Nothing Phone 3 Price in India: નથિંગ ફોન 3 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. યુકેની આ કંપની વનપ્લસના કો-ફાઉન્ડર કાર્ડપે પેઇએ બનાવી છે. નવો નથિંગ ફોન 3 સ્નેપડ્રેગન 8s Gen 4 ચિપસેટ દ્વારા સંચાલિત છે. આ ડિવાઇસમાં 16જીબી સુધીની રેમ અને 512જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ, 50MPનો ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે. આ લેટેસ્ટ નથિંગ હેન્ડસેટ Glyph Matrix સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. નવા નથિંગ ફોન 3માં શું છે ખાસ? જાણો કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સની દરેક વિગત
Nothing Phone 3 Price in India : ભારતમાં નથિંગ ફોન 3 કિંમત
નથિંગ ફોન 3 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 79,999 રૂપિયા છે. તો ટોપ-એન્ડ 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડેલ 89,999 રૂપિયામાં ખરીદી શકાય છે. લેટેસ્ટ નથિંગ સ્માર્ટફોન વ્હાઇટ અને બ્લેક કલર ઓપ્શનમાં આવે છે. આ ડિવાઇસનું વેચાણ 15 જુલાઈથી ફ્લિપકાર્ટ, ફ્લિપકાર્ટ મિનિટ્સ, વિજય સેલ્સ, ક્રોમા અને અન્ય અગ્રણી રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે. સ્પેશિયલ લોન્ચ ઓફર હેઠળ ડિવાઇસનું પ્રી-બુકિંગ શરૂ થઇ ગયું છે. જણાવી દઈએ કે કંપની પ્રી-બુક કરાવનારા ગ્રાહકોને નથિંગ ઈયર ફ્રી આપી રહી છે.
યૂકેમાં નથિંગ ફોન 3ના 256જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 799GBP (લગભગ 93,000 રૂપિયા) રાખવામાં આવી છે. નથિંગ ફોન 3 સ્માર્ટફોનનું પ્રી ઓર્ડર બુકિંગ 4 જુલાઇથી શરૂ થશે.
Nothing Phone 3 Specifications : નથિંગ ફોન 3 સ્પેસિફિકેશન
નથિંગ ફોન 3 ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે અને એન્ડ્રોઇડ 15 બેઝ્ડ આધારિત Nothing OS 3.5 સાથે આવે છે. કંપનીએ ફોનમાં 5 વર્ષ માટે OS અપડેટ અને 7 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ આપવાનું વચન આપ્યું છે. હેન્ડસેટમાં 6.67 ઇંચની 1.5K (1,260 x 2,800 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 92.89 ટકા, પિક્સેલ ડેન્સિટી 460ppi અને રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે ફ્રન્ટમાં ગોરિલ્લા ગ્લાસ 7આઇ અને પાછળની તરફ ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
નથિંગ ફોન 3 સ્નેપડ્રેગન 8s Gen 4 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ડિવાઇસમાં 16 જીબી સુધીનું રેમ ઓપ્શન આપવામાં આવ્યું છે. આ ફોનમાં 256 જીબી સુધીનું સ્ટોરેજ છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 65W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે માત્ર 54 મિનિટમાં બેટરી 1થી 100 ટકા સુધી ચાર્જ થઈ જશે. આ સ્માર્ટફોનમાં 15W વાયરલેસ ચાર્જિંગ, 7.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ અને 5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનનું ડાયમેન્શન 160.60×75.59×8.99 mm છે અને તેનું વજન 218 ગ્રામ છે.
Nothing Phone 3 Camera : નથિંગ ફોન 3 કેમેરા
ફોટોગ્રાફી માટે, આ નથિંગ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર છે જે OIS સપોર્ટ કરે છે. આ ઉપરાંત હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને ઓઆઇએસ સપોર્ટ અને 3એક્સ ઓપ્ટિકલ ઝૂમ સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
નથિંગ ફોન 3 સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 5જી, બ્લૂટૂથ 6, એનએફસી, જીપીએસ, એ-જીપીએસ અને વાઇ-ફાઇ 7 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સેલેરોમીટર, ઇલેક્ટ્રોનિક હોકાયંત્ર, ગાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં IP-68 રેટેડ ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ બિલ્ડ આપવામાં આવ્યું છે. ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે.
નથિંગ ફોન 3 મોબાઇલમાં કંપનીએ નોથિંગ ફોન 1 અને ફોન 2માં જોવા મળતા ગ્લાયફ ઇન્ટરફેસ આપ્યા નથી. નવા સ્માર્ટફોનમાં ગ્લિફ મેટ્રિક્સ છે, જે 489 માઇક્રો એલઇડી સાથે એક નાનું સર્ક્યુલર ડિસ્પ્લે છે. તેનો ઉપયોગ એનિમેશન, ચાર્જિંગ સ્ટેટસ, નોટિફિકેશન્સ, સમય અને અન્ય ચેતવણીઓ પ્રદર્શિત કરવા માટે થઈ શકે છે.