New Rules Changes 2026: 8મું વેતન પંચ થી લઇ CNG ગેસ સુધી, વર્ષ 2026 થી બદલાશે આ 10 નિયમ

New Rules From January 2026 in Gujarati: વર્ષ 2026ની શરૂઆત સાથે ઘણા મહત્વપૂર્ણ ફેરફાર થવાના છે, જેની દરેક વ્યક્તિના બચત, ખર્ચ પર અસર થશે. ચાલો જાણીયે નવા વર્ષ 2026માં ક્યા 10 મહત્વપૂર્ણ નિયમ લાગુ થઇ રહ્યા છે.

New Rules From January 2026 in Gujarati: વર્ષ 2026ની શરૂઆત સાથે ઘણા મહત્વપૂર્ણ ફેરફાર થવાના છે, જેની દરેક વ્યક્તિના બચત, ખર્ચ પર અસર થશે. ચાલો જાણીયે નવા વર્ષ 2026માં ક્યા 10 મહત્વપૂર્ણ નિયમ લાગુ થઇ રહ્યા છે.

author-image
Ajay Saroya
New Update
1st january 2026 New Rules in Gujarati

New Rules And Changes Coming Into Effect From January 2026 : જાન્યુઆરી 2026 થી નવા નિયમ અને ફેરફાર લાગુ થવાના છે. Photograph: (IE Gujarati)

New Rules From January 1, 2026 : વર્ષ 2026 સાથે માત્ર કેલેન્ડર જ નહીં પણ ઘણા મહત્વપૂર્ણ નિયમ પણ બદલાઇ રહ્યા છે. આ નિયમ ફેરફાર દરેક વ્યક્તિની બચત, ખર્ચ પર સીધી અસર કરશે. જાન્યુઆરી 2026થી બેંક, પગાર, ડિજિટલ પેમેન્ટ, પેટ્રોલ ડીઝલના ભાવ, પાન આધાર કાર્ડ લિંક અને ક્રેડિટ સ્કોર સહિત ઘણી બાબતોના નિયમ બદલાઇ રહ્યા છે. ચાલો જાણીયે નવા વર્ષ 2026ની શરૂઆત સાથે ક્યા ક્યા 10 મહત્વપૂર્ણ ફેરફાર થઇ રહ્યા છે.  

Advertisment

લોન સસ્તી થશે, બચત દર બદલાશે

નવા વર્ષની શરૂઆત સાથે ઘણી બેંકોએ વ્યાજદરમાં ઘટાડા સાથે લોન સસ્તી કરવાના સંકેત આપ્યા છે. વ્યાજદર ઘટવાથી હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સસ્તી થશે. બીજી બાજુ નાની બચત યોજનાના વ્યાજદરમાં ફેરફાર થવાના છે. નોંધનિય છે કે, સરકાર પ્રત્યેક ત્રિમાસિક ધોરણે નાની બચત યોજનાના વ્યાજદરમાં ફેરફાર કરે છે.

8મું વેતન પંચ

સરકારી કર્મચારીઓને વર્ષ 2026માં મોટી ખુશખબર મળી શકે છે. 1 જાન્યુઆરી 2026 થી 8મું પગાર પંચ થવાની સંભાવના છે. તેનાથી સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં નોંધપાત્ર વધારો થશે. 8મું વેતન પંચમાં કેટલો પગાર વધશે તે હાલ નિર્ધારિત નથી. પરંતુ પ્રાથમિક આંકડા મુજબ 20 થી 30 ટકા સુધી પગાર વધી શકે છે.

PAN આધાર કાર્ડ લિંક 

1 જાન્યુઆરી 2026 થી PAN કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું મોટાભાગના બેંક અને સરકાર સુવિધાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. લિંક ન હોવાની સ્થિતિમાં બેંકિંગ કામકાજ, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ, લોન મેળવવી અને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડશે.

Advertisment

ક્રેડિટ સ્કોર દરે અઠવાડિયે અપડેટ થશે

હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે, જે અગાઉ દર 15 દિવસે અપડેટ કરવામાં આવતું હતું. તેનાથી સમયસર લોન ચૂકવણી કરનારને વધુ ફાયદો થશે અને લોન મંજૂરી પ્રક્રિયા વધુ સટીક બનશે.

CNG – PNG સસ્તા થવા સંભવ

યુનિફાઇડ ટેરિફ સિસ્ટમમાં ફેરફારની અસર ગેસની કિંમતો પર જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ સીએનજી 1.25 થી અઢી રૂપિયા પ્રતિ કિલો સુધી સસ્તો થઇ શકે છે. તો પીએનજીના ભાવ 0.90 થી 1.80 રૂપિયા પ્રતિ SCM સુધી ઘટી શકે છે. સીએનજી અને પીએનજી ના ભાવ ઘટતા વાહન ચલાકો અને ઘરેલુ ગેસ વપરાશકારોને ફાયદો થશે.

UPI અને ડિજિટલ પેમેન્ટના નિયમ કડક થશે

ઓનલાઇન છેતરપિંડી પર લગામ કસવા માટે યુપીઆઈ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમ કડક થશે. SIM વેરિફિકેશન અને ડિજિટલ આઇડેન્ટિફિકેશન પર વધુ ભાર મૂકવામાં આવશે, જેનાથી સાયબર ફ્રોડની ઘટના ઘટાડી શકાય.

સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ઉંમર નક્કી થશે

મીડિયા રિપોર્ટ માટે ભારત સરકાર હવે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ઓછામાં ઓછી 16 વર્ષની વય મર્યાદા નક્કી કરી શકે છે. એજ વેરિફિકેશન, પેરેન્ટલ કન્ટ્રોલ જેવા ફીચર્સ ફરજિયાત થઇ શકે છે, જેનાથી બાળકોની ઓનલાઇન પ્લેટફોર્મ પર સુક્ષાત વધશે.

પેટ્રોલ ડીઝલ સંચાલિત વાહનો પર નવા પ્રતિબંધો

પ્રદૂષણ નિયંત્રણ માટે મોટા શહેરમાં જુના કે કોમર્શિયલ પેટ્રોલ ડીઝલ વાહનો પર કડક નિયમો લાગુ થઇ શકે છે, તેની અસર કેબ, ડિલિવરી અને લોજિસ્ટ્રિક અને ટ્રાવેલ્સ બસ સેવા પર થઇ શકે છે.

સરકાર લાભ માટે યુનિક કિસાન ID જરૂરી

પીએમ કિસાન જેવી સરકારી યોજનાનો લાભ લેવા માટે ઘણા રાજ્યો યુનિક કિસાન આઈડી ફરજિયાત બની શકે છે. પાક વીમા યોજનાના નિયમમાં પણ ફેરફાર સંભવ છે. જંગલી પ્રાણીઓથી કૃષિ પાકને નુકસાનના કિસ્સામાં વળતરની કામગીરી ઝડપી બનશે.

LPG, ઇંધણ અને કરવેરાના નિયમમાં ફેરફાર 

દર મહિનાની જેમ 1 જાન્યુઆરીથી એલપીસી સિલિન્ડર, કોમર્શિયલ ગેસ, વિમાન ઇંઝણની કિંમતમાં ફેરફાર થઇ શકે છે. ઉપરાંત નવા પ્રી ફિલ્ડ ITR ફોર્મ ટેક્સ ફાઇલિંગને સરળ બનાવાશે, જો કે તપાસ અને નિયમો વધુ કડક બનશે.

PAN Card બેંક કૂકિંગ ગેસ બિઝનેસ