સૌથી સસ્તો Nothing Phone 2a સ્માર્ટફોન લૉન્ચ, 2000નું ડિસ્કાઉન્ટ મેળવો; જાણો કિંમત, ફીચર્સ સહિત તમામ વિગતો

Nothing Phone 2a Price, Features And S pecifications Details : નથિંગ ફોન 2a સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. આ લેટેસ્ટ સ્માર્ટફોન સ્ટોરેજ અને રેમ મુજબ ત્રણ ઓપ્શનમાં અને કલર મુજબ બે વિકલ્પોમાં ઉપલબ્ધ થશે.

Written by Ajay Saroya
March 05, 2024 23:03 IST
સૌથી સસ્તો Nothing Phone 2a સ્માર્ટફોન લૉન્ચ, 2000નું ડિસ્કાઉન્ટ મેળવો; જાણો કિંમત, ફીચર્સ સહિત તમામ વિગતો
Nothing Phone 2a SmartPhone : નથિંગ ફોન ટુએ સ્માર્ટફોન (Photo - @nothing)

Nothing Phone 2a Price, Features And S pecifications Details : નથિંગ (Nothing)દ્વારા Nothing Phone 2a સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતીય બજારમાં કંપનીનો આ ત્રીજો ફોન છે. નવા ફોનની કિંમત 23,999 રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ પ્રારંભિક ઓફર હેઠળ, કંપનીનો સૌથી સસ્તો ફોન માત્ર 19,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સેલ ફ્લિપકાર્ટ પર 12 માર્ચે બપોરે 12 વાગ્યે યોજાશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રારંભિક ઓફર હેઠળ મર્યાદિત પ્રોડક્ટ્સ વેચવામાં આવશે, તેથી બુકિંગ વહેલું કરવાથી મોબાઇલ મળવાના ચાન્સ વધી જશે.

નથિંગનો લેટેસ્ટ સ્માર્ટફોન સ્ટોરેજ અને રેમ મુજબ ત્રણ ઓપ્શનમાં અને કલર મુજબ બે વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. આવું પહેલીવાર છે કે જ્યારે નથિંગે ભારતમાં તેના ગ્લોબલ લૉન્ચ ઇવેન્ટનું આયોજન કર્યું અને આ દરમિયાન નવા ફોનની કિંમત જાહેર કરવામાં આવી. કંપનીનો નવો ફોન Android (Android 14) બેઝ્ડ Nothing OS 2.5 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં આઇકોનિક ગ્લિફ ઇન્ટરફેસ (iconic glyph interface) આપવામાં આવ્યું છે.

નથિંગ ફોન 2એ કિંમત (Nothing Phone 2a Price)

સ્ટોરેજ મુજબ ભારતીય બજારમાં Nothing Phone 2a સ્માર્ટફોન ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે. જેમા 8GBRAM/128GB વેરિઅન્ટ 23,999 રૂપિયામાં ખરીદી શકાશે. તો 8GBRAM/256GB વેરિઅન્ટ માટે ગ્રાહકોએ 25,999 રૂપિયા અને 12GBRAM/256GB વેરિઅન્ટ માટે ગ્રાહકોએ 27,999 રૂપિયા ખર્ચવા પડશે. ટ્રાન્સપરન્ટ નથિંગ સિગ્નેચર ડિઝાઈન સાથે આવતા Nothing Phone 2a ફોન બે કલર – બ્લેક અને વ્હાઇટમાં ઉપલબ્ધ છે.

નથિંગ ફોન 2એ : કાર્ડ વડે ખરીદવાથી 2000 રૂપિયાની બચત

કંઈ પણ પસંદગીના કાર્ડ મારફતે નથિંગ ફોન 2એ સ્માર્ટફોન ખરીદવાથી રૂ. 2000 નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. HDFC બેંકના કાર્ડનો ઉપયોગ કરીને નથિંગ ફોન 2a ખરીદવા પર ગ્રાહકોને 2,000 રૂપિયાની ઑફર મળી રહી છે. આ ઑફરનો લાભ ઉઠાવી નથિંગના ત્રીજા સ્માર્ટફોનને ગ્રાહકો 21,999 રૂપિયાથી 25,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકે છે.

નથિંગ ફોન એટુ ફીચર્સ (Nothing Phone 2a Features)

નથિંગ ફોન 2a ફોનમાં MediaTek Dimensity 7200 Pro ચિપસેટ આપવામાં આવી છે. લેટેસ્ટ ફોન 12GB રેમથી સજ્જ છે. તેને 8GBRAM સુધી વધારી શકાય છે. જેનાથી ફોનમાં કુલ રેમ 20GB થઇ જશે. ફોન રેમ અને સ્ટોરેજના આધારે ત્રણ વિકલ્પોમાં આવશે. જેમાં બે મોડલમાં 8GB રેમ અને 128 GB અને 256 GB સ્ટોરેજ ઓપ્શન મળે છે. તો ટોપ વેરિઅન્ટ 12GB રેમ અને 256 GB સ્ટોરેજ સાથે આવે છે. ફોનની ડિસ્પ્લે સાઇડ 6.7 ઇંચની છે. ફેક્સિબલ AMOLED ડિસ્પ્લેનો રિફ્રેશ દર 120 Hz સુધીનો છે. યુઝર્સ તેમની જરૂરિયાત મુજબ ફોનની બ્રાઈટનેસ 1300 નિટ્સ સુધી ઘટાડી શકશે.

નથિંગ ફોન ટુએ સ્પેસિફિકેશન (Nothing Phone 2a Specifications)

નથિંગ ફોન ટુએ સ્માર્ટફોન માં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં 50MP પ્રાયમરી કેમેરા અને સેન્સર શામેલ છે. કેમેરાની ડિઝાઇનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ((optical image stabilisation-OIS – OIS) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બેક કેમેરો પણ 50MPનો છે અને તે 114 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યુ સાથેનો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે, નથિંગ ફોન 2a ફોનમાં Nothing Phone 2 ની તર્જ પર 32MP ફ્રન્ટ કૅમેરો છે.

આ પણ વાંચો | વીવો સ્માર્ટફોન સસ્તામાં ખરીદવાનો મોકો, સાથે 2000નું ઇન્સ્ટન્ટ કેશબેક, જાણો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

નથિંગ કંપની તરફથી જણાવવામાં આવ્યું છેકે, કંપનીના લાઇન-અપમાં સામેલ Nothing Phone 2a ફોનમાં સૌથી પાતળા બેઝલ્સ આપવામાં આવ્યા છે, જે સ્ક્રીનની ચારે બાજુની કિનારી પર માત્ર 2.1 મિનીની છે. સ્માર્ટફોનમાં 5,000mAh ક્ષમતાની બેટરી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે સપોર્ટેડ છે. નોંધનીય બાબત એ છે કે ફોન બોક્સમાં ચાર્જિંગ બ્રિક સાથે આવતી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ