New Year Financial Tips: નવા વર્ષમાં 8 સ્માર્ટ ફાઈનાન્સિયલ ટીપ્સ અપનાવો, પૈસાની તંગી નહીં થાય, માનસિક શાંતિ રહેશે

Smart Financial Tips For New Year 2026 : નવું વર્ષ નવી આશા અને અપેક્ષા સાથે તમારી નાણાકીય સ્થિતિને સુધારવાની તક પણ આપે છે. અહીં 8 સ્માર્ટ ફાઈનાન્સિયલ ટીપ્સ આપી છે, જે તમને પૈસાની તંગીથી બચાવશે અને માનસિક શાંતિ આપશે.

Smart Financial Tips For New Year 2026 : નવું વર્ષ નવી આશા અને અપેક્ષા સાથે તમારી નાણાકીય સ્થિતિને સુધારવાની તક પણ આપે છે. અહીં 8 સ્માર્ટ ફાઈનાન્સિયલ ટીપ્સ આપી છે, જે તમને પૈસાની તંગીથી બચાવશે અને માનસિક શાંતિ આપશે.

author-image
Ajay Saroya
New Update
personal finance tips | New Year Financial Tips

Personal Finance Tips 2026 : વર્ષ 2026 માટે પર્સનલ ફાઈનાન્સ ટીપ્સ. Photograph: (Freepik)

New Year Financial Tips : નવું વર્ષ માત્ર નવી આશા અને અપેક્ષા પુરી કરવા માટે જ નહીં પણ તમારી નાણાકીય સ્થિતિ સુધારવાની એક શાનદાર તક લઇને પણ આવે છે. જો તમે ઇચ્છો છો કે વર્ષ 2026માં તમને નાણાકીય તંગીનો સામનો ન કરવો પડે અને તમે માનસિક શાંતિ અનુભવો, તેની માટે અહીં આપેલી 8 સ્માર્ટ ફાઈનાન્શિયલ ટિપ્સ (Smart Financial Tips) ને તમારા જીવનનો અભિન્ન ભંગ બનાવો.

Advertisment

1. બજેટ ના Golden Rules  પાળો

આયોજન વગર ખર્ચ કરવાથી હંમેશા બજેટ બગડી જાય છે. તમારી આવકને 50-30-20 ભાગમાં વહેંચો :

50% : ઘરનું ભાડુ, કરિયાણું  અને લાઇટ બિલ જેવા જરૂરી ખર્ચા.

30% : મોજશોખ, બહાર ફરવું અને મનોરજંન.

20% : ફરજિયાત બચત અને રોકાણ.

2. ઇમરજન્સી ફંડ ને પ્રાથમિકતા આપો

ભવિષ્યની અનિશ્ચિતતાઓ જેવી કે બીમારી, એક્સિડેન્ટ અથવા નોકરી છુટી જવી જેવી ઘટનાઓમાં નાણાકીય મુશ્કેલીનો સામનો કરવા માટે ઓછામાં ઓછા 6 થી 12 મહિના ચાલે તેટલા તેટલા રૂપિયા અલગ રાખી મૂકો. આ ઇમરજન્સી ફંડના રૂપિયા એવા ખાતામાં રાખો જેથી જ્યારે જરૂર હોય ત્યારે સરળતાથી ઉપાડી શકાય.

3. મોંઘી લોન કે દેવા માંથી છુટકારો

ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન જેવા ઉંચા વ્યાજદર વાળા દેવાની વહેલાસર ચૂકવણી કરી દેવામુક્ત થવાની યોજના બનાવો. નવા વર્ષમાં સમજ્યા વગર નવી લોન લેવાની ભૂલ ન કરવી.

Advertisment

4. રોકાણની શક્તિ (Power of SIP)

પૈસા માત્ર બેંક ખાતામાં રાખી ન મૂકો, પણ યોગ્ય યોજનામાં રોકાણ પણ કરો. મ્યુચ્યુઅલ ફંડ, SIP, શેર, સોનું કે અન્ય સુરક્ષિત રોકાણ યોજનામાં ઈન્વેસ્ટમેન્ટ કરો. એક વાત યાદ રાખો. નાની ઉંમરે રોકાણ કરવાથી ચક્રવૃદ્ધિ વ્યાજનો વધું ફાયદો મળે છે.

5. વીમો જરૂર લેવો

એક મેડિકલ ઇમરજન્સીમાં તમારી જીવનભરની મૂડી ખર્ચાઇ જશે. આવી પરિસ્થિતિમાં હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી નાણાકીય સુરક્ષિતા પ્રદાન કરે છે. તેવી જ રીતે તમારી ગેરહાજરીમાં પરિવારને નાણાકીય સુરક્ષા મળી રહે તેની માટે ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન લો. સાથે મૂડી બચત માટે લાઇફ ઈન્સ્યોરન્સ પોલિસીમાં પણ રોકાણ કરવું જોઇએ.

6. બિનજરૂરી ખર્ચ  બંધ કરો

બિનજરૂરી ખર્ચ બંધ કરી બચત વધારવા પ્રયાસ કરવો જોઇએ. દરેક વિકેન્ડમાં થિયેટરમાં ફિલ્મ મૂવી જોવી, બહાર ફરવા જવું અને જમવાનું બદલે મહિનામાં એક જ વખત જાઓ. ખર્ચને ટ્રેક કરનાર એપ્સનો ઉપયોગ કરો. મહિનામાં એક દિવસ No Spend Day (દિવસમાં કોઇ ખર્ચ નહીં) નો સંકલ્પ કરો.

7. રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરો 

સુખી ભવિષ્ય માટે NPS કે EPFમાં પોતાનું યોગદાન વધારો. રિટાયમેન્ટ પ્લાનિંગ જેટલું વહેલા શરૂ કરશો, ઘડપણમાં તમારી આર્થિક સ્વતંત્રતા એટલી વધારે મજબૂત થશે.

8. નાણાકીય લક્ષ્યાંકોની નિયમિત સમિક્ષા કરો

તમારા નાણાકીય લક્ષ્યાંક (જેમ કે ઘર કે કાર ખરીદવું, બાળકનો અભ્યાસ) સ્પષ્ટ રીતે લખો. પ્રત્યેક 3 મહિને તમારા પોર્ટફોલિયો અને વૃદ્ધિની સમીક્ષા કરો. જો જરૂર લાગે તો કોઇ પ્રોફેશનલ નાણાકીય સલાહકાર પાસેથી સલાહ લો.

Investment બિઝનેસ