Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા ટ્રસ્ટના ચેરમેન, જાણો રતન ટાટા સાથે શું સંબંધ છે અને કેટલી સંપત્તિ છે?

Noel Tata Become Tata Trusts Chairman: નોએલ ટાટા રતન ટાટાના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે. નોએલ ટાટા પહેલાથી ટાટા ગ્રૂપની ઘણી કંપનીઓમાં મહત્વપૂર્ણ હોદ્દો ધરાવે છે. રતન ટાટા સાથે નોએલ ટાટાનો શું સંબંધ છે, પરિવાર અને નેટવર્થ વિશે બધું જ જાણો

Written by Ajay Saroya
October 11, 2024 15:48 IST
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા ટ્રસ્ટના ચેરમેન, જાણો રતન ટાટા સાથે શું સંબંધ છે અને કેટલી સંપત્તિ છે?
Noel Tata Become Tata Trusts Chairman: નોએલ ટાટાની ટાટા ટ્રસ્ટના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી છે.

Noel Tata Become Tata Trusts Chairman: નેઓલ ટાટા રતન ટાટાના નિધન બાદ હવે ટાટા ટ્રસ્ટની જવાબદારી સંભાળશે. આજે મુંબઇમાં યોજાયેલી બેઠકમાં નોએ ટાટાને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ટાટા ગ્રૂપની ઘણી કંપનીઓમાં મહત્વપૂર્ણ હોદ્દો ધરાવતા નોએલ ટાટા રતન ટાટાના ઉત્તરાધિકારી તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. ચાલો જાણીયે નોએલ ટાટા કોણ છે અને કેટલી સંપત્તિ છે.

Who Is Noel Tata : નોએલ ટાટા કોણ છે?

નોએલ ટાટા દિવંગત ઉદ્યોગપતિ રતન નવલ ટાટાના સાવકા ભાઈ છે. નોએલ નવલ ટાટાનો જન્મ 1957માં મુંબઇમાં થયો હતો. તેમનું માતાનું નામ સિમોન ટાટા છે. નેઓલ ટાટા હવે રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રૂપની ચેરિટેબલ સંસ્થા ટાટા ટ્રસ્ટની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. સીએનબીસી ટીવી 18ના રિપોર્ટ અનુસાર ટાટા ટ્રસ્ટ્સની બોર્ડ મીટિંગમાં નોએલ ટાટા ને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રતન ટાટા સાથે કૌટુંબિક જોડાણ ધરાવતા નોએલ ટાટા ગ્રુપની અનેક કંપનીઓમાં સામેલ હોવાને કારણે હવે ટાટા ગ્રૂપનું નેતૃત્વ કરવા માટે સૌથી પ્રબળ દાવેદાર છે.

નોએલ ટાટા સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. નોંધનિય છે કે, ટાટા સન્સમાં આ બંને ટ્રસ્ટની 66 ટકા હિસ્સેદારી છે. તમને જણાવી દઇયે કે ટાટા સન્સ એ ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની છે. ટાટા ટ્રસ્ટ ભારતનું સૌથી મોટું સાર્વજનિક ચેરિટેબલ ફાઉન્ડેશન છે.

નેઓલ ટાટા એ આલુ મિસ્ત્રી સાથે લગ્ન કર્યા છે. આલુ મિસ્ત્રી ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ પાલોનજી મિસ્ત્રીની દિકરી છે. નેઓલ ટાટાને 2 પુત્રી અને 1 પુત્ર એમ કુલ 3 સંતાન છે. પુત્રીના નામ લિહ ટાટા અને માયા ટાટા તો પુત્રનું નામ નેવિલ ટાટા છે.

Noel Tata In Tata Group : ટાટા ગ્રૂપમાં નોએલ ટાટાની હાજરી

નોએલ ટાટા હાલ ટાટા ગ્રૂપની ઘણી કંપનીઓમાં મહત્વપૂર્ણ હોદ્દા પર છે. નોએલ ટાટા ટ્રેન્ટ કંપની, વોલ્ટાસ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન અને ટાટા ઈન્ટરેશનલના ચેરમેન પદ પર છે. ઉપરાંત તેઓ ટાટા સ્ટીલ અને ટાયટન કંપનીના વાઇસ ચેરમેન પર છે.

Noel Tata Net Worth : નોએલ ટાટા પાસે કેટલી સંપત્તિ છે?

નોએલ ટાટા પણ રતન ટાટા જેમ ધનવાન છે. મીડિયા રિપોર્ટ મુજબ નોએલ ટાટાની નેટવર્થ 1.5 અબજ ડોલર જેટલી છે. જો ભારતીય ચલણમાં વાત કરીયે તો નોએલ ટાટા 12455 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

Ratan Tata Death : રતન ટાટાનું નિધન

તમને જણાવી દઈએ કે રતન ટાટા હવે આ દુનિયામાં નથી. રતન ટાટાનું 9 ઓક્ટોબર, 2024ના રોજ મોડી રાત્રે નિદન થયું છે. રતન ટાટા ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રૂપના વડા હતા. તેઓ ટાટા ટ્રસ્ટના ચેરમેન પણ હતા. રતન ટાટાના નિધન બાદ હવે તેમના ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે.

આ પણ વાંચો | રતન ટાટા કર્મચારીઓ માટે ગેંગસ્ટર્સ સામે પણ લડ્યા હતા, જાણો 12 ન જાણેલા કિસ્સાઓ

અત્રે ઉલ્લેખનિય છે કે, રતન ટાટા એ ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટનું ચેરમેન પદ અલગ અલગ કરી દીધુ હતુ, જેથી બંને સંસ્થાની કમાન એક જ વ્યક્તિના હાથમાં રહી શકે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ