New Aadhar App: નવી આધાર એપ લોન્ચ, ફિઝિકલ કાર્ડ સાથે રાખવાની ઝંઝટ દૂર, જાણો કેવી રીતે ઉપયોગ કરવો

New Aadhar App With QR Code Face ID Authentication: આધાર કાર્ડ સાથે રાખવાની ઝંઝટ દૂર થશે. નવી આધાર એપ લોન્ચ કરવામાં આવી છે. જેમા માત્ર QR કોડ સ્કેન કરવાથી આઈડેન્ટિ વેરિફિકેશન થઇ જશે. જાણો આધાર એપના ફાયદા અને શું સાવચેતી રાખવી

Written by Ajay Saroya
April 09, 2025 12:10 IST
New Aadhar App: નવી આધાર એપ લોન્ચ, ફિઝિકલ કાર્ડ સાથે રાખવાની ઝંઝટ દૂર, જાણો કેવી રીતે ઉપયોગ કરવો
New Aadhar App: નવી આધાર એપ લોન્ચ કરવામાં આવી છે. (Photo: @UIDAI)

New Aadhar App With QR Code Face ID Authentication: આધાર કાર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તમારે આધાર કાર્ડ કે તેની ફોટોકોપી એરપોર્ટ, હોટલ કે કોઇ સરકારી ઓફિસમાં લઇ જવાની જરૂર નહીં પડે. બહાર ફરવા જાવ ત્યારે આધાર કાર્ડ સાથે રાખવાની ઝંઝટ રહેશે નહીં. સરકારે નવી આધાર ઓથેન્ટિકેશન એપ લોન્ચ કરી છે, જે હાલ બીટા વર્ઝનમાં છે અને તેનો હેતુ તમારી ડેટા પ્રાઇવસી જાળવવાનો અને વેરિફિકેશન પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

નવી આધાર એપ

કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નવી એપ વિશે માહિતી આપી છે. તેમણે નવી આધાર એપનો ડેમો વીડિયો એક્સ (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો છે, જેમાં આ એપ્લિકેશન કેવી રીતે કામ કરશે તે સમજાવ્યું હતું. આ એપ યુપીઆઈની જેમ ખૂબ જ સરળ અને યુઝર ફ્રેન્ડલી હશે.

આ નવી આધાર એપનો ઉપયોગ કરવા માટે યૂઝરે માત્ર એક ક્યૂઆર કોડ સ્કેન કરવાનો હોય છે અને પછી એપ સેલ્ફી કેમેરાથી યુઝરના ચહેરાને સ્કેન કરીને ઓળખની પુષ્ટિ કરશે. કોઈ કાર્ડ નથી, કોઈ ફોટોકોપી નથી – ફક્ત તેને સ્કેન કરો અને કામ થઈ ગયું છે.

નવી આધાર એપ કેવી રીતે કામ કરશે?

QR કોડ સ્કેન કરો : સૌથી પહેલા જ્યાં તમારી ઓળખનો પુરાવો આપવાનો છે ત્યાં QR કોડ હશે.

ફેસ સ્કેન કરાવો : આ એપ તમારી સેલ્ફી લેવા માટે કેમેરા ખોલશે અને તેને UIDAIના ડેટા સાથે મેચ કરશે.

અગત્યની માહિતી શેર કરશે : ફક્ત તે જ વિગતો શેર કરવામાં આવશે જે તે ચોક્કસ ચકાસણી માટે જરૂરી છે.

આ પદ્ધતિ એ સુનિશ્ચિત કરે છે કે તમારી બધી માહિતી દરેક સુધી પહોંચતી નથી, જેમ કે જો તમે આધાર કાર્ડની ફોટોકોપી આપો છો તો થઈ શકે છે.

નવી આધાર એપ્લિકેશનના ફાયદા?

ડેટાની ગોપનીયતા : ફક્ત મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવે છે.

આધાર કાર્ડ સાથે રાખવાની જરૂરી નહી : આધાર કાર્ડ કે તેને ઝેરોક્ષ સાથે રાખવાની જરૂરી રહેશે નહીં.

નકલી ડોક્યુમેન્ટનું જોખમ ઘટશે : ફેસ ઓથેન્ટિકેશન છેતરપિંડીને અટકાવશે.

સાઈબર ફ્રોડથી બચાવ : તમારી જાણકારી કોઈના હાથમાં ન આવે તે માટે સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવશે.

મર્યાદાઓ અને સાવચેતી

બીટા વર્ઝનમાં: આ એપ હાલ ટેસ્ટિંગ મોડમાં છે. તે હજી સુધી સામાન્ય લોકો માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી.

નકલી એપ્લિકેશનથી ચેતજો: જો કોઈ કોલ કે લિંક દ્વારા એપ ડાઉનલોડ કરવાનું કહે તો ચેતી જજો. UIDAI ના સત્તાવાર સોર્શ માંથી હંમેશા એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ઇન્ટરનેટ કનેક્શન જરૂરી : આ એપ સંપૂર્ણપણે ડિજિટલ છે, તેથી સારી ઇન્ટરનેટ સ્પીડ જરૂરી બનશે.

ફેસ રિકોગ્નિશનની મર્યાદા : ઓછા પ્રકાશ કે વૃદ્ધો માટે ફેસ રિકોગ્નિશન કરવું મુશ્કેલ હોઈ શકે છે.

હવે ઓળખની પુષ્ટિ કરવા માટે દર વખતે આધારની ફોટોકોપી આપવી જરૂરી નહીં રહે. હોટલમાં ચેક-ઈન, વિમાન પ્રવાસ, બેન્કમાં ખાતું ખોલાવવું કે ઓફિસમાં વેરિફિકેશન – દરેક જગ્યાએ તમે આ એપ દ્વારા તમારી ઓળખ સરળતાથી સાબિત કરી શકશો. તેનાથી એક તરફ ડિજિટલ ઇન્ડિયા મજબૂત થશે, તો બીજી તરફ સામાન્ય લોકોની પ્રાઇવસીની પણ સુરક્ષા થશે.

નવી આધાર એપ એક મોટો ફેરફાર લાવી રહી છે. જોકે તે હજી પ્રારંભિક તબક્કામાં છે, તે ભવિષ્યમાં ઓળખને લગતી સમસ્યાઓને ઘણી હદ સુધી દૂર કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, કાળજીપૂર્વક ઉપયોગ કરો અને કોઈપણ બનાવટી કોલ અથવા લિંક ખોલવાનું ટાળો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ