Nothing Phone 3 ભારતમાં 1 જુલાઇએ થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Nothing Phone 3 : Nothing Phone 3 ની લોન્ચિંગ 1 જુલાઈના રોજ થશે. અત્યાર સુધી આ હેન્ડસેટ અંગે ઘણા લીક્સ અને ઓફશિયલ ફીચર્સ સામે આવ્યા છે.

Written by Ashish Goyal
June 30, 2025 16:53 IST
Nothing Phone 3 ભારતમાં 1 જુલાઇએ થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
Nothing Phone 3 : Nothing Phone 3 ની લોન્ચિંગ 1 જુલાઈના રોજ થશે (Image: Nothing)

Nothing Phone 3 : Nothing Phone 3 ની લોન્ચિંગ 1 જુલાઈના રોજ થશે. અત્યાર સુધી આ હેન્ડસેટ અંગે ઘણા લીક્સ અને ઓફશિયલ ફીચર્સ સામે આવ્યા છે. લંડન સ્થિત આ કંપનીએ એક ફીચરની પુષ્ટિ કરી છે. આ સ્માર્ટફોનમાં 50 MP પેરિસ્કોપ કેમેરા, ફ્રેશ લુક અને ઘણી સારી ફીચર્સ જોવા મળી શકે છે. Nothing Phone 3 ની સાથે કંપની 1 જુલાઈના રોજ HeadPhone 1 લોન્ચ કરી શકે છે અને આ કંપનીનો પહેલો હેડફોન હશે.

લીક્સ રિપોર્ટ્સ અનુસાર આ હેન્ડસેટની કિંમત 60 હજાર રૂપિયા હોઈ શકે છે, જોકે કંપનીએ હજુ સુધી આ કિંમતની પુષ્ટિ કરી નથી. હવે મંગળવારે તેમની કિંમત સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવશે

Nothing Phone 3 ભારત સહિત વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર એક ડિવાઇસ માટે એક સમર્પિત પેજ તૈયાર કરવામાં આવ્યું છે. કંપની આ સ્માર્ટફોન અને હેડફોન ભારતમાં લોન્ચ કરશે. આ લોન્ચ રાત્રે 10.30 વાગ્યે થશે, જેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકાય છે.

Nothing Phone 3 ના સંભવિત ફિચર્સ

ફોનમાં પહેલાની જેમ પારદર્શક બેક પેનલ હશે, પરંતુ આ વખતે તેમાં એક નવું ડોટ-મેટ્રિક્સ સ્ટાઇલ ડિસ્પ્લે પણ સામેલ કરવામાં આવ્યું છે, જે નોટિફિકેશન અને અન્ય એલર્ટ બતાવશે. ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, તેમાં 6.7-ઇંચની FHD + OLED સ્ક્રીન મળી શકે છે, જે LTPO ટેકનોલોજી સાથે 0Hz થી 120Hz સુધીના અડૈપ્ટિવ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ સ્માર્ટફોનમાં Snapdragon 8s Gen 4 ચિપસેટ આપી શકાય છે.

આ પણ વાંચો – Suzuki Alto 2025 મોડલ લોન્ચ, ADAS સેફ્ટી, કિંમત સાત લાખથી ઓછી, જાણો ફિચર્સ

કેમેરા વિશે વાત કરીએ તો, Nothing Phone 3 માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હશે. તેમાં 50MP ટેલિફોટો લેન્સ, 50MP મુખ્ય સેન્સર અને 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા સામેલ છે. ફોનના ફ્રન્ટ ભાગમાં 50MP નો હાઇ-રિઝોલ્યુશન સેલ્ફી કેમેરા પણ છે, જે ફક્ત સારી ફોટોગ્રાફી જ નહીં પરંતુ 4K વિડિઓ રેકોર્ડિંગ પણ શક્ય બનાવશે.

Nothing Phone 3 માં 5150mAh બેટરી છે, જે ચાર્જિંગ માટે 100W ફાસ્ટ ચાર્જિંગ મેળવી શકે છે. આ સ્માર્ટફોન Android-આધારિત Nothing OS પર કામ કરશે. કંપની તેની સાથે 5 વર્ષ માટે Android OS અપડેટ્સ પ્રદાન કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ