Noise ColorFit Pulse 4 smartwatch : નોઇઝની બજેટ ફ્રેન્ડલી સ્માર્ટ વોચ કલરફિટ પલ્સ 4 લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Noise ColorFit Pulse 4 smartwatch : નોઇઝની કલરફિટ પલ્સ 4 સ્માર્ટવોચમાં ડિસ્પ્લે ઓલવેઝ ઓન હશે જેથી યુઝર્સ ટાઈમ, નોટિકિકેશન અને હેલ્થ મેટ્રિક્સ જેવી ઉપયોગી ઇન્ફોર્મેશન બૅટરી લાઈફ ઓછી થયા વીના એક્સેસ કરી શકે છે.

Noise ColorFit Pulse 4 smartwatch : નોઇઝની કલરફિટ પલ્સ 4 સ્માર્ટવોચમાં ડિસ્પ્લે ઓલવેઝ ઓન હશે જેથી યુઝર્સ ટાઈમ, નોટિકિકેશન અને હેલ્થ મેટ્રિક્સ જેવી ઉપયોગી ઇન્ફોર્મેશન બૅટરી લાઈફ ઓછી થયા વીના એક્સેસ કરી શકે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Noise ColorFit Pulse 4 smartwatch

નોઇઝની બજેટ ફ્રેન્ડલી સ્માર્ટ વોચ કલરફિટ પલ્સ 4 લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ (Image: Noise)

Noise ColorFit Pulse 4 smartwatch : ઇન્ડિયન વેરેબલ બ્રાન્ડ નોઇઝ (Noise) એ અફોર્ડેબલ કિંમતમાં પ્રીમિયમ સ્માર્ટવોચ કલરફિટ પલ્સ 4 (Colorfit Pulse 4) લોન્ચ કરી છે.કલરફિટ પલ્સ 4 માં 1.85-ઇંચનું AMOLED ડિસ્પ્લે આવે છે જે 390×450 પિક્સેલ રિઝોલ્યુશન અને 600 નાઇટ્સ પીક બ્રાઇટનેસ ધરાવે છે.

Advertisment
Noise ColorFit Pulse 4 smartwatch launch
નોઇઝની બજેટ ફ્રેન્ડલી સ્માર્ટ વોચ કલરફિટ પલ્સ 4 લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ (Image: Noise)

નોઇઝ કલરફિટ પલ્સ 4 : કિંમત અને ફીચર્સ

નોઇઝ દાવો કરે છે કે ડિસ્પ્લે ઓલવેઝ ઓન હશે જે યુઝર્સને ટાઈમ, નોટિકિકેશન અને હેલ્થ મેટ્રિક્સ જેવી ઉપયોગી ઇન્ફોર્મેશન બૅટરી લાઈફમાં ઘટાડો કર્યા વિના સરળતાથી ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.કલરફિટ પલ્સ 4 માં બેટરીની વાત કરીએ તો, એક વાર ચાર્જ કર્યા પછી સાત દિવસ સુધી ટકી શકે છે. તે અફોર્ડેબલ સ્માર્ટવોચ માટે પાવરફુલ ફીચર્સ છે. ઘડિયાળમાં વધારાની ડ્યુરેબલીટી માટે IP68 ડસ્ટ/વોટર રેઝિસ્ટન્સ રેટિંગ પણ છે.

આ પણ વાંચો: વોટ્સએપ પર ઇન્ટરનેટ વગર ફોટો વીડિયો અને ડોક્યુમેન્ટ મોકલી શકશો, જાણો કેવી રીતે આ કામ કરશે

Advertisment

કલરફિટ પલ્સ 4 ફિટનેસ અને હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ સાથે પણ લોડ થાય છે. તેમાં હૃદયના ધબકારા, બ્લડ ઓક્સિજન લેવલ, સ્લીપિંગ ક્વોલિટી અને તણાવ જેવી મહત્વપૂર્ણ સાઈન પર દેખરેખ રાખવા માટે અદ્યતન સેન્સર છે. 100 થી વધુ વર્કઆઉટ મોડ્સ તમને રનિંગ, સાયકલિંગ, યોગ વગેરે જેવી પ્રવૃત્તિઓને ચોક્કસ રીતે ટ્રૅક કરવા દે છે.

આ પણ વાંચો: Realme ના 12000થી ઓછી કિંમતના બે શાનદાર 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને ખાસિયતો

કનેક્ટિવિટી માટે, ફોન સાથે સિંક કરવા માટે ઘડિયાળ બ્લૂટૂથ 5.3ને સપોર્ટ કરે છે. તે 10 જેટલા કોન્ટેક્ટસ માટે બ્લૂટૂથ વૉઇસ કૉલિંગ અને કૉલ લૉગ ઍક્સેસ અને સ્પીડ ડાયલની મંજૂરી આપે છે.સ્પેસ બ્લુ, ફોરેસ્ટ ગ્રીન અને રોઝ ગોલ્ડ પિંક જેવા સ્નેઝી રંગોમાં અવેલેબલ કલરફિટ પલ્સ 4 સાથે સ્ટાઇલ પણ એક ફોકસ છે. જેટ બ્લેક અને સિલ્વર લિંક જેવા ક્લાસિક લૂક પણ ઓપ્શનમાં છે.

સ્ટાન્ડર્ડ નોઈઝ કલરફિટ પલ્સ 4 ₹ 2,499માં ઉપલબ્ધ થશે, 24 એપ્રિલે gonoise.com પર લોન્ચ થયા પછી આ સ્માર્ટફોન 26 એપ્રિલે એમેઝોન ઈન્ડિયા પર આવશે, તેના 2,799 રૂપિયામાં પ્રીમિયમ મેશ મેટલ વેરિઅન્ટ પણ છે.

ટેકનોલોજી બિઝનેસ