/indian-express-gujarati/media/media_files/2025/12/24/bajaj-pulsar-motorcycle-wolf-eye-2025-12-24-14-17-32.jpg)
Bajaj Pulsar Classic 2026 : બજાજ પ્લસર મોટરસાઇકલ નવા મોર્ડન લૂક સાથે લોન્ચ થઇ શકે છે. Photograph: (Bajaj Auto)
New Bajaj Pulsar Classic 2026 Launch Timeline : બજાજ ઓટોની સૌથી લોકપ્રિય સ્પોર્ટી મોટર સાયકલ પૈકીની એક, બજાજ પલ્સર આવતા વર્ષે તેના 25 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ પ્રસંગે બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રાજીવ બજાજે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે 2026 'પલ્સરનું વર્ષ' બનવા જઈ રહ્યું છે. ઓટોકાર ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, કંપની પલ્સર ક્લાસિક રેન્જમાં એક મોટું અપડેટ આપવાની તૈયારી કરી રહી છે.
Updated Bajaj Pulsar Classic : અપડેટેડ બજાજ પ્લસર ક્લાસિક
બજાજની પલ્સર બાઇક હાલ 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.
- ક્લાસિક
- N Series
- NS/RS Series
જો કે પલ્સર ક્લાસિક (125 સીસી અને 150 સીસી) આજે પણ કંપનીની સૌથી વધુ વેચાતી મોટરસાયકલોમાંની એક છે, તે ડિઝાઇન અને પ્લેટફોર્મની દ્રષ્ટિએ સૌથી જૂની છે.
મુખ્ય અપડેટ્સ શું હશે?
Pulsar Classic સંપૂર્ણપણે નવું પ્લેટફોર્મ મળશે
પલ્સર 125 અને પલ્સર 150 પ્રથમ અપડેટ મોડલ હશે
લોન્ચ ક્યારે થશે : 2026ના બીજા છમાસિક ગાળામાં
20 વર્ષ જૂની Wolf Eye ડિઝાઇનને મળશે નવો અવતાર
વર્ષ 2026 પલ્સરની આઇકોનિક Wolf Eye હેડલેમ્પ ડિઝાઇનના 20 વર્ષ પણ ચિહ્નિત કરશે. આ જ કારણ છે કે બજાજ ડિઝાઇનમાં ક્રાંતિ લાવવાને બદલે ઉત્ક્રાંતિવાદી અભિગમ અપનાવી શકે છે.
- મસ્ક્યુલર ફ્યુઅલ ટેન્ક
- સાર્પ બોડી લાઇન
ક્લાસિક પલ્સર DNA યથાવત્ રહેવાની અપેક્ષા છે. જો કે, આ વખતે ડિઝાઇન પહેલા કરતા વધુ આધુનિક અને ફ્રેશ હશે.
New Bajaj Pulsar Classic : ચેસિસ અને સસ્પેન્શનમાં મોટો ફેરફાર
વર્તમાન પલ્સર ક્લાસિક મોડલ્સમાં
ડબલ ક્રેડલ ફ્રેમ
ટ્વીન રિયર શોક એબ્સોર્બર્સ આવે છે.
2026 મોડેલમાં સંભવિત ફેરફાર :
નવી મોર્ડન ચેસિસ
- મોનોશૉક રિયર સસ્પેન્શન (જેમ કે પલ્સર એન સિરીઝ)
- સુધારેલી રાઇડની ગુણવત્તા અને હેન્ડલિંગ
- નવી ચેસિસ સાથે, એન્જિનનો stressed member તરીકે ઉપયોગ થઈ શકે છે.
એન્જિનમાં નવું શું છે?
આ ક્ષણે એન્જિન વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે:
- પલ્સર 125 : 125 સીસી એન્જિન સાથે ચાલુ રહેશે
- પલ્સર 150 : 150 સીસી એન્જિનને અપડેટ મળશે
આ એન્જિનને નવા ઉત્સર્જન ધોરણો અને પ્રદર્શન અનુસાર ટ્યુન કરવામાં આવશે.
ફીચર્સમાં પલ્સર ક્લાસિક સંપૂર્ણપણે આધુનિક હશે.
નવી પલ્સર ક્લાસિકની સંભવિત વિશેષતાઓ:
- LED હેડલેમ્પ્સ અને ટેઇલ લેમ્પ્સ
- ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ક્લસ્ટર
- બ્લુટુથ કનેક્ટિવિટી
- સ્માર્ટ નોટિફિકેશન એલર્ટ
નવી બજાજ પલ્સર 2026 લોન્ચ તારીખ અને કિંમત
જો કે તાજેતરમાં પલ્સર 150 અને 220 માં એલઇડી ઇન્ડિકેટર અને નવા ગ્રાફિક્સ ઉમેરવામાં આવ્યા છે, 2026માં આવનાર અપડેટ સંપૂર્ણ જનરેશન ચેન્જ હશે.
અપેક્ષિત લોન્ચ: ઓગસ્ટ 2026 (તહેવારોની મોસમ પહેલાં)
અપેક્ષિત કિંમત (એક્સ-શોરૂમ):
- નવી પલ્સર 125: 80,000 હજાર થી 90,000 હજાર રૂપિયા
- નવી પલ્સર 150: 1.05 લાખ થી 1.15 લાખ રૂપિયા
(સ્ત્રોત: ઓટોકાર ઇન્ડિયા)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us