/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/March-2025-New-Rules.jpg)
New Rules From March 2025: 1 માર્ચ 2025 થી ઘણા નવા નિયમ લાગુ થવાની સાથે હાલના નિયમોમાં ફેરફાર થવાના છે.
New Rules From March 2025: માર્ચ મહિનાથી ઘણા નવા નિયમ લાગુ થઇ છે અને અમુક નિયમમાં ફેરફાર થવાના છે. આ નવા નિયમ ફેરફારની દરેક વ્યક્તિના ખિસ્સા પર સીધી અસર થવાની છે. તેમાય સૌથી ખાસ વાત છે કે, માર્ચ ચાલુ નાણાંકી વર્ષ 2024-25નો છેલ્લો મહિનો છે. આથી ચાલુ વર્ષના નાણાંકીય કામકાજની પતાવટ કરવામાં ઉતાવળ રાખવી પડશે.
LPG Cylinder Price : એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર
એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની દરેક વ્યક્તિને અસર થાય છે. સરકારી માલિકીની ઓઇલ ગેસ કંપનીઓ પ્રત્યેક મહિનાની 1 તારીખે એલજીસી સિલિન્ડરના નવા ભાવ નક્કી કરી છે. રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધઘટની રસોડાના બજેટ અને હોટેલ રેસ્ટોરેન્ટને ખાસ અસર થાય છે. તમને જણાવી દઇયે કે, 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 કિગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 7 રૂપિયા ઘટી હતી. જ્યારે ઘરગથ્થુ વપરાશ માટેના 14 કિલોના એલપીસી ગેસની કિંમતમાં કોઇ ફેરફાર થયો ન હતો.
મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ માટે 10 નોમિની
મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટમાં નોમિની એટલે કે વારસદાર સંબંધિત નિયમમાં 1 માર્ચથી ફેરફાર થઇ હ્યો છે. નિયમમાં ફેરફાર મુજબ કોઇ રોકાણકાર ડીમેટ એકાઉન્ટ કે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં વધુમાં વધુ 10 નોમિનીના નામ ઉમેરી શકે છે. આ નોમિનીને સહ ભાગીદાર તરીકે જોવામાં આવશે અથવા અલગ અલગ સિંગલ એકાઉન્ટ કે પોર્ટફોલિયો માટે અલગ અલગ નોમિની તરીકે પસંદ કરી શકે છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીની નવી ગાઇડલાઇન 1 માર્ચ 2025થી લાગુ થવાની છે.
CNG અને ATF ફ્યુઅલની કિંમતમાં ફેરફાર
એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાન ઇંધણની કિંમતમાં દર મહિનાની 1 તારીખે ફેરફાર થાય છે. 1 ફેબ્રુઆરી એ ATFની કિંમતમાં 5.6 ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ ATFની કિંમત 5078.25 રૂપિયા વધીને 95533.72 રૂપિયા પ્રતિ લિટર થઇ હતી. એટીએફની કિંમત વધે તો ફ્લાઇટ ટિકિટ મોંઘી થઇ શકે છે. તેવી જ રીતે સીએનજીની કિંમતમાં પણ ફેરફાર થઇ શકે છે.
UPI ની નવી સુવિધા
1 માર્ચ 2025 થી યુપીઆઈમાં વીમા - ASB (એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એકાઉન્ટ) નામની નવી સુવિધા શરૂ થઇ રહી છે. આ નવી સુવિધા મારફતે જીવન વીમા અને આરોગ્ય વીમા પોલિસીધારક પોતાના પ્રીમિયમની ચૂકવણી માટે પહેલાથી જ પૈસા બ્લોક રાખી શકશે. સૌથી ખાસ વાત એ છે કે, પોલિસીધારકની મજૂરી બાદ જ બેંક ખાતામાં પૈસા કપાશે. આ મામલે IRDAI એ 18 ફેબ્રુઆરીએ પરિપત્ર જારી કર્યો હતો.
બેંક એફડી વ્યાજદર
માર્ચમાં બેંક એફડી વ્યાજદરમાં ફેરફાર થઇ શકે છે. તમને જણાવી દઇયે કે, રિઝર્વ બેંક દ્વારા 5 વર્ષમાં પહેલીવાર રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે. આથી બેંક લોનના વ્યાજદર ઘટ્યા છે. હવે બેંકો વિવિધ થાપણ દરો પર મળતા વ્યાજદરમાં પણ ફેરફાર કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us