/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Maruti-Suzuki-Dzire-2024.jpg)
New Maruti Suzuki Dzire 2024 Launch Date: મારુતિ સુઝુકીએ સત્તાવાર જાહેરાત કરી છે કે નવી જનરેશનની ડિઝાયર લોન્ચ કરવામાં આવશે
New Maruti Suzuki Dzire 2024 Launch Date: મારુતિ સુઝુકીએ સત્તાવાર જાહેરાત કરી છે કે નવી જનરેશનની ડિઝાયર 11 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. ડિઝાયર ભારતીય બજારમાં તમામ સેગમેન્ટમાં સૌથી સફળ સેડાન છે અને તેની સ્પર્ધા હ્યુન્ડાઇ ઓરા, ટાટા ટિગોર અને આગામી હોન્ડા અમેઝ સાથે થશે. જો તમે પણ નવી મારુતિ ડિઝાયરના લોન્ચિંગની રાહ જોઇ રહ્યા છો તો અહીં જાણો આ સેડાન વિશેની તમામ વિગતો, જે અત્યાર સુધી સામે આવી ચૂકી છે.
નવી મારુતિ સુઝુકી ડિઝાયર 2024 ડિઝાઇન
ડિઝાયર સ્વિફ્ટ જેવી ન લાગે તે માટે મારુતિ સુઝુકી દિવસ-રાત કામ કરી રહી છે. સેડાન હજી પણ તેના હેચબેક સિબલિંગ પર આધારિત છે. પરંતુ કંપની ઇચ્છે છે કે તે અલગ રહે, પ્રીમિયમ હોય અને તેની પોતાની ઓળખ હોય.
જાસૂસી તસવીરો દર્શાવે છે કે ડિઝાયરને નવું સ્વરુપ આપવામાં આવ્યું છે, તેની હનીકોમ્બ ગ્રિલને એક નવી ડિઝાઇન સાથે બદલવામાં આવી છે જેમાં ઓડીના વિશિષ્ટ સૌંદર્યની યાદ અપાવતા બોલ્ડ હોરિઝોન્ટલ સ્લેટ્સ છે. ડિઝાયર પોતાના સ્વીટ, ગર્લ-નેક્સ્ટ-ડોર લૂકથી વિકસિત થઇને વધારે મુખર સ્ટ્રીટ પ્રેજેંસમાં બદલી ગઇ છે. જેની વિશેષતા આકર્ષક કેરેક્ટર લાઇનોથી સજેલી મસ્કુલર બોનેટ છે.
મારુતિ સુઝુકીએ લાઇટિંગમાં પણ ફેરફાર કર્યો છે, જેમાં નવા ડિઝાઇન કરેલા ફ્રન્ટ બમ્પરમાં શાર્પ નવા કોણીય એલઇડી હેડલેમ્પ્સ અને એલઇડી ફોગ લેમ્પ્સ ઉમેરવામાં આવ્યા છે. સાઇડ પ્રોફાઇલમાં અગ્રણી શોલ્ડર લાઇન, સ્ટાઇલિશ મેટલ-ફિનિશ્ડ વિન્ડોસિલ અને આકર્ષક ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ નો સમાવેશ થાય છે. પાછળની બાજુએ ડિઝાઇનને સ્લીક એલઇડી ટેઇલ લેમ્પ્સ અને તેની ઉપર સ્થિત પાતળી મેટેલિક સ્ટ્રીપ દ્વારા વધારવામાં આવે છે.
આ પણ વાંચો - Oppo Find X8, Find X8 Pro સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા, 16GB સુધીની રેમ અને 1TB સ્ટોરેજ, જાણો ફીચર્સ
મારુતિ સુઝુકી ડિઝાયર 2024 ઇન્ટિરિયર અને ફીચર્સ
મારુતિ સુઝુકીએ ડિઝાયરને ઘણા બધા ફીચર્સ સાથે નોંધપાત્ર અપગ્રેડ આપ્યું છે. તાજેતરની એક સ્પાઇ ઇમેજમાં ખુલાસો થયો છે કે નવી ડિઝાયરમાં સિંગલ-પેનલ સનરૂફનો સમાવેશ કરવામાં આવશે, જે સેગમેન્ટમાં પ્રથમ હશે. સ્વિફ્ટની ઓફરથી પ્રેરિત આ અપડેટેડ ડિઝાયરમાં 9 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, 360 ડિગ્રી કેમેરા અને મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સાથે એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હોવાની અપેક્ષા છે.
સલામતીની દ્રષ્ટિએ, ડિઝાયરને છ એરબેગ, હિલ-હોલ્ડ આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઇએસપી), રિવર્સ પાર્કિંગ કેમેરા અને એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) અને ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (ઇબીડી) જેવી સુવિધાઓ સામેલ છે.
મારુતિ સુઝુકી ડિઝાયર 2024 એન્જિન સ્પેસિફિકેશન્સ
નવી ડિઝાયરમાં સ્વિફ્ટથી લેવામાં આવેલ 1.2-લિટર ત્રણ-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનથી સંચાલિત હશે જે 80 બીએચપી અને 111.7 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તે બે ટ્રાન્સમિશન વિકલ્પો સાથે ઉપલબ્ધ થશે. 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ એએમટી. આ ઉપરાંત મારુતિ સુઝુકી ડિઝાયરનું સીએનજી વેરિઅન્ટ પણ લોન્ચ કરવા માગે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us