Nothing Phone 2a Blue Variant Launched In India: નથિંગ ફોન કંપનીએ ભારતમાં લેટેસ્ટ નથિંગ ફોન 2એ સ્માર્ટફોનનું નવું બ્લુ કલર વેરિઅન્ટ લોન્ચ કર્યું નથી. નથિંગ ફોન 2એ બ્લૂ વેરિઅન્ટનું વેચાણ 2 મે, 2024થી શરૂ થશે. આ ફોનને રેગ્યુલર એડિશન પ્રાઇસ એટલે કે 23,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
તમને જણાવી દઈએ કે કંપનીએ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ પર 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફરની પણ જાહેરાત કરી છે. એટલે કે, ગ્રાહકો ફોનના બેઝ વેરિઅન્ટને 19,999 રૂપિયાની અસરકારક કિંમતે ખરીદી શકશે. પહેલા દિવસે કંપની પસંદગીના ગ્રાહકોને ફોન ખરીદવા પર નથિંગ ઑડિયો પ્રોડક્ટ પણ ફ્રી આપી રહી છે.
તમને જણાવી દઈએ કે નથિંગ ફોન (2A) પહેલાથી દુનિયાભરમાં બે કલરમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. કંપનીએ લેટેસ્ટ બ્લુ એડિશનને ખાસ કરીને ભારતમાં ઉપલબ્ધ કરાવી છે. નવો સ્માર્ટફોન પોલીકાર્બોનેટ ફ્રેમ અને બેક પેનલથી બનેલો છે અને તેનું બોક્સ પણ મેચિંગ બ્લુ કલરનું છે. નવા લુક ઉપરાંત નથિંગના નવા સ્માર્ટફોનના તમામ સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ નથિંગ ફોન 2Aના વ્હાઇટ અને બ્લેક વેરિઅન્ટ જેવા જ છે.
નથિંગ ફોન 2એ બ્લુ વેરિઅન્ટ ફીચર્સ (Nothing Phone 2a Blue Variant Features)
તમને જણાવી દઈએ કે લંડનની કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક કંપની નથિંગનો આ સૌથી સસ્તો ફોન છે. સ્માર્ટફોનમાં પાછળના ભાગમાં Glyph લાઇટિંગ સાથે ટ્રાન્સપરન્ટ ડિઝાઇન આપવામાં આવી છે.
નથિંગ ફોન 2એ સ્માર્ટફોન માં મીડિયાટેક ડિમેન્સિટી 7200 પ્રો ચિપસેટ છે. આ સ્માર્ટફોનમાં 8 અને 12 જીબી રેમ ઓપ્શન આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં 128 અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં 6.7 ઇંચની 120હર્ટ્ઝ OLED ડિસ્પ્લે પેનલ આપવામાં આવી છે. હેન્ડસેટમાં સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત નથિંગ OS સાથે આવે છે અને તેમાં વોલપેપર જનરેટર, ચેટજીપીટી ઇન્ટિગ્રેશન જેવા એઆઇ ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો | Realme ના 12000થી ઓછી કિંમતના બે શાનદાર 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને ખાસિયતો
આ ઉપરાંત ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડે (Flipkart Big Saving Day) માં પણ નથિંગ ફોન 2ને ડિસ્કાઉન્ટ સાથે 29,999 રૂપિયા ઉપર ઉપલબ્ધ છે. યઝર્સ 200 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 3000 રૂપિયાની વધારાની એક્સચેન્જ વેલ્યૂનો પણ ફાયદો ઉઠાવી શકાય છે.





