટી રકમ તરીકે પાછું મળી શકે છે. નવી પેન્શન સિસ્ટમ અંગે એક અધિકારીએ જણાવ્યું કે આ મોડલ OPSથી તદ્દન વિપરીત છે અને આ તેની એકમાત્ર સમસ્યા છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં મોંઘવારી અને ઇન્ક્રિમેન્ટલને ધ્યાનમાં રાખીને જૂની પેન્શન સિસ્ટમમાં સુધારો કરી શકાય છે પરંતુ નવી પેન્શન સિસ્ટમહેઠળ તે મુશ્કેલ કામ હશે.

જૂની પેન્શન યોજના શું છે?

જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ બાદ સરકારી કર્મચારીને પેન્શનની સંપૂર્ણ રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જો કે એનડીએ સરકારે 2004માં જૂની પેન્શન યોજના બંધ કરી દીધી હતી. ત્યારબાદ અટલ બિહારી વાજપેયી સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ શરૂ કરી. જૂની પેન્શન યોજના હેઠળ, નિવૃત્ત સરકારી કર્મચારીઓને વર્ષમાં બે વાર મોંઘવારી રાહત (DR)નો લાભ મળતો હતો. જૂની પેન્શન યોજના હેઠળ છેલ્લી વાર મેળવેલા પગારના લગભગ 50 ટકા રકમ પેન્શન તરીકે આપવામાં આવતી હતી. નોંધનીય છે કે, હવે ઘણા રાજ્યો જૂની પેન્શન યોજનાને ફરીથી અમલમાં મૂકી રહ્યા છે.

Advertisment

નવી પેન્શન યોજના શું છે?

નેશનલ પેન્શન યોજના અથવા નવી પેન્શન સિસ્ટમ (NPS) જાન્યુઆરી 2004માં સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. તે 2009માં તમામ જૂથો માટે ખોલવામાં આવી હતી. સબ્સ્ક્રાઇબર નોકરી દરમિયાન પેન્શન એકાઉન્ટમાં નિયમિત યોગદાન આપી શકે છે. આમાં કર્મચારી પોતાનું પેન્શન એકસામટુ ઉપાડી શકે છે.

કેન્દ્ર સરકાર બિઝનેસ