Nissan Gravite MPV : નિસાન ગ્રેવાઇટ MPV ફર્સ્ટ લૂક, કંપનીની પ્રથમ 7 સીટર કાર માર્ચ 2026માં લોન્ચ થશે

Nissan Gravite MPV India Launch : નિસાન ગ્રેવાઇટ MPV કંપનીની પ્રથમ 7 સીટર કાર છે, જેની ટક્કર અર્ટિગા સાથે થવાની છે. વર્ષ 2026માં લોન્ચ પહેલા કંપનીએ નિસાન ગ્રેવાઇટની ફર્સ્ટ ટીઝર રિલિઝ કર્યું છે.

Nissan Gravite MPV India Launch : નિસાન ગ્રેવાઇટ MPV કંપનીની પ્રથમ 7 સીટર કાર છે, જેની ટક્કર અર્ટિગા સાથે થવાની છે. વર્ષ 2026માં લોન્ચ પહેલા કંપનીએ નિસાન ગ્રેવાઇટની ફર્સ્ટ ટીઝર રિલિઝ કર્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Nissan Gravite 7 Seater MPV in Gujarati

Nissan Gravite 7 Seater MPV : નિસાન ગ્રેવાઇટ 7 સીટર એમવીપી ટીઝરમાં ફર્સ્ટ લુક જોવા મળે છે. (Photo: Nissan )

Nissan Gravite MPV India : નિસાન મોટર કંપનીની પ્રથમ 7 સીટર નિસાન ગ્રેવાઇટ MPV કારનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. કંપનીએ તાજેતરમાં નિસાન ગ્રેવાઇટનું પ્રથમ ટીઝર રિલિઝ કર્યું છે. આ અપકમિંગ કારનું નામ નિસાન ગ્રેવાઇટ MPV (Nissan Gravite MPV) રાખ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે, નિસાન ગ્રેવાઇટ જાન્યુઆરી 2026માં લોન્ચ થનાર કંપનીની પ્રથમ 7 સીટર કાર હશે. ભારતીય બજારમાં નિસાન ગ્રેવાઇટ કારની અર્ટિગા સાથે સ્પર્ધા થશે.

Advertisment

Nissan Gravite MPV First Look : નિસાન ગ્રેવાઇટ એમપીવી ફર્સ્ટ લૂક

જાપાનીની ઓટો કંપનીએ અપકમિંગ નિસાન ગ્રેવાઇટ કારની ટીઝર રિલિઝ કર્યું છે, જેમા તેની ફ્રન્ટ અને રિયર પ્રોફાઇલ વિશે ખુલાસો થયો છે. તેની સિલ્હૂટ અને સ્ટાંસ ટ્રાઇબર જેવી દેખાય છે, પરંતુ તેમાં નવા ફ્રન્ટ ગ્રિલ, બમ્પર અને એલોટ વ્હીલ્સ દેખાય છે. હેન્ડલેમ્પ કલસ્ટર ટ્રાઇબર જેવા જ છે, પરંતુ તેમા નવું લાઇટિંગ એલિમેન્ટ મળશે. પાછળની તરફ એમપીવીમાં ટેલગેટ પર મોટો Gravite બેઝ અને નવા ટેલલેમ્પ આપવામાં આવ્યા છે.

Nissan Gravite Launch Date : નિસાન ગ્રેવાઇટ ક્યારે લોન્ચ થશે

Nissan Gravite એમપીવી કાર જાન્યુઆરી 2026માં વૈશ્વિક સ્તરે લોન્ચ થશે. જો કે કંપનીએ લોન્ચિંગની તારીખ જાહેર કરી નથી. જો ભારતમાં માર્ચ 2026માં લોન્ચ થવાની ધારણા છે. નિસાન ગ્રેવાઇટનું ટીઝર જોવા અહીં ક્લિક કરો.

Nissan Gravite MPV : ઇન્ટિરિયર અને ડાયમેન્શન

અપકમિંગ કાર નિસાન ગ્રેવાઇટી સદમાં રેનો ટ્રાઇબર જેટલી હોઇ શકે છે. ઇન્ટિરિયર વિશે કોઇ જાણકારી સામે આવી નથી. અલબત્ત, તેમા રેનો ટ્રાઇબરથી વધુ પાવરફુલ ફીચર્સ મળી શકે છે, જેમ કે 7 ઇંચની ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇટ ઓટો (માત્ર ટોપ વેરિયન્ટમાં), ડ્રાઇવર સીટ હાઇટ એડજસ્ટ અને આર્મસ્ટર, કૂલ્ડ લોઅર ગ્લવ બોક્સ, ઓટો ફોલ્ડ ઓઆરવીએમ, રિયર સીટ લાઇટિંગ, ક્રૂઝ કન્ટ્રોલ વગેરે.

Advertisment

આ પણ વાંચો | મારૂતિ સુઝુકીની સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ખાસ કાર, જાણો શું છે ખાસિયત?

Nissan Gravite Price : નિસાન ગ્રેવાઇટ કિંમત કેટલી હશે?

નિસાન ગ્રેવાઇટ કંપની પ્રથમ 7 સીટર કાર છે. આ કાર એડવાન્સ ફીચર્સ અને આકર્ષક લૂક અને શાનાદર ઇન્ટિનિયર સાથે આવશે. નિસાન ગ્રેવાઇટની કિંમત Renault Triber આસપાસ રહેવાની અપેક્ષા છે. કાર કંપનીએ પૃષ્ટિ કરી છે કે, લોન્ચિંગ બાદ નિસાન ગ્રેવાઇટીનું વેચાણ માર્ચ 2026થી શરૂ થશે.

Auto news બિઝનેસ