/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Share-Market-High.jpg)
NBCC India Share High : પ્રતિકાત્મક તસવીર (Photo: Freepik)
NBCC India Bonus Share: એનબીસીસી ઈન્ડિયા કંપની દ્વારા બોનસ શેર આપવાની ઘોષણા કરવામાં આવી છે. નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન (એનબીસીસી) ભારત સરકારની માલિકીની કંપની છે, જે 7 વર્ષ બાદ બોનસ શેર આપશે. બોનસ સ્ટોકની ઘોષણા બાદ એનબીસીસી કંપનીના શેરમાં મજબૂતી જોવા મળી છે.
એનબીસીસી બોનસ શેર રેશિયો (NBCC Iidia Bonus Share Ratio)
એનબીસીસી કંપનીના ડિરેક્ટર બોર્ડ દ્વારા બોનસ શેરની ઘોષણા કરવામાં આવી છે. કંપની એ બોનસ શેરનો રેશિયો 1 : 2 રાખ્યો છે. એટલે કે શેરધારકને કંપનીના પ્રત્યેક 2 ઇક્વિટી શેર સામે 1 બોનસ શેર મળશે. ઇસ્યુ કરવામાં આવેલા પ્રસ્તાવિત શેરની કુલ સંખ્યા 90 કરોડ છે.
એનબીસીસી બોનસ શેર રેકોર્ડ ડેટ (NBCC Iidia Bonus Share Record Date)
એનબીસીસી કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ 7 ઓક્ટોબર નક્કી કરી છે. કંપનીએ આ અગાઉ છેલ્લે 2017માં બોનસ શેર આપ્યા હતા. માર્ચ 2024ના આંકડા મુજબ કંપની પાસે 1959 કરોડ રૂપિયાની કેશ રિઝર્વ છે. તેમાથી જ બોનસ શેર ઇસ્યુ કરવામાં આવશે અને એજીએમમાં મંજૂરી મળ્યા બાદ 31 ઓક્ટોબર સુધી શેરધારકોના ખાતામાં જમા કરવામાં આવશે. વર્ષ 2017માં પણ આ રશિયોમાં બોનસ શેર ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આ બોનસ શેર 31 ઓક્ટોબર, 2024 સુધીમાં કંપની બોર્ડની મંજૂરી મળ્યાના બે મહિનામાં જમા થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો | IPO રોકાણ માટે ઉત્તમ તક, આ સપ્તાહે 5 આઈપીઓ ખુલશે, 10 IPO નું શેરબજારમાં લિસ્ટિંગ થશે
એનબીસીસી શેર વર્ષમાં 233 ટકા વધ્યો (NBCC Iidia Share Return)
એનબીસીસી શેરમાં રોકાણકારોને તગડું રિટર્ન મળ્યું છે. એનબીસીસી શેર આજે લગભગ દોઢ ટકા જેટલો વધ્યો અને ઉપરમાં 192 રૂપિયા સુધી ગયો હતો. એનબીસીસી ઈન્ડિયા આજે અડધો ટકો વધી 187 રૂપિયા બંધ થયો હતો. રોકાણકારોને છેલ્લા 12 મહિનામાં એનબીસીસી ઈન્ડિયા શેરમાં 233 ટકા જેટલું જબરદસ્ત વળતર મળ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us