New Rules November 2025: આધાર અપડેટ થી લઇ એલપીજી, બેંક એકાઉન્ટ; આ 5 નિયમ 1 નવેમ્બરથી બદલાશે, તમને સીધી અસર થશે

New Rules Changes November 2025 : 1 નવેમ્બર, 2025થી દેશમાં ઘણા મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી શકે છે.

Written by Ajay Saroya
Updated : October 29, 2025 10:50 IST
New Rules November 2025: આધાર અપડેટ થી લઇ એલપીજી, બેંક એકાઉન્ટ; આ 5 નિયમ 1 નવેમ્બરથી બદલાશે, તમને સીધી અસર થશે
New Rules Changes November 2025 : 1 નવેમ્બર 2025થી લાગુ થનાર નવા નિયમ ફેરફાર. (Photo: Freepik)

New Rules Changes From 1 November 2025 : 1 નવેમ્બર, 2025થી દેશભરમાં ઘણા મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી શકે છે. આ ફેરફારોમાં ક્રેડિટ કાર્ડ, બેંક એકાઉન્ટ, આધાર અપડેટ થી લઈને એલપીજી સુધીના નિયમોમાં ફેરફાર શામેલ છે. ચાલો જાણીએ કે 1 નવેમ્બરથી કયા ફેરફારો થવા જઈ રહ્યા છે…

Aadhaar Update Rules : આધાર અપડેટ નિયમમાં ફેરફાર

યુઆઈડીએઆઈએ આધાર કાર્ડ અપડેટ સંબંધિત પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી દીધી છે. હવે તમારે નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઇલ નંબર જેવી માહિતી અપડેટ કરવા માટે આધાર સેન્ટરની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. તમે આ ઓનલાઇન કરી શકશો અને તમારે તમારી બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે જ ફક્ત આધાર કેન્દ્ર પર જવાની જરૂર પડશે.

યુઆઈડીએઆઈ આપમેળે સરકારી ડેટાબેઝ જેવા કે રેશનકાર્ડ, મનરેગા, પાન, પાસપોર્ટ અને શાળાના રેકોર્ડ્સમાંથી તમારી માહિતીની ચકાસણી કરશે. આનો અર્થ એ છે કે હવે દસ્તાવેજો અપલોડ કરવાની મુશ્કેલી સમાપ્ત થઈ જશે.

Bank Account Nominee Rules : બેંકિંગ નિયમમાં ફેરફાર

1 નવેમ્બરથી બેંકિંગ સિસ્ટમમાં પણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. ગ્રાહકો હવે તેમના બેંક ખાતા, લોકર અને સલામત કસ્ટડી માટે એક નહીં, પરંતુ ચાર વ્યક્તિના નામ નોમિનેશનમાં દાખલ કરી શકશે. બેંક ખાતાધારક એ પણ નક્કી કરી શકશે કે કયા નોમિનીને કેટલો હિસ્સો મળશે. વધુ જાણવા અહીં ક્લિક કરો

LPG, CNG, PNG Price : એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર

એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. દર મહિનાની જેમ 1 નવેમ્બરે પણ તેની સમીક્ષા કરવામાં આવશે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના ભાવના આધારે આ દરોમાં ફેરફાર કરે છે. આ વખતે પણ ગેસના ભાવમાં વધારો અથવા રાહત બંનેની સંભાવના છે.

SBI Credit Card Charges : એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ચાર્જમાં ફેરફાર

૧ નવેમ્બરથી સિક્યોર્ડ કાર્ડ પર 3.75 ટકા ચાર્જ વસૂલવામાં આવશે. જો તમે થર્ડ પાર્ટી એપ્સ દ્વારા સ્કૂલ અથવા કોલેજની ફી ચૂકવો છો, તો તેના પર 1% વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

જો કે, જો તમે શાળાની સત્તાવાર વેબસાઇટ અથવા તેના પીઓએસ મશીન પરથી પેમેન્ટ કરો છો, તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં, ઉપરાંત 1,000 રૂપિયાથી વધુનું વોલેટ લોડ કરવા માટે 1 ટકા ફી અને કાર્ડ દ્વારા ચેક પેમેન્ટ કરવા માટે 200 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.

આ પણ વાંચો | PF ખાતાધારકો માટે ખુશખબર, લગ્ન અને શિક્ષણ માટે પીએફ ઉપાડવાની મર્યાદા વધી, જાણો નવા EPF નિયમ

Mutual Funds Rules : મ્યુચ્યુઅલ ફંડ રોકાણને લગતા નવા નિયમો

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ પારદર્શિતા વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણને લગતા નવા નિયમો લાગુ કર્યા છે. જો એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) અધિકારી, કર્મચારી અથવા તેમના પરિવારના સભ્ય હવે 15 લાખ રૂપિયાથી વધુની લેવડ-દેવડ કરે છે, તો કંપનીએ આ માહિતી તેના કમ્પ્લાયન્સ ઓફિસરને આપવી પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ