Nokia 3210 : હ્યુમન મોબાઈલ ડિવાઈસીસ (HMD) નોકિયા 3210ના મોર્ડન વર્ઝન પર કામ કરી રહી છે. આ ફોન 1999માં લોન્ચ કરવામાં આવ્યો હતો, તે ઇન્ટર્નલ એન્ટેના અને T9 અનુમાનિત ટેક્સ્ટ સાથેનો ડ્યુરેબલ ફીચર ફોન છે.
નોકિયા 3210 (Nokia 3210) : ફીચર્સ (Features)
નોકિયા 3210 (Nokia 3210) માં ફેરફાર કરી શકાય તેવા કવર અને તે યુઝર્સને 40 મોનોફોનિક રિંગટોનમાંથી પસંદ કરવાનો ઓપ્શન આપે છે. તેમાં બ્લેક અને ગ્રીન 1.5-ઇંચની બેકલિટ મોનોક્રોમેટિક LCD સ્ક્રીન હતી અને તેનું વજન લગભગ 150 ગ્રામ હતું, જે તેને મોટાભાગના આધુનિક સ્માર્ટફોન્સ કરતાં થોડું લાઈટ છે.
આ પણ વાંચો: Vivo Y18 : વીવો વાય 18 સ્માર્ટફોન 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે, જાણો કેવા છે ફિચર્સ
ફોન ત્રણ ગેમ જેમાં સ્નેક, મેમરી અને રોટેશન સાથે પ્રી-ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. ફોનના કેટલાક વર્ઝનમાં હિડન ગેમ્સ પણ હતી જેને ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને અને ડેટા કેબલનો ઉપયોગ કરીને એક્ટિવ કરી શકાય છે.
Nokiamobના તાજેતરના રિપોર્ટ મુજબ, Gigantti નામના ફિનિશ આઉટલેટે Nokia 3210 નું મોર્ડન વર્ઝન લીક કર્યું હોઈ શકે છે. આગામી ફોન બે કલરમાં આવશે જેમાં નેવી બ્લ્યુ અને પીળો, જે 8 મેના રોજ ખરીદી માટે અવેલેબલ થશે.
જ્યારે પ્રોડક્ટ લિસ્ટિંગ હવે ડાઉન છે, ત્યારે પબ્લિકેશનના જણાવ્યા અનુસાર આગામી ફોનની કિંમત લગભગ 89 યુરો હશે. તે હજુ અસ્પષ્ટ છે કે શું HMD તેને વિશ્વના અન્ય દેશોમાં લોન્ચ કરશે કે નહિ. તાજેતરમાં, એક ટ્રેડ શોમાં, કંપનીએ એક ટીઝર મૂક્યું હતું જે ઝડપથી રીમુવ કરવામાં આવ્યું હતું. જો કે, નોકિયાના ચાહકોએ ઝડપથી નોંધ્યું હતું કે આવનારા ફીચર ફોનમાં ‘રેટ્રો ઈન્ટરફેસ’ હશે અને સ્નેક જેવી જૂની ગેમ મળશે.
આ પણ વાંચો: શાનદાર પોર્ટેબલ એર કુલર સસ્તામાં ખરીદવાનો મોકો, ઇએમઆઈ થી પેમેન્ટ ચૂકવો, વીજળીની થશે બચત
તે બ્લૂટૂથ અને 4G કનેક્ટિવિટી સાથે માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ મેળવી શકે છે. રિપોર્ટ એ પણ સૂચવે છે કે નવા Nokia 3210માં USB-C ચાર્જિંગ હશે અને તે 1,450mAh બેટરી સાથે આવશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, HMD નોકિયાને હસ્તગત કર્યા પછી, કંપની નોકિયા 2660 ફ્લિપ જેવા કેટલાક આઇકોનિક ફોનને ફરીથી લોંચ કરી રહી છે. આ ફીચર ફોન કે જે સ્માર્ટફોનનો વપરાશ ઘટાડી શકે અથવા ડિજિટલ ડિટોક્સ માટે મદદ કરે છે.





