/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Raksha-Bandhan-5.jpg)
શેર બજારની ટ્રેડિંગ ટીપ્સ.
Nifty Next 50 vs Nifty Midcap 150 index investment strategy : નિફ્ટી 50 નિફ્ટી નેક્સ્ટ 50 અથવા નિફ્ટી મિડકેપ 150 ક્યાં રોકાણ કરવું: નિફ્ટી નેક્સ્ટ 50 કે નિફ્ટી મિડકેપ 150, તમારે કયામાં રોકાણ કરવું જોઈએ? આમાંથી કોણ સૌથી સારું વળતર આપશે અને કયું જોખમ વધારે છે? આ બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સનો સંપૂર્ણ અર્થ શું છે? આમાં કઈ કંપનીઓના શેર સામેલ છે અને તેમની વચ્ચે શું તફાવત છે? એ પણ સમજવાની જરૂર છે કે આ બે સૂચકાંકોના આધારે ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરવાના ફાયદા અને ગેરફાયદા શું છે?
જો આપણે પેસિવ એટલે કે ઇન્ડેક્સ આધારિત ફંડ્સમાં રોકાણ વિશે વાત કરીએ, તો નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ મોટાભાગના રોકાણકારોની પ્રથમ પસંદગી છે. જેવુ કે નામ સૂચવે છે તેમ, આ ફંડ નિફ્ટી-50 ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓના શેરમાં રોકાણ કરે છે એટલે કે દેશની ટોચની 50 મોટી કંપનીઓ. દેખીતી રીતે આમાં નાણાંનું રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ જેઓ વધુ સારા વળતર માટે વધુ જોખમ લેવા માંગે છે તેઓ પણ નિફ્ટી નેક્સ્ટ 50 પર આધારિત ફંડમાં રોકાણ કરી રહ્યા છે. પરંતુ આવા ઘણા રોકાણકારોએ હવે નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સમાં પણ રસ લેવાનું શરૂ કર્યું છે.
નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી મિડકેપ 150 વચ્ચે શું તફાવત છે?
નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સમાં તેવી કંપનીઓને સામેલ કરાય સ્થાન છે જે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ માર્કેટમાં 51 થી 100માં ક્રમે છે. જ્યારે નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સમાં, તે કંપનીઓને સ્થાન આપવામાં આવે છે જે માર્કેટ કેપ અનુસાર 101 થી 250માં ક્રમે છે.
નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી મિડકેપ 150ની સરખામણી કેટલી યોગ્ય છે?
જો આપણે સેબીની વ્યાખ્યા જોઈએ, તો નિફ્ટી નેક્સ્ટ 50માં સમાવિષ્ટ કંપનીઓ ટેકનિકલી રીતે લાર્જ-કેપ સ્ટોક છે, કારણ કે માર્કેટ કેપની દ્રષ્ટિએ તેઓ પ્રથમ સો કંપનીઓ (51 થી 100 રેન્કિંગ)માં સામેલ છે. બીજી તરફ, નિફ્ટી મિડ-કેપ 150 ઇન્ડેક્સ સેબીની વ્યાખ્યા મુજબ ટોપ-150 મિડ-કેપ સ્ટોકનો બનેલો છે. તેમ છતાં, આ બંને ઇન્ડેક્સની એકબીજા સાથે સરખામણી કરી શકાય છે કારણ કે જો આપણે શેરનું વળતર, ભાવની વધઘટ અને બજારની વધઘઠની અસરો જેવા પાસાઓને જોઈએ તો નિફ્ટી નેક્સ્ટ 50નું વર્તન નિફ્ટી 50 અથવા સેન્સેક્સ જેવા લાર્જ કેપ્સ ઇન્ડેક્સની સરખામણીમાં મિડકેપ 150 જેવા મિડકેપ ઇન્ડેક્સની વધારે નજીક હોવાનું દેખાય છે.
નિફ્ટી નેક્સ્ટ 50 એ બેધારી તલવાર છે?
આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે નિફ્ટી નેક્સ્ટ 50 એ બેધારી તલવાર છે. એટલે કે, આ ઇન્ડેક્સના શેર લાર્જ કેપ ઇન્ડેક્સ કરતાં વધુ સારું વળતર આપવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ બીજી બાજુ તેમાં રોકાણ કરવામાં જોખમ પણ વધારે છે. બ્રોડ માર્કેટના ઐતિહાસિક આંકરાને જોતાં, તે સ્પષ્ટ થશે કે નેક્સ્ટ 50 સામાન્ય રીતે માર્કેટમાં અપટ્રેન્ડ દરમિયાન નિફ્ટી 50 કરતાં વધુ સારું પ્રદર્શન કરે છે, પરંતુ જ્યારે બજાર ઘટે છે અથવા કરેક્શન આવે છે ત્યારે તે ઝડપથી નીચે આવે છે. આ ઉપરાંત, મિડકેપ 150 ઇન્ડેક્સમાં 150 સ્ટોકના સમાવેશને કારણે, તે 50 શેર સાથે નેક્સ્ટ 50 ઇન્ડેક્સ કરતાં વધુ ડાઇવર્સિફાઇડ છે.
ઈન્ડેક્સ ફંડમાં રોકાણ કરવાની સ્ટ્રેટેજી
જો તમારે ફક્ત લાર્જ-કેપ ઈન્ડેક્સમાં જ રોકાણ કરવું હોય, તો તમારા માટે માત્ર નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ જ પૂરતું છે. અથવા તમે નિફ્ટી 100 ઇન્ડેક્સ ફંડ વિશે પણ વિચારી શકો છો, જેમાં નિફ્ટી 50 માટે 85% એલોટમેન્ટ છે અને બાકીના 15% નિફ્ટી નેક્સ્ટ 50 માટે છે. પરંતુ જો તમે પેસિવ ફંડ દ્વારા મિડ-કેપમાં રોકાણ કરવા માંગતા હોવ અને વધુ સારા વળતરની આશામાં વધુ જોખમ લેવા તૈયાર હોવ, તો તમે નેક્સ્ટ 50 અને મિડકેપ 150 ઈન્ડેક્સ ફંડ વચ્ચે પસંદગી કરી શકો છો.
નિફ્ટી નેક્સ્ટ 50 VS મિડકેપ 150
છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, નિફ્ટી મિડકેપ 150નું વળતર નિફ્ટી નેક્સ્ટ 50ની રિટર્ન પ્રોફાઇલને સારી રીતે ટક્કર આપી રહ્યું છે. જો મિડકેપ માર્કેટ રેલીમાં વધુ યોગદાન આપે છે, તો મિડકેપ 150 વધુ સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે. પરંતુ જો બજારમાં વધારો લાર્જ-કેપ સ્ટોકને કારણે આવે છે, તો નેક્સ્ટ 50 કંઈક અંશે સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે. પરંતુ બંને ફંડમાં રોકાણ ત્યારે જ ફાયદાકારક બની શકે છે જો તેમાં લાંબા સમય સુધી રોકાણ કરવામાં આવે અને મંદી દરમિયાન ધીરજ રાખો. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મોટાભાગના રોકાણકારો માટે તેમના પોર્ટફોલિયોમાં નિફ્ટી નેક્સ્ટ 50 અને મિડકેપ 150 હોવું પૂરતું છે. બંનેમાં એકસાથે રોકાણ કરવું જરૂરી નથી. જો આપણે તાજેતરના વળતર પર નજર કરીએ તો, નિફ્ટી મિડકેપ 150 ઉપર છે અને જો તેની સાથે આપણે નિફ્ટી 50 ફંડ જેવા લાર્જ-કેપ ઈન્ડેક્સ ફંડમાં પણ રોકાણ કરીએ છીએ,
આ પણ વાંચો | ફોનપે એ શેર.માર્કેટ એપ લોન્ચ કરી, યુઝર્સ માટે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ સરળ બન્યું
તમારી જરૂરિયાતો અને રિસ્ક પ્રોફાઇલને ધ્યાનમાં રાખો
હંમેશા યાદ રાખો કે કોઈપણ ઈક્વિટી ફંડમાં માર્કેટ રિસ્ક હંમેશા રહેલુ હોય છે. તેથી, રોકાણ સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા, તમારી ક્ષણતા સહન કરવાની ક્ષમતા અને રોકાણના લક્ષ્યને ધ્યાનમાં રાખો અને જો કોઈ મૂંઝવણ હોય તો, તમારા રોકાણ સલાહકારની સલાહ લેવાનું ભૂલશો નહીં.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us