New Rules From 1 October 2025: ટ્રેન ટિકિટ થી લઇ UPI, 1 ઓક્ટોબથી 7 નિયમ બદલાશે, દરેકને અસર થશે

1 ઓક્ટોબર 2025 નિયમ ફેરફાર : દર મહિનાની જેમ 1 ઓક્ટોબર, 2025થી ઘણા નિયમ બદલાઇ રહ્યા છે. જેમા ટ્રેન ટિકિટ બુકિંગ, યુપીઆઈ પેમેન્ટ, પેન્શન યોજના સહિત ઘણા નાણાકીય બાબતોના નિયમ બદલાશે, જેની સીધી અસર દરેક વ્યક્તિના ખીસ્સા પર થશે.

Written by Ajay Saroya
Updated : September 29, 2025 12:17 IST
New Rules From 1 October 2025: ટ્રેન ટિકિટ થી લઇ UPI, 1 ઓક્ટોબથી 7 નિયમ બદલાશે, દરેકને અસર થશે
New Rules 1 October 2025 : 1 ઓક્ટોબર, 2025થી 7 નિયમ બદલાઇ રહ્યા છે. (Photo: Freepik)

Rule Changes From October 1, 2025 : દર મહિનાની 1 તારીખથી કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર થાય છે. તદ્દાનુસાર 1 ઓક્ટોબર, 2025થી દેશભરમાં ઘણા નવા નિયમ લાગુ થવાના છે અને કેટલાક નિયમોમાં ફેરફાર થશે. જેમા યુપીઆઈ, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) થી લઇ ઓનલાઇન ગેમિંગ અને ઇપીએફ સંબંધિત નિયમો બદલાઇ રહ્યા છે. આ નિયમ ફેરફારની દરેક વ્યક્તિના ઉંડી અસર થશે. તો ચાલો જાણીયે 1 ઓક્ટોબર, 2025થી ક્યાં 7 નિયમમાં ફેરફાર થઇ રહ્યા છે.

ઓનલાઇન ગેમિંગ

ઓનલાઇન ગેમિંગ સંબંધિત નિયમ 1 ઓક્ટોબર, 2025થી બદલાઇ રહ્યા છે. નવા નિયમ લાગુ થવાથી સરકારે ગેમિંગ, કંપનીઓ, બેંકો અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મેૂ આ નિયમને મંજૂરી આપી દીધી છે. આ નિયમનો હેતુ ઓનલાઇન ગેમિંગને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો છે, જેથી ખેલાડીઓને છેતરપીંડિથી બચાવી શકા અને કંપનીઓ પર નજર રાખી શકાશે.

ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ નિયમ

રેલવે વિભાગ દ્વારા ઓનાલાઇન ટ્રેન રિઝર્વેશન ટિકિટ બુકિંગ કરવાના નવા નિયમ લાગુ કરવામાં આવી રહ્યા છે. 1 ઓક્ટોબર, 2025થી હવે ઓનલાઇન રિઝર્વેશન ટિકિટ બુકિંગમાં શરૂઆતના 15 મિનિટ માત્ર એવા મુસાફરો જ ટિકિટ બુકિંગ કરી શકશે, જેમના IRCTC એકાઉન્ટ આધાર સાતે લિંક અને સંપૂર્ણપણે ઓથેન્ટિકેટેડ હશે. આ નિયમ તત્કાલક ટિકિટ બુકિંગની જેમ લાગુ કરવામાં આવશે, જેનાથી ટિકિટ એજન્ટોની મનમાની પર અંકુશ આવશે.

UPI પેમેન્ટના નિયમ બદલાશે

ડિજિટલ પેમેન્ટમાં મોટો સુધારો થશે. 1 ઓક્ટોબરથી NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) એ યુપીઆઈના પૈસા મંગાવતા કોલેક્ટ રિક્વેસ્ટ ફીચર બંધ કરવાનો નિર્ણય લીધો છે. યુપીઆઈ યુઝર્સને ઓનલાઇન છેતરપીંડિથી બચાવવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ગૂગલ પે, ફોન પે જેવી ડિજિટલ પેમેન્ટ એપ્સમાં પૈસા માંગતું ફીચર ઉપલબ્ધ થશે નહીં.

PF Withdrawal Rules : પીએફ ઉપાડ નિયમ

ઓક્ટોબરમાં પીએફ ખાતાધારકોને મોટી ભેટ સરકાર આપી શકે છે. 10 અને 11 ઓક્ટોબરે ઇપીએફઓની બેઠક યોજવાની છે, જેમાં પીએફ ખાતાધારકોને તેમની પીએફના પૈસા એટીએમ માંથી ઉપાડ શકવાની ઘોષણા થઇ શકે છે. આ બેઠકમાં લઘુતમ પેન્શન 1000 થી વધારી 1500 – 2500 રૂપિયા કરવા મુદ્દે પણ ચર્ચા થઇ શકે છે. ઉપરાંત ઓક્ટોબરમાં ઇપીએફઓ પોતાની નવી ડિજિટલ સેવા EPFO 3.0 લોન્ચ કરી શકે છે.

LPF સિલિન્ડરની કિંમત

દર મહિનાની જેમ આ વખતે પણ 1 ઓક્ટોબર, 2025ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઇ શકે છે. સપ્ટેમ્બરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1631.50 રૂપિયા થી ઘટીને 1580 રૂપિયા થઇ હતી. જો કે તાજેતરમાં જીએસટી દર ઘટવા છતાં પણ રાંધણગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી.

NPS, પેન્શન યોજનામાં ફેરફાર

પેન્શન ફંડ નિયામક અને વિકાસ સત્તામંડળ (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં મોટા સુધારા કર્યા છે, જે 1 ઓક્ટોબર 2025થી લાગુ થવાના છે. આ સુધારાને મલ્ટીવલ સ્ક્રીમ ફ્રેમવર્ક નામ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે બિન સરકારી કર્મચારી, કોર્પોરેટ પ્રોફેશનલ અને ગિગ વર્કર્સ એક જ પાન નંબર દ્વારા ઘણી યોજનાઓમાં રોકાણ કરી શકશે. તેનાથી રોકાણકારો પોતાના રિટાયરમેન્ટ પ્લાનિંગને મજબૂત અને સુરક્ષિત કરી શકશે. અગાઉ માત્ર એક યોજનામાં રોકાણની મંજૂરી હતી, પરંતુ હવે રોકાણકાર પોતાની સુવિધા અને જોખમ ક્ષમતા મુજબ વિકલ્પ પસંદ કરી શકશે.

લોન સસ્તી થશે?

ઓક્ટોબર મહિનામાં લોનધારકોને ખુશખબર મળી શકે છે. 29 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી રિઝર્વ બેંકની ધિરાણનીતિ બેઠક યોજાઇ રહી છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી 1 ઓક્ટોબરે જાહેર થશે, જેમા રેપો રેટ 0.25 ટકા ઘટાડી શકે છે. જો રેપો રેટ ઘટે તો લોનના વ્યાજદર ઘટતા લોન EMI હપ્તા ઘટશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ