New Rules 2025: નવા વર્ષમાં આ નિયમ ફેરફાર રોકાણ બચત પર અસર કરશે; UPI, ક્રેડિટ કાર્ડથી લઇ FD સહિત જાણો શું બદલાશે

Money Matters in 2025: નવા વર્ષ 2025 શરૂ થવાની સાથે જ ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે. તેમા યુપીઆઈ લિમિટ, ક્રેડિટ કાર્ડ થી લઇ ઇપીએફઓ મેમ્બર માટે નવી સુવિધા શરૂ થઇ રહી છે. આ નવા નિયમ અને ફેરફાર તમને જાણ હોવી જરૂરી છે.

Money Matters in 2025: નવા વર્ષ 2025 શરૂ થવાની સાથે જ ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે. તેમા યુપીઆઈ લિમિટ, ક્રેડિટ કાર્ડ થી લઇ ઇપીએફઓ મેમ્બર માટે નવી સુવિધા શરૂ થઇ રહી છે. આ નવા નિયમ અને ફેરફાર તમને જાણ હોવી જરૂરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Personal Finance Tips | New Rule Changes

New Rule Changes From 2025: નવા વર્ષ 2025 શરૂ થવાની સાથે ઘણા નવા નિયમ લાગુ થશે અને ફેરફાર થવાના છે. (Photo: Freepik)

Major Changes in 2025, UPI, FD, IT, Credit Card Lounge Access: નવા વર્ 2025 શરૂ થવાની સાથે જ ઘણા મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે, જે તમારી બચત, રોકાણ અને નાણાકીય આયોજનને અસર કરી શકે છે. આ ફેરફારોમાં UPI, ક્રેડિટ કાર્ડ, ફિક્સ્ડ ડિપોઝિટ અને આવકવેરા સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. જો તમે તમારા નાણાકીય આયોજનને વ્યવસ્થિત રાખવા માંગો છો, તો તમારા માટે આ અપડેટ્સ વિશે જાણવું મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ 2025 ના કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અને તેની અસર વિશે.

Advertisment

UPI 123Pay ટ્રાન્ઝેક્શન મર્યાદા વધી

2025 ની શરૂઆત UPI 123Pay યુઝર્સ માટે એક સારા સમાચાર લઈને આવી રહી છે . નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI 123Pay ની ટ્રાન્ઝેક્શન મર્યાદા 5000 થી વધારીને 10000 રૂપિયા કરી છે. આ ફેરફાર 1 જાન્યુઆરી, 2025થી સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ ફીચર ફોનનો ઉપયોગ કરે છે અને જેમની પાસે મર્યાદિત ઇન્ટરનેટ એક્સેસ છે.

RuPay ક્રેડિટ કાર્ડ ધારકો માટે મફત લાઉન્જ ઍક્સેસ

RuPay ક્રેડિટ કાર્ડ ધારકોને 1 જાન્યુઆરી, 2025થી એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મળશે, પરંતુ આ સુવિધા તેમના ખર્ચના સ્તર પર નિર્ભર રહેશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ આ નવો નિયમ જારી કર્યો છે. હવે મુસાફરોને મુસાફરી દરમિયાન વધુ સારો અનુભવ મળશે, ખાસ કરીને એવા કાર્ડધારકો કે જેઓ વારંવાર હવાઈ મુસાફરી કરે છે.

NBFCની FD સંબંધિત નિયમમાં ફેરફાર

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) અને હોમ ફાઇનાન્સ કંપનીઓ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારોમાં FDમાં જમા કરાયેલા નાણાં સમય પહેલા ઉપાડવા, નોમિનેશન પ્રક્રિયા અને સામાન્ય લોકો પાસેથી ડિપોઝિટ સ્વીકારવા સંબંધિત નિયમોમાં સુધારાનો સમાવેશ થાય છે. નવી માર્ગદર્શિકા 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. રોકાણકારોને વધુ સુવિધા, સુરક્ષા અને પારદર્શિતા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે આ ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે.

Advertisment

ATM માંથી પીએફના પૈસા ઉપાડી શકાશે

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) 2025માં મહત્વની સુવિધા શરૂ કે તેવી શક્યતા છે, જે નવા વર્ષમાં લાગુ થવાની ધારણા છે. શ્રમ મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ થોડા સમય પહેલા આપેલા નિવેદન મુજબ, EPF ખાતાધારકોને ટૂંક સમયમાં જ એટીએમ માંથી પીએફના પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. સચિવના જણાવ્યા અનુસાર, શ્રમ મંત્રાલય તેના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરી રહ્યું છે, જેથી ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવી શકાય. જો કે એટીએમ દ્વારા EPF ખાતામાં જમા નાણાં ઉપાડવાની નવી સુવિધા ક્યારે લાગુ કરવામાં આવશે તેની કોઈ નિશ્ચિત સમયમર્યાદા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, તે મે અથવા જૂન 2025 સુધીમાં લાગુ થવાની સંભાવના છે.

આવકવેરાના નિયમમાં ફેરફાર

2024-25ના બજેટમાં કરવામાં આવેલા આવકવેરાને લગતા મોટાભાગના ફેરફારો ચાલુ નાણાકીય વર્ષમાં લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ આ ફેરફારોની સીધી અસર કર કપાત અને મુક્તિ પર પડશે જે તમે 2025 માં તમારું આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. કરદાતાઓ માટે તેમના ટેક્સ પ્લાનિંગ કરતી વખતે આ નવા નિયમોને ધ્યાનમાં રાખવું ફાયદાકારક રહેશે.

નવા વર્ષના આ નાણાકીય ફેરફારો ફક્ત તમારી રોજિંદી નાણાકીય પ્રવૃત્તિઓને જ નહીં, પરંતુ તમારા નાણાકીય આયોજન અને રોકાણ વ્યૂહરચનાને પણ અસર કરશે. UPI ટ્રાન્ઝેક્શનની વધેલી મર્યાદા વ્યવહારોને સરળ બનાવશે, જ્યારે RuPay કાર્ડધારકોને મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળશે. EPFOની નવી સુવિધા અને NBFCની FD સંબંધિત નિયમો લોકોના નાણાકીય જીવનને વધુ સારું અને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરશે.

બિઝનેસ Investment