New KTM 160 Duke launch: બાઇક લવર્સ માટે KTM 160 ડ્યુક લોન્ચ, યામાહા MT 15 ને આપશે ટક્કર

ભારતમાં નવી KTM 160 Duke લોન્ચ થઈ: નવી કેટીએમ 160 ડ્યુક બાઇક ભારતમાં લોન્ચ છે. તેમા 160સીસી લિક્વિડ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આવે છે. કેટીએમની આ નવી બાઇકની ડિઝાઇનથી લઇને એન્જિન સ્પેસિફિકેશન સુધીની દરેક મહત્વની વિગત જાણો

Written by Ajay Saroya
August 12, 2025 12:36 IST
New KTM 160 Duke launch: બાઇક લવર્સ માટે KTM 160 ડ્યુક લોન્ચ, યામાહા MT 15 ને આપશે ટક્કર
New KTM 160 Duke India Launch and price : નવી કેટીએમ 160 ડ્યુક બાઇકમાં 160સીસી લિક્વિડ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આવે છે. (Photo: @India_KTM)

New KTM 160 Duke India Launch Price: કેટીએમ બાઇકના શોખીનો માટે એક મોટા સમાચાર છે. નવી અપડેટેડ કેટીએમ બાઇક ભારતમાં લોન્ચ થઇ છે. કેટીએમે પોતાની અપકમિંગ મોટરસાઇકલનું ટીઝર રિલીઝ કર્યાના થોડા દિવસ બાદ જ ઓસ્ટ્રેલિયન કંપનીએ ભારતમાં નવી 160 ડ્યુક લોન્ચ કરી છે, જેની કિંમત 1.85 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. નવી કેટીએમ ડ્યુક 160ના લોન્ચિંગ સાથે જ કેટીએમએ યામાહાના દબદબાવાળા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આવો જાણીએ કેટીએમની આ નવી બાઇકની ડિઝાઇનથી લઇને એન્જિન સ્પેસિફિકેશન સુધીની દરેક મહત્વની વિગત.

નવી KTM 160 ડ્યુક બાઇકમાં શું નવું છે?

નવી કેટીએમ 160 ડ્યુક બાઇકમાં ટ્રેલિસ ફ્રેમ છે અને તેની ડિઝાઇન મોટા ડ્યુક 200 જેવી જ છે. તેમાં મોટરસાયકલના સ્પોર્ટી લુકને વધારવા માટે આક્રમક ટેન્ક કવર આપવામાં આવ્યા છે. હાલમાં નવી 160 ડ્યુક ઇલેક્ટ્રોનિક ઓરેન્જ, એટલાન્ટિક બ્લુ અને સિલ્વર મેટાલિક મેટે કલર્સમાં ઉપલબ્ધ છે.

આ મોટરસાઈકલનું બુકિંગ અધિકૃત કેટીએમ ડીલરશીપ અને ઓનલાઈન દ્વારા શરૂ થઈ ગયું છે, જ્યારે કેટીએમએ મોટરસાઈકલ મોકલવાનું શરૂ કરી દીધું છે, એટલે કે ડિલિવરી ટૂંક સમયમાં જ શરૂ થશે. અને હા, ટૂંક સમયમાં જ RC160 પણ લોન્ચ થશે.

નવી KTM 160 ડ્યુક બાઇકના હાર્ડવેર અને સ્પેસિફિકેશન્સ

તમામ ડ્યુક્સની જેમ નવી કેટીએમ 160 ડ્યુકમાં આગળના ભાગમાં યુએસડી ફોર્ક્સ, પાછળની તરફ મોનોશોક સસ્પેન્શન, લાઇટવેઇટ એલોય વ્હીલ્સ, 17 ઇંચના વ્હીલ્સ, બંને બાજુ ડિસ્ક બ્રેક્સ, ડ્યુઅલ ચેનલ એબીએસ અને 5 ઇંચના એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યા છે.

Nes KTM 160 Duke બાઇક એન્જિન સ્પેસિફિકેશન્સ અને હરિફ

નવી કેટીએમ 160 ડ્યુકમાં 160સીસી લિક્વિડ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ એન્જિન 19 બીએચપી અને 16 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. કેટીએમ 160 ડ્યુકમાં ક્વિકશિફ્ટર ઓફર કરતું નથી, જે 250 ડ્યુક અને 390 ડ્યુકમાં સ્ટાન્ડર્ડ છે.

નવી કેટીએમ 160 ડ્યુક યામાહા એમટી15 બાઇકને ટક્કર આપશે, જેની કિંમત 1.69 લાખ રૂપિયા, એક્સ-શોરૂમ છે. યામાહા એમટી 15માં સમાન લિક્વિડ-કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે અને તે 18 બીએચપી અને 14 એનએમ ટોર્ક જનરેટ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ