Rules Change: જાન્યુઆરી 2025 થી એલપીજી સિલિન્ડર સહિત બદલાશે 5 નિયમ, તમારા ખિસ્સાને થશે સીધી અસર

New Rules Change From January 2025: 1 જાન્યુઆરી 2025 થી એલપીજી સિલિન્ડર, કારની કિંમત સહિત ઘણા નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર તમારી બચત અને રોકાણ પર થશે. ચાલો જાણીયે વર્ષ 2025ની શરૂઆતથી ક્યા ક્યા નિયમ ફેરફાર થઇ રહ્યા છે.

New Rules Change From January 2025: 1 જાન્યુઆરી 2025 થી એલપીજી સિલિન્ડર, કારની કિંમત સહિત ઘણા નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર તમારી બચત અને રોકાણ પર થશે. ચાલો જાણીયે વર્ષ 2025ની શરૂઆતથી ક્યા ક્યા નિયમ ફેરફાર થઇ રહ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Rules Change From January 2025 | LPG

New Rules Change From January 2025: 1 જાન્યુઆી 2025 થી એલપીજી સિલિન્ડર થી આધાર કાર્ડ અપડેટ સહિત ઘણા નિયમો બદલાઇ રહ્યા છે. (Express Photo/ Freepik)

Rule Change 1 January 2025: વર્ષ 2025 શરૂ થવાની સાથે જ ઘણા નવા નિયમ લાગુ થશે અને હાલના નિયમોમાં ફેરફાર થશે. નિયમોમાં ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર થાય છે. એલપીજી સિલિન્ડર અને કારની કિંમતમાં ફેરફાર તેમજ પેન્શન અને આધાર કાર્ડ અપડેટ સંબંધિત નવા નિયમમાં ફેરફાર થશે. ચાલો જાણીયે 1 જાન્યુઆરી, 2025થી ક્યા ક્યા નિયમ ફેરફાર થઇ રહ્યા છે.

Advertisment

LPG Cylinder Price : એલપીજી સિલિન્ડરની કિંમત

દર મહિનાની 1 તારીખે ઓઇલ ગેસ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે. તેથી 1 તારીખે રાંધણગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઇ શકે છે. અલબત્ત છેલ્લા ઘણા સમયથી ઘરગથ્થુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર છે પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સતત વધી રહી છે. અમદાવાદમાં ઘરગથ્થુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે.

LPG Gas Cylinder Price | LPG Gas Cylinder Rate | Cooking Gas Cylinder Price
LPG Gas Cylinder Price: ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે. (Representational Image)

Car Price Hike : કાર બાઈક ખરીદવી મોંઘી થઇ

જાન્યુઆરી 2025થી નવી કાર કે બાઈક ખરીદવી મોંઘી પડશે. ઘણી ઓટો કંપનીઓ દ્વારા કાર અને મોટરસાઈકલની કિંમત વધારવામાં આવી છે. તેથી જો તમે નવા વર્ષે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી મનપસંદ કાર ખરીદવા માટે તમારે વધારે પૈસા ચૂકવવા પડશે.

Advertisment

પેન્શન ઉપાડમાં ફેરફાર

1 જાન્યુઆરી 2025 થી ઇપીએફઓ પેન્શન ઉપાડના નિયમમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. નિયમ ફેરફારનો હેતુ પેન્શન ઉપાડને સરળ બનાવવાનો છે. ઇપીએફઓ હવે બેંક એટીએમ માંથી પેન્શન ઉપાડી શકાય તેવી સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ATM માંથી પેન્શન કેવી રીતે ઉપાડી શકાશે તેના સંપૂર્ણ સમાચાર અહીં વાંચો

UPI 123Pay પેમેન્ટ લિમિટ વધી

આરબીઆઈ દ્વાર યુપીઆઈ 123Pay પેમેન્ટ લિમિટ વધારીને બમણી કરવામાં આવી છે. આથી ઓનલાઈન પેમેન્ટ કરનારને રાહત મળશે. યુપીઆઈ 123Pay લિમિટ 5000 રૂપિયાથી વધારીને બમણી 10000 રૂપિયા કરવામાં આવી છે. નવી યુપીઆઈ 123Pay લિમિટ નિયમ 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે.

RBI | RBI Governor Shaktikanta Das | RBI Hike UPI Transaction Limit For Tax Payment | RBI | UPI Transaction Limit | UPI Payment | UPI | RBI MPC | RBI Monetary Policy
RBI Hike UPI Transaction Limit: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ટેક્સ પેમેન્ટ માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છે.

આધાર કાર્ડ અપડેટ માટે ડેડલાઇન

આધાર કાર્ડ અપડેટ કરવા માટે ડેડલાઇન ફરી લંબાવાઇ છે. તમે આધાર કાર્ડમાં નામ, સરનામું વગેરે 14 જાન્યુઆરી 2025 સુધી ફ્રીમાં સુધારો કરાવી શકો છો. આધારકાર્ડમાં અપડેટ માટે કોઇ ચાર્જ ચૂકવવો પડશે નહીં. અગાઉ આધાર કાર્ડ ફ્રી અપડેટ કરવાની છેલ્લા તારીખ 14 ડિસેમ્બર હતી, જે UIDAI દ્વારા 14 જાન્યુઆરી, 2025 સુધી લંબાવાઇ છે. આ ડેડલાઇન સમાપ્ત થયા બાદ આધાર કાર્ડમાં નામ, સરનામું સુધારવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે.

કૂકિંગ ગેસ બિઝનેસ Investment