નિસાન મેગ્નાઇટ કુરો એડિશન ભારતમાં લોન્ચ, માત્ર 11000 રૂપિયા ચુકવી કાર બુક કરાવો

નિસાન મેગ્નાઈટ કુરો એડિશન ભારતમાં લોન્ચ : નિસાન મેગ્નાઇટ કુરો એડિશન ભારતમાં 4 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારના એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 8.30 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Written by Ajay Saroya
August 06, 2025 15:39 IST
નિસાન મેગ્નાઇટ કુરો એડિશન ભારતમાં લોન્ચ, માત્ર 11000 રૂપિયા ચુકવી કાર બુક કરાવો
Nissan Magnite Kuro Edition Launch 2025 : નિસાન મેગ્નાઇટ કુરો એડિશન 2025 લોન્ચ થયું છે. (Photo: Nissan)

Nissan Magnite Kuro Edition Price in India: નિસાન મેગ્નાઇટ કુરો એડિશન આખરે ભારતમાં લોન્ચ થઇ ગઇ છે. અગાઉ સોશિયલ મીડિયા પર ત્રણ ટીઝર રિલિઝ કર્યા બાદ કાર લવર્સ નવી નિસાન મેગ્નાઇટ એડિશન જોવા ક્રેઝી થયા હતા. કુરો એડિશન ફેસલિફ્ટેડ મેગ્નાઇટ સાથે પુનરાગમન કરી રહી છે, જે ડિસેમ્બર 2024 માં લોન્ચ થઇ હતી. નિસાને સૌ પ્રથમ 2023માં કુરો એડિશન લોન્ચ કરી હતી, જેમાં પ્રી-ફેસલિફ્ટેડ મેગ્નાઇટ હતી, જે બ્લેક-આઉટ ડિઝાઇન સાથે આવી હતી. 9 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કુરો સ્પેશિયલ એડિશન બ્લેક-આઉટ એક્સટીરિયર અને ઇન્ટિરિયર સાથે કંપનીની સૌથી બોલ્ડ બ્લેક ફિલોસોફીને પ્રતિબિંબિત કરે છે.

Nissan Magnite Kuro Edition Price : નિસાન મેગ્નાઇટ કુરો એડિશન કિંમત

નિસાન મેગ્નાઇટ કુરો એડિશનના એન્ટ્રી લેવલ મોડલની કિંમત 8.30 લાખ રૂપિયા દિલ્હી એક્સ શોરૂમ છે. ટોપ મોડલની કિંમત 10.86 લાખ રૂપિયા એક્સ શો રૂમ સુધી પહોંચે છે. નિસાન મેગ્નાઇટ કુરો એડિશનના 4 વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. નવી મેગ્નાઇટ કુરો એડિશન માટે દેશભરમાં અધિકૃત નિસાન ડીલરશીપ પર અથવા કંપનીની સત્તાવાર વેબસાઇટ દ્વારા 11,000 રૂપિયાની ટોકન રકમ માટે બુકિંગ કરાવી શકાય છે.

નિસાન મેગ્નાઇટ કુરો એડિશન વેરિયન્ટ અને કિંમત

વેરિયન્ટકિંમત (એક્સ શોરૂમ)
મેગ્નાઇટ કુરો એડિશન 1.0 MT₹ 8.30 લાખ
મેગ્નાઇટ કુરો એડિશન 1.0 AMT₹ 8.55 લાખ
મેગ્નાઇટ કુરો એડિશન 1.0 ટુર્બો MT₹ 9.71 લાખ
મેગ્નાઇટ કુરો એડિશન 1.0 Turbo CVT₹ 10.86 લાખ

નિસાન મેગ્નાઇટ કુરો એડિશન : ઇન્ટિરિયર

જેવું કે, પ્રી-ફેસલિફ્ટ મેગ્નાઇટ કુરોમાં જોવા મળે છે તેમ, સ્પેશિયલ એડિશન મોડેલના નવા વર્ઝનમાં બ્લેક પેઇન્ટ સ્કીમ, પિયાનો બ્લેક ફ્રન્ટ ગ્રિલ, રેઝિન બ્લેક ફ્રન્ટ ફ્રન્ટ અને રિયર સ્કિડ પ્લેટ્સ, ગ્લોસ બ્લેક રૂફ રેલ્સ, બ્લેક 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને બ્લેક ડોર હેન્ડલ્સ જેવી હાઇલાઇટ્સ સાથે ઓલ-બ્લેક એક્સટીરિયર મળે છે. આ સિવાય કુરો એડિશનમાં સિગ્નેચર બ્લેક એલઇડી હેડલેમ્પ્સ અને લાઇટસેબર ટર્ન ઇન્ડિકેટર્સ સ્ટાન્ડર્ડ છે.

કારની કેબિનની અંદર, મેગ્નાઇટની કુરો એડિશનમાં એક બ્લેક થીમ આપવામાં આવી છે જેમાં મિડનાઇટ થીમ બેઝ્ડ ડેશબોર્ડ, પિયાનો બ્લેક ફિનિશ્ડ ગીયર શિફ્ટ ગાર્નિશ, પિયાનો બ્લેક ફિનિશ્ડ સ્ટીયરિંગ ઇન્સર્ટ્સ, સન વાઇઝર અને ડોર ટ્રિમ્સનો સમાવેશ થાય છે. લુક્સ ઉપરાંત મેગ્નાઇટ કુરો એડિશનમાં સ્ટાન્ડર્ડ તરીકે સેબલ બ્લેક વાયરલેસ ચાર્જર અને એસેસરી તરીકે સ્ટીલ્થ ડેશ કેમ જેવા ફિચર અપગ્રેડ પણ મળે છે.

અન્ય ફીચર્સમાં 7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે/એન્ડ્રોઇડ ઓટો, કનેક્ટેડ કાર ટેક, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, ઇલેક્ટ્રિક સનરૂફ, 360 ડિગ્રી કેમેરા અને બીજું ઘણું બધું સામેલ છે. સેફ્ટી ફીચર્સમાં છ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઇબીડી સાથે એબીએસ, કેમેરા સાથે રિયર પાર્કિંગ સેન્સર, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને ટ્રેક્શન કંટ્રોલ તેમજ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.

નિસાન મેગ્નાઇટ કુરો એડિશન : પાવરટ્રેઇન

નિસાન મેગ્નાઇટ કુરો એડિશન 2 એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છેઃ 1.0-લિટર નેચરલ એસ્પિરેટેડ યુનિટ અને 1.0-લિટર ટર્બોચાર્જ્ડ યુનિટ. પ્રથમ એક 71 બીએચપી અને 96 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ મોટર પાંચ સ્પીડ એમટી અથવા પાંચ-સ્પીડ એએમટી સાથે ઉપલબ્ધ છે. ટર્બો પેટ્રોલ યુનિટ 99 બીએચપી અને 160 એનએમ (એટીમાં 152 એનએમ) પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સિક્સ સ્પીડ મેન્યુઅલ અથવા સીવીટી ઓટોમેટિક સાથે ઉપલબ્ધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ