Budget 2024: બજેટ 2024 માં નિર્મલા સીતારમન મહિલા માટે 3 મોટી ઘોષણા કરે તેવી અપેક્ષા

Budget 2024 Announcement For Womens:બજેટ 2024 - 25 નાણામંત્રી નિર્મલા સીતારમન 23 જુલાઇ એ સંસદમાં રજૂ કરશે. મોંઘવારી સામે રાહત અને આર્થિક રીતે પગભર કરવા હેતુ મહિલા માટે બજેટમાં મોટી જાહેરાત થવાની આપેક્ષા રાખવામાં આવી રહી છે.

Written by Ajay Saroya
July 21, 2024 21:52 IST
Budget 2024: બજેટ 2024 માં નિર્મલા સીતારમન મહિલા માટે 3 મોટી ઘોષણા કરે તેવી અપેક્ષા
Budget 2024: બજેટ 2024 (Photo: Freepik)

Budget 2024 Announcement For Womens: નાણામંત્રી નિર્મલા સીતારમન 23 જુલાઈએ નાણાકીય વર્ષ 2024-25 માટે પૂર્ણ બજેટ રજૂ કરશે. હવે દેશના દરેક વર્ગને નિર્મલા સીતારમન પાસેથી મોટી અપેક્ષાઓ છે. ખાસ કરીને મહિલાઓને આશા છે કે બજેટમાં તેમના માટે કંઈક ખાસ થશે. આવો જાણીએ નિર્મલા સીતારમન મહિલાઓ માટે શું મોટી જાહેરાતો કરી શકે છે?

બજેટ 2024: લખપતિ દીદીનો દાયરો વધારવામાં આવશે

ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરતી વખતે નિર્મલા સીતારમને લખપતિ દીદી યોજના શરૂ કરી હતી. આ યોજનામાં મહિલાઓ સ્વસહાય જૂથોની સભ્ય છે અને તેઓ એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. આ માટે સ્ત્રીઓને અન્ય કોઇ પર નિર્ભર રહેવું પડતું નથી. દેશની મોદી સરકાર 3 કરોડ કરોડપતિ દીદી બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે હવે તેનો દાયરો વધારવામાં આવી શકે છે.

budget 2024 | fm nirmala sitharaman | middle class budget 2024 expectations | Nirmala Sitharaman Budget 2024 | Modi Govt B
Nirmala Sitharaman Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમન સંસદમાં બજેટ 2024-25 રજૂ કરશે.

મહિલાઓને ભંડોળની જરૂર

દેશમાં એવી ઘણી મહિલાઓ છે જે ક્યાંક કામ પણ કરે છે અને પોતાનો પાર્ટ ટાઇમ બિઝનેસ પણ કરે છે. જેમ કે ઘણી મહિલાઓ હાથથી બનાવેલી વસ્તુઓ વેચે છે અને તેઓ પણ તેમાં રોકાણ કરવા માંગે છે. પરંતુ તેમને નાણાકીય ભંડોળની અછત છે. આવી મહિલાઓ ઇચ્છે છે કે બજેટ 2024 માં તેમના માટે કેટલાક ભંડોળની ફાળવણી કરવામાં આવે જેથી તેમને સરળ શરતો પર લોન મળે. આનાથી નાના પાયે હજારો નોકરીઓ પણ ઉભી થશે અને મોટી સંખ્યામાં મહિલાઓ રોજગાર માટે યોગ્ય બનશે.

આ પણ વાંચો | બજેટ 2024 માં મોબાઈલ ફોન, સ્માર્ટ LED ટીવી સસ્તા થશે? નિર્મલા સીતારમન જીએસટી ઘટાડશે?

આવશ્યક ચીજવસ્તુઓ પર સબસિડી માંગે છે મહિલાઓ

છેલ્લા કેટલાક મહિનાઓમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. દવાઓથી લઈને ઘરખર્ચ ચલાવવા સુધી, તે મોંઘું થઈ ગયું છે. આવી સ્થિતિમાં, મહિલાઓ ઇચ્છે છે કે તેમને જરૂરી વસ્તુઓ પર સબસિડી મળે. જેમ કે, જો તેમને દવા ખરીદવી હોય તો તેના માટે તેમને સબસિડી મળવી જોઈએ અથવા ગેસ સિલિન્ડર ખરીદવો હોય તો તેના પર સબસિડી મળવી જોઈએ. આવી સ્થિતિમાં, સરકાર વધુ સારા સ્વાસ્થ્ય માટે આંગણવાડી અને પોષણ 2.0 કાર્યક્રમો માટેનું બજેટ વધારી શકે છે. મહિલાઓની ચિંતા સ્વાસ્થ્યને લઈને સૌથી વધુ હોય છે, કારણ કે તેમાં સૌથી વધુ પૈસા જાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ