/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/two-wheeler-bike.jpg)
પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)
New Bike And Scooter Launches In May 2024: મે 2024 ટુ-વ્હીલર સેક્ટર માટે ખૂબ જ રોમાંચક રહેશે જેનું કારણ છે ચાલુ મહિનામાં લોન્ચ થનાર સ્કૂટર્સ અને બાઇક છે જેમા હીરો મોટોકોર્પથી લઈને બજાજ ઓટો સુધીના વાહનો સામેલ છે. મે મહિનાની શરૂઆત ઓકાયા ઇવી નવી પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઇક ફેરાટો ડિસપ્ટરથી થઇ છે. જો તમે નવું સ્કૂટર કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો વિલંબ કર્યા વગર અહીં મે મહિનામાં લોન્ચ થનારા તમામ ટૂ વ્હીલરન યાદી પર એક નજર કરો
2024 હસ્કવરના સ્વાર્ટપિલેન 250 ( Husqvarna Svartpilen 250)
આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં હસ્કવરના (Husqvarna) એ અપડેટેડ Vitpilen 250 ની સાથે ભારતમાં સંપૂર્ણપણે નવી Svartpilen 401 લોન્ચ કરી હતી. લોન્ચિંગ સમયે Husqvarna એ ખુલાસો કર્યો હતો કે, ભારતમાં સ્વીડિશ બ્રાન્ડ દ્વારા વધુ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ તાજેતરમાં જ દેશમાં અપડેટેડ Husqvarna 250 લોન્ચ લોન્ચ કર્યું છે. તે Vitpilen 250 ની જેમ જ અપડેટ્સનો સેટ પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે.
હીરો ઝૂમ 125/ઝૂમ 160 (Hero Zoom 160)
હીરો મોટોકોર્પે આ વર્ષની શરૂઆતમાં વર્લ્ડ હીરો ડે પર સ્કૂટર્સની નવી ઝૂમ રેન્જ લોન્ચ કરી હતી. જેમાં ઝુમ 125 અને ઝુમ 160નો સમાવેશ થાય છે. હીરો મે મહિનામાં કોઇ પણ સમયે બજારમાં એક અથવા બંને સ્કૂટર લોન્ચ કરી શકે છે. જ્યારે ઝૂમ 125ને તેના 125 સીસી સિબલિંગ ડેસ્ટિની સમકક્ષ રહેવાની અપેક્ષા છે. ઝૂમ 160 એક નવી ઓફર હશે, જેમાં તમામ નવા અન્ડરપિનિંગ અને પાવરટ્રેન હશે.
આ પણ વાંચો | એપ્રિલની ટોપ 10 સેલિંગ કારની યાદીમાંથી ટાટા નેક્સન આઉટ, આ કારની થઇ એન્ટ્રી, જુઓ સંપૂર્ણ યાદી
બજાજ ચેતકનું નવું વેરિઅન્ટ (Bajaj Chetak EV)
બજાજ હાલમાં ચેતકની બે ટ્રિમ ઓફર કરે છે - અર્બન અને પ્રીમિયમ. ચાકન સ્થિત બાઇક નિર્માતા ઓટો કંપની બેટરીથી ચાલતા ચેતકનું નવું વર્ઝન રજૂ કરે તેવી શક્યતા છે. તેના વિશે હજુ સુધી કોઈ વિગતો ઉપલબ્ધ નથી પરંતુ હાલની ચેતક લાઇનઅપમાંથી સહેજ અલગ ઇલેક્ટ્રિક પાવરટ્રેન મેળવવા માટે નિરીક્ષણ કરવામાં આવ્યું છે, અને તે પણ પોસાય તેવા પ્રાઇસ ટેગ સાથે આવે તેવી સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us