New Rent Agreement 2025: નવા રેન્ટ એગ્રીમેન્ટ 2025 નિયમ જાહેર , મકાન માલિક અને ભાડુઆત જરૂર વાંચે, નિયમ ભંગ બદલ ₹ 5000 દંડ

New Rent Agreement 2025 : કેન્દ્ર સરકારે નવા રેન્ટ એગ્રીમેન્ટ 2025 લાગુ કર્યા છે. હવે મકાન કે ઓફિસ ભાડે આપવાની કિસ્સામાં બે મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. હવે મકાન માલિકની મનમાની નહીં ચાલે અને ભાડુઆત પણ જવાબદાર રહેશે.

Written by Ajay Saroya
November 21, 2025 11:24 IST
New Rent Agreement 2025: નવા રેન્ટ એગ્રીમેન્ટ 2025 નિયમ જાહેર , મકાન માલિક અને ભાડુઆત જરૂર વાંચે, નિયમ ભંગ બદલ ₹ 5000 દંડ
New Rent Agreement 2025 : નવા રેન્ટ એગ્રીમેન્ટ 2025 નિયમ જાહેર થયા છે. (Photo: Freepik)

New Rent Agreement 2025 : રેન્ટ એગ્રીમેન્ટ ઘર કે ઓફિસ આપતી વખત કરવામાં આવતા કરાર છે. કેન્દ્ર સરકારે મકાન માલિક અને ભાડુઆતની સુરક્ષાને ધ્યાનમાં રાખી નવા રેન્ટ એગ્રીમેન્ટ નિયમ લાગુ કર્યા છે. ભારતમાં ઝડપથી વધી રહેલા રેન્ટલ માર્કેટમાં પારદર્શિતા તેમજ મકાન માલિક અને ભાડુઆતના હિતોનું રક્ષણ કરવા માટે New Rent Agreement 2025 રજૂ કર્યા છે. જેમા મકાન કે ઓફિસ ભાડે આપવા માટે એડવાન્સ ભાડા થી લઇ ખાલી કરવા માટે એડવાન્સ નોટિસ સુધીના નિયમો જાહેર કર્યા છે.

નિયમ ભંગ કર્યો તો 5000 રૂપિયાનો દંડ

નવા રેન્ટ એગ્રીમન્ટ રૂલ્સ 2025 મુજબ જો નિર્ધારિત સમય મર્યાદામાં રેન્ટ એગ્રીમેન્ટ રજિસ્ટર ન કરો તો 5000 રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. રજિસ્ટ્રેસન કરવાથી ભાડુઆતને કાયદાકીય સુરક્ષા મળે છે અને કોઇ પણ મકાન માલિક મનમાની કરી શકશે નહીં. આ રજિસ્ટ્રેશન બે તરીકે થશે (1) રાજ્યની ઓનલાઇન પ્રોપર્ટી રજિસ્ટ્રેશન વેબસાઇટ પર (2) નજીકની રજિસ્ટ્રાર ઓફિસમાં રૂબરૂ જઇને કરાવી શકાય છે. નવા ભાડા કરાર નિયમ 2025 મકાન માલિક અને ભાડુઆત બંનેને જવાબદાર બનાવે છે, જેથી ભવિષ્યમાં કોઇ વિવાદ થાય નહીં.

ડિપોઝિટ પેટે આટલું જ એડવાન્સ ભાડું માંગી શકાશે

નવા રેન્ટ એગ્રીમેન્ટ 2025માં ભાડુઆતને મોટી રાહત આપી છે. રહેણાંક વિસ્તારમાં મકાન માલિક હવે ભાડુઆત પાસેથી માત્ર 2 મહિનાનું એડવાન્સ ભાડુ ડિપોઝિટ તરીકે લઇ શકે છે. બેંગ્લોર જેવા શહેરોમાં મકાન માલિકો 3 થી 5 મહિનાનું ભાડું એડવાન્સમાં લેતા હતા, જેના કારણે ભાડુઆત પર નાણાકીય દબાણ વધી જાય છે. તો ઓફિસ કે દુકાન જેવી કોમર્શિયલ પ્રોપર્ટી માટે 6 મહિનાનું એડવાન્સ ભાડું લેતા હતા. નવા ભાડા કરાર 2025 નિયમ મુજબ ડિપોઝિટ પેટે 2 મહિનાના એડવાન્સ ભાડાના નિયમથી ભાડુઆતને મોટી રાહત મળી છે.

મકાન ખાલી કરવા માટે એડવાન્સ નોટિસ આપવી

મકાન માલિકે ઘર ખાલી કરવા માટે ભાડુઆતને એડવાન્સ નોટિસ આપવી પડશે. મકાન માલિક યોગ્ય પ્રક્રિયા વગર ભાડૂઆતને ઘર માંથી રાતોરાત બેદખલ કરી શકશે નહીં.

મકાન માલિક અને ભાડુઆત વિવાદ માટે ખાસ અદાલત

નવા રેન્ટ એગ્રીમેન્ટ 2025 મુજબ મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદના ઝડપી નિકાલ માટે સ્પેશ્યિલ રેન્ટ કોર્ટ્સ અને ટ્રિબ્યુનલ બનશે. જેમા 60 દિવસની અંદર વિવાદનું સમાધાન કરવામાં આવશે. જો ભાડુઆત 3 મહિના કે તેનાથી વધારે સમય સુધી ભાડુ ન આપે તો આ મામલો તરત જ રેન્ટ ટ્રિબ્યૂનલમાં મોકલી શકાય છે.

મકાન માલિકને ટેક્સમાં પણ રાહત

નવા રેન્ટ એગ્રીમેન્ટ રૂલ્સ 2025માં મકાન માલિકોને ટેક્સ મામલે મોટી રાહત આપી છે. TDS મુક્તિ જે અગાઉ 2.4 લાખ રૂપિયા વાર્ષિક હતી, જે હવે વધારીને 6 લાખ રૂપિયા વાર્ષિક કરવામાં આવી છે. એટલે કે મકાન ભાડે પેટે 6 લાખ રૂપિયા સુધીની આવક પર ટીડીએસ ચૂકવવો પડશે નહીં. મકાન ભાડા માંથી થતી આવકને હવે સીધી Income Form Housing Property માં ગણવામાં આવશે.

રેન્ટ એગ્રીમેન્ટ કેવી રીતે રજિસ્ટર કરવું?

  • તમારા રાજ્યની પ્રોપ્રટી રજિસ્ટ્રેસન વેબસાઇટ પર જાઓ
  • મકાન માલિક અને ભાડુઆતના ID પ્રુફ અપલોડ કરો
  • ભાડું અને શરતોની વિગત દાખલ કરો
  • ઇ સાઇન કરીને સબમિટ કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ