Nitin Gadkari Launch Bharat NCAP Crash Tests for Car safty Rating in India : દેશમાં કાર એક્સિડેન્ટને રોકવા માટે સરકાર મહત્વપૂર્ણ પગલાંઓ લઇ રહી છે. જેના અનુસંધાનમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવાર, 23 ઓગસ્ટ 2023 ના રોજ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામના લોન્ચિંગ સાથે જ ભારત એવો પાંચમો દેશ બની ગયો છે જેની પાસે છે સેફ્ટી રેટિંગ એસેસમેન્ટ પ્રોગ્રામ છે. ભારત એનસીએપી હેઠળ ભારતમાં મેન્યુફેક્ચરિંગ થતી અને દેશની અંદર વેચાતી કારના ક્રેશ ટેસ્ટ કરીને તેમને સેફ્ટી રેટિંગ આપવામાં આવશે.
ભારતમાં વેચાતી કારને અત્યાર સુધી કાર સેફ્ટી રેટિંગ માટે વિદેશી સંસ્થાઓ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ સ્વદેશી ભારત NCAPની શરૂઆત સાથે, આ બાહ્ય નિર્ભરતાનો અંત આવશે એટલું જ નહીં, પરંતુ તેનાથી કારમાં મુસાફરોની સુરક્ષામાં સુધારો કરશે તેમજ ઓટો કંપનીઓ ઉપર કારને સુરક્ષિત બનાવવા માટેનું દબાણ રહેશે.
નીતિન ગડકરીએ કાર સેફ્ટી રેટિંગ વિશે શું કહ્યું (Nitin gadkari car safety ratings)
ભારત એનસીએપી પ્રોગ્રામનાી શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “આજનો દિવસ દેશના ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે તેમજ સમગ્ર સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આજે અમે સત્તાવાર રીતે ઈન્ડિયા ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ.”
નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, “ભારત NCAPના લોન્ચિંગ પહેલા જ 30 મોડલ્સના ક્રેશ ટેસ્ટ માટેની વિનંતી મળી ચૂકી છે. આ વાતનો સ્વીકાર કરતાં તેમણે કહ્યું કે કાર સેફ્ટી ઉપરાંત રોડ એન્જિનિયરિંગ પણ એક મોટી સમસ્યા છે જેનો રોડ મંત્રાલય દ્વારા ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
રોડ એક્સિડેન્ટથી દેશમાં દર વર્ષે 1.5 લાખ લોકોના મોત (Road accident Death in india)
ભારતમાં પણ દિવસે દિવસે રોડ એક્સિડેન્ટમાં જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધી રહી છે. ભારતમાં રોડ અકસ્માત અને તેના મૃત્યુઆંક વિશે વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું, “આપણા દેશમાં બે સૌથી મોટી સમસ્યાઓ છે – પ્રથમ માર્ગ અકસ્માત અને બીજું હવા પ્રદૂષણ. દેશમાં દર વર્ષે 5 લાખ અકસ્માતો થાય છે જેમાં લગભગ 1.5 લોકો જીવ ગુમાવે છે. દેશમાં દરરોજ 1100 રોડ અકસ્માતની ઘટનાઓ બને છે જેમાં 400 લોકોના મોત થાય છે. બીજી તરફ દેશમાં દર કલાકે 47 અકસ્માત થાય છે જેમાં 18 લોકોના મોત થાય છે.
રોડ એક્સિડેન્ટથી દેશના જીડીપીને મોટુ નુકસાન
નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, “માર્ગ અકસ્માતના આવા કેસોમાં લગભગ 70 ટકા મૃત્યુ 18 થી 34 વર્ષના લોકોના થયા છે અને આ મૃત્યુને કારણે દેશની જીડીપીમાં 3.14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
Bharat NCAP ક્યારે અમલમાં આવશે?
આ ભારત ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (ભારત NCAP) કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા શરૂ કરવામાં આવ્યા બાદ 1 ઓક્ટોબર 2023 થી અમલમાં આવશે.
Bharat NCAP માં કારને સેફ્ટી રેટિંગ કેવી રીતે મળશે? (Bharat NCAP Car Safety Ratings in India)
આ ભારત ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ કાર મેન્યુફેક્ચરિંગ કરનાર કંપની સ્વૈચ્છિક રીતે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (AIS) 197 અનુસાર ટેસ્ટ કરાયેલી તેમની કાર ઓફર કરી શકે છે. આ કાર ટેસ્ટમાં કારના પર્ફોમન્સના આધારે કારને એડલ્ટ ઓક્યૂપેન્ટ અને ચાઇલ્ડ ઓકયૂપેન્ટનું સ્ટાર રેટિંગ આપવામાં આવશે.
Bharat NCAP લાગુ થયા બાદ કારની માંગમાં વધશે
ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામના અમલીકરણ પછી નિષ્ણાતો માનવું છે કે, આ પ્રોગ્રામને કારણે, ભારતમાં કાર ખરીદનારાઓમાં સેફ્ટી કારની માંગ વધશે, જેના કારણે કાર ઉત્પાદકો તેમની કારને વધુને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરશે.