/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Nokia-new-feature-phones.jpg)
Nokia Feature Phones: નોકિયા 215 4જી, નોકિયા 225 4જી, નોકિયા 235 4જી (2024) લોન્ચ થયા છે. (Photo - @HMDdevices)
Nokia Launches new Feature Phones: નોકિયા દ્વારા 3 નોકિયા ફીચર ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. એચએમડી એટેલ કે નોકિયાના આ 3 ફીચર ફોન - નોકિયા 215 4જી (2024), નોકિયા 225 4જી (2024) અને નોકિયા 235 4જી (2024) છે. આ ત્રણેય ફોનને Unisoc T107 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. નોકિયાના આ ત્રણ નવા ફીચર ફોન S30+ OS પર ચાલે છે. આ ફોનમાં ક્લાઉડ એપ્સને સપોર્ટ કરવામાં આવ્યા છે, જેથી યૂઝર્સ એન્ટરટેઈનમેન્ટ, બિઝનેસ કે એજ્યુકેશનલ કન્ટેન્ટનો ફાયદો ઉઠાવી શકશે. યુઝર્સ નોકિયાના ડંબ ફોનમાં યુટ્યુબ શોર્ટ્સને પણ જોઇ શકશે.
નોકિયા 235 4G (2024) એચએમડી આયર્લેન્ડની વેબસાઇટ પર 64.99 યુરો (આશરે 5,800 રૂપિયા)માં લિસ્ટેડ છે. આ ફોન બ્લેક, બ્લૂ અને પર્પલ કલર ઓપ્શનમાં આવે છે.
તો નોકિયા 225 4G (2024) ફોનને ગુલાબી અને ડાર્ક બ્લુ કલર ઓપ્શનમાં લઈ શકાય છે. તો નોકિયા 215 4G (2024) બ્લેક, ડાર્ક બ્લુ અને પીચ શેડ્સમાં ઉપલબ્ધ છે.
એચએમડી ઇન્ટરનેશનલની વેબસાઇટ પર લિસ્ટ થવા છતાં, નોકિયા 225 4G (2024) અને નોકિયા 215 4જી (2024) સ્માર્ટફોનની કિંમતો અપડેટ કરવામાં આવી નથી. એચએમડી ગ્લોબલની પ્રેસ રિલીઝમાં પુષ્ટિ કરવામાં આવી છે કે આ ફોન આફ્રિકા, ભારત, મધ્ય પૂર્વના પસંદગીના એશિયન દેશોમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ થશે. નોકિયા 225 4જી (2024) 6200 રૂપિયાની આસપાસ ખરીદી શકાય છે જ્યારે નોકિયા 215 4G (2024)ને 5300 રૂપિયાની આસપાસ ઉપલબ્ધ કરાવી શકાય છે.
Exciting news from HMD! 🌟 Meet the family – Nokia 215 4G, Nokia 225 4G, and Nokia 235 4G! Affordable, stylish, and packed with features, they're ready to join you on whatever adventure comes next. https://t.co/SXsFNIcWuzpic.twitter.com/Qltv41pJD0
— HMD (@HMDdevices) April 30, 2024
નોકિયાના 3 લેટેસ્ટ ફીચર ફોનના ફીચર્સ
નોકિયા 215 4જી (2024), નોકિયા 225 4G (2024) અને નોકિયા 235 4જી (2024) માં યુનિસોક ટી 107 પ્રોસેસર્સ છે. અને આ ફોનમાં S30+ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ હેન્ડસેટમાં 64એમબી રેમ, 128એમબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ડિવાઇસની સ્ટોરેજ વધારીને 32 જીબી કરી શકાય છે. નોકિયાના ત્રણ લેટેસ્ટ ફિચર ફોનમાં 1450mAhની બેટરી આપવામાં આવી છે.
એચએમડી ઈન્ટરનેશનલ કંપનીનો દાવો છે કે આ ફોનમાં 9.8 કલાક સુધીનો ટોક ટાઇમ મળશે. આ ડિવાઇસમાં યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ અને 3.5 એમએમ ઓડિયો જેક સપોર્ટ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | રેડમી નોટ 13 પ્રો+ 5G વર્લ્ડ ચેમ્પિયન એડિશન ભારતમાં લોન્ચ, શાનદાર સ્માર્ટફોન ડિસ્કાઉન્ટમાં ખરીદવાનો મોકો
નોકિયાના ત્રણેય ફોન માંQVGA LCD સ્ક્રીન્સ આપવામાં આવી છે. નોકિયા 225માં 2.4 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જ્યારે નોકિયા 215 અને નોકિયા 235માં 2.8 ઇંચની મોટી સ્ક્રીન આપવામાં આવી છે. નોકિયા 215માં નો કેમેરા, નોકિયા 225માં 0.3 મેગાપિક્સલ અને નોકિયા 235માં 2 મેગાપિક્સલના રિયર કેમેરા આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં બ્લૂટૂથ 5.0 કનેક્ટિવિટી સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોન્સ પર ક્લાઉડ એપ્સ પ્રી-ઇન્સ્ટોલ થાય છે અને યુઝર્સ યુટ્યુબ શોર્ટ્સ સહિત ન્યૂઝ અને હવામાન સંબંધિત માહિતી ઓનલાઇન મેળવી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us