Nothing Phone 2a : નથીંગ ફોન 2એ સ્માર્ટફોન બે નવા કલર સાથે આજે થશે લોન્ચ

Nothing Phone 2a : નથિંગ આવનારા મહિનાઓમાં ફોન 2એનું કોમ્યુનિટી એડિશન વેરિઅન્ટ પણ લોન્ચ કરે તેવી શક્યતા છે.

Nothing Phone 2a : નથિંગ આવનારા મહિનાઓમાં ફોન 2એનું કોમ્યુનિટી એડિશન વેરિઅન્ટ પણ લોન્ચ કરે તેવી શક્યતા છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Nothing Phone 2a look

Nothing Phone 2a : નથીંગ ફોન 2એ સ્માર્ટફોન બે નવા કલર સાથે આજે થશે લોન્ચ

Nothing Phone 2a : નથિંગ ફોન 2એ (Nothing Phone 2a) સ્માર્ટફોન 29 મે, 2024 આજે નવા રેડ અને યલો કલરમાં લોન્ચ થઈ શકે છે, કંપનીએ મંગળવારે એક ક્રિપ્ટિક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંકેત આપ્યો હતો. સ્માર્ટફોન મૂળ રૂપે બે કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો, બ્લેક અને વ્હાઇટ. સ્માર્ટફોન નિર્માતાએ તેના ડેબ્યૂના થોડા મહિના પછી તેના બજેટ સ્માર્ટફોન માટે ત્રીજો બ્લુ કલરવે પહેલેથી જ લોન્ચ કર્યો છે. બ્લુ વેરિઅન્ટ ખાસ કરીને ભારત માટે બનાવવામાં આવ્યું હતું. નથિંગ આવનારા મહિનાઓમાં ફોન 2એનું કોમ્યુનિટી એડિશન વેરિઅન્ટ પણ લોન્ચ કરશે જે કોમ્યુનિટી એડિશન પ્રોજેક્ટ દ્વારા સ્માર્ટફોન રસિયાઓ દ્વારા સબમિટ કરવામાં આવેલી ડિઝાઇનનો ઉપયોગ કરશે.

Advertisment
Nothing Phone 2a
Nothing Phone 2a : નથીંગ ફોન 2એ સ્માર્ટફોન બે નવા કલર સાથે આજે થશે લોન્ચ

નથીંગ ફોન 2એ અપેક્ષિત કલર ઓપ્શન

નથીંગના ટ્વિટર હેન્ડલ પર સત્તાવાર પોસ્ટ કરે છે, “કંઈક ખાસ કાલે.” તેની સાથે એક ટીઝર ઈમેજ સાથે ત્રણ કલરનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં બ્લ્યુ, રેડ અને યલો છે. જેમાં દરેક કલરમાં તેના હેક્સાડેસિમલ કલર કોડ, CMYK અને RGB નંબર્સ અને RAL કલર સ્ટાન્ડર્ડ જેવી ડિટેલ્સ દર્શાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Samsung Galaxy M35 5G : 6000mAh બેટરીવાળો સેમસંગ ગેલેક્સી એમ35 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Advertisment

જ્યારે સિક્રેટ પોસ્ટ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી, તે સંભવિત નવા કલર પર સંકેત આપે છે જે ફોન 2a માટે રજૂ કરવામાં આવી શકે છે. આ સ્માર્ટફોન વૈશ્વિક સ્તરે બ્લેક અને વ્હાઇટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે જ્યારે નવો લોન્ચ કરાયેલ બ્લુ વેરિઅન્ટ ભારત માટે વિશિષ્ટ છે.

છેલ્લા કેટલાક દિવસોમાં, નથિંગના X હેન્ડલે સંદર્ભ વિના ઘણી રહસ્યમય પોસ્ટ્સ મૂકી છે , કદાચ નવા કલર વેરિયન્ટ લોન્ચ કરવાની ધારણા સાથે. જો કે, નવા કલર ઓપ્શન માત્ર કોસ્મેટિક ટ્વીક્સ લાવવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: Samsung Galaxy S25 Ultra : સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા સ્માર્ટફોનમાં બે કી કેમેરા અપગ્રેડ આવી શકે, જાણો ડિટેલ્સ

નથીંગ ફોન 2એ (Nothing Phone 2a) : કિંમત અને ઉપલબ્ધતા

Nothing Phone 2a ની ભારતમાં કિંમત ₹ 8GB+128GB વેરિઅન્ટ માટે ₹ 23,999, 8GB+256GB વેરિઅન્ટ માટે 25,999 અને ₹ 12GB+256GB વેરિઅન્ટ માટે ₹ 27,999. તે ત્રણ કલરમાં ઉપલબ્ધ છે, બ્લેક, બ્લ્યુ અને વાઈટ. આ સ્માર્ટફોનનું વેચાણ ફક્ત ફ્લિપકાર્ટ દ્વારા કરવામાં આવે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G