NISSAN ભારતીય ઓટો માર્કેટમાં લાંબા સમયથી કંઈ ખાસ કરી શકી નથી. જાપાની કાર નિર્માતા, જે એક સમયે સની, માઈક્રા અને ટેરાનો જેવી મજબૂત લાઇનઅપમાં આગળ હતી, તે કાર્બન ઉત્સર્જનના કડક ધોરણોને અપનાવવામાં સક્ષમ નથી, જેના કારણે તેને ઘણું નુકસાન થયું છે. બદલાયેલા નિયમોના કારણે કંપનીએ ડીઝલથી ચાલતા ઘણા વાહનો બંધ કરવા પડ્યા હતા.
જોકે નિસાને 2021ના અંતમાં લૉન્ચ કરાયેલી મેગ્નાઈટ સાથે થોડી સફળતા પ્રાપ્ત થઇ હતી, પણ સેગમેન્ટમાં અવેલેબલ ઓપ્શનની ભરમાર વચ્ચે સબકોમ્પેક્ટ એસયુવી ખોવાઈ ગઈ હતી. કંપનીએ GO, rediGO અને GO+ મોડલ્સના વેચાણના નબળા આંકડાઓને પગલે ડેટસન બ્રાન્ડને તેની લાઇનઅપમાંથી પણ હટાવવી પડી હતી.
આ પણ વાંચો: Who is Leah Tata: રતન ટાટાની ભત્રીજી લેહ ટાટા કોણ છે? ભવિષ્યમાં ગ્રુપની કમાન સંભાળી શકે છે
ભારતમાં નિસાન
અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં, નિસાને તેની વૈશ્વિક લાઇનઅપમાંથી ત્રણ એસયુવીનું પ્રદર્શન કર્યું હતું જે ભવિષ્યમાં ભારતમાં આવી શકે છે. આ પછી નિસાન અને તેના ભાગીદાર રેનોએ ભારત માટે લાંબા ગાળાની વ્યૂહરચના જાહેર કરી, જેમાં ₹ 5,300 કરોડના રોકાણનો સમાવેશ થાય છે. આ નવી વ્યૂહરચનાના ભાગરૂપે, નિસાન 2025-26 સુધીમાં ભારતમાં છ નવા મોડલ લોન્ચ કરે તેવી અપેક્ષા છે. તાજેતરના રિપોર્ટ સૂચવે છે કે X-Trail ભારતીય બજારમાં આવનારી છ નવી કારમાંથી પ્રથમ હશે. ચોથી પેઢીની X-Trail ગયા વર્ષે ઓક્ટોબરમાં જુક અને કશ્કાઈ સાથે પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Whatsapp Update : વોટ્સએપ યુઝર્સ ઇન્સ્ટન્ટ વીડિયો મેસેજ ઓપ્શનને ડિસેબલ કરી શકશે, આ સ્ટેપ્સ અનુસરો
આ વાહનો સાથે અથડામણ
X-Trail સિવાય, Nissan 5 વધુ મોડલ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે – જેમાં બંને ઇન્ટર્નલ કમ્બશન એન્જિન (ICE) અને ઇલેક્ટ્રિક વાહનો (EV)નો સમાવેશ થાય છે. નિસાન કિયા સેલ્ટોસ, હ્યુન્ડાઈ ક્રેટા, મારુતિ ગ્રાન્ડ વિટારા, હોન્ડા એલિવેટ અને અન્ય જેવી કોમ્પેક્ટ એસયુવી સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહી છે. અન્ય મોડલ વૈશ્વિક EV હશે, જે Ariya ઈલેક્ટ્રિક ક્રોસઓવર હોઈ શકે છે. બેટરીના સાઈઝના આધારે, આ EV 580-610 કિમીની રેન્જ આપશે. એવા પણ રિપોર્ટ છે કે નિસાન સબ-4 મીટર જગ્યામાં ત્રણ નવા મોડલ લોન્ચ કરશે. આમાં કોમ્પેક્ટ SUV, કોમ્પેક્ટ 7-સીટર MPV – કદાચ Renault Triber પર આધારિત અને એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક કારનો સમાવેશ થઈ શકે છે.