scorecardresearch

1 જાન્યુઆરીથી બદલાઇ જશે NPS, વીમા પોલિસી અને ક્રેડિટ કાર્ડ સબંધિત નિયમો, જાણો

KYC rules update: નવા કેલેન્ડર વર્ષ 2023માં (year 2023) નેશનલ પેન્શન સ્કીમ (NPS), વીમા પોલિસી (Insurance police), ક્રેડિટ કાર્ડ (Credit Card) સહિત ઘણી બાબતોના નિયમોમાં ફેરફાર (rule changes) થશે જે તમારા માટે જાણવા જરૂરી

1 જાન્યુઆરીથી બદલાઇ જશે NPS, વીમા પોલિસી અને ક્રેડિટ કાર્ડ સબંધિત નિયમો, જાણો

નવા કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆત સાથે નાણાં અને રોકાણ સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર થશે કે નવા નિયમો લાગુ થશે, જેને ધ્યાનમાં રાખવા પડશે અને તેનું પાલન કરવાનું રહેશે. આ નિયમોનું પાલન ન કરતા તમારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે. 1 જાન્યુઆરી, 2023 થી જે નવા નિયમો અમલમાં આવશે, તેમાં NPS, વીમાથી લઈને KYC દસ્તાવેજો અને ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ સુધીની ઘણી બાબતો સાથે સંકલાયેલા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જો તમે અત્યાર સુધી તેમના પર ધ્યાન નથી આપ્યું ,તો હવે જાણી લો.

વીમા પોલિસી ખરીદવા માટે KYC જરૂરી 

જો તમે 1 જાન્યુઆરી 2023થી કોઈપણ નવી વીમા પોલિસી ખરીદશો, તો તમારે KYC એટલે કે ‘નો યોર કસ્ટમર’ સંબંધિત દસ્તાવેજો ફરજિયાત સબમિટ કરવાના રહેશે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)ના નવા નિયમોને આધિન આ ફેરફાર થઈ રહ્યો છે. ઇરડાએ સ્પષ્ટતા કરી છે કે, વીમા કંપનીઓએ નવા વર્ષમાં કોઈપણ વીમા પોલિસી વેચતા પહેલા ગ્રાહક પાસેથી KYC દસ્તાવેજો મેળવવા પડશે. આ નિયમ જીવન વીમા, આરોગ્ય વીમો, મોટર વાહન વીમાથી લઈને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ સુધીની કોઈપણ વીમા પોલિસીના વેચાણ પર લાગુ થશે.

NPSમાંથી ઉપાડનો નિયમ

જો તમે તમારા નેશનલ પેન્શન સ્કીમ (NPS) એકાઉન્ટમાંથી અમુક રકમ ઉપાડવા માંગો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. હકીકતમાં, નવા વર્ષે NPS એકાઉન્ટમાંથી આંશિક ઉપાડ સાથે સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.

1 જાન્યુઆરી, 2023 ના રોજ કે ત્યારબાદ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા સરકારી સંસ્થાઓના કર્મચારીઓ સેલ્ફ – ડિક્લરેશનના આધારે તેમના NPS એકાઉન્ટમાંથી ઑનલાઇન આંશિક ઉપાડ કરી શકશે નહીં. હકીકતમાં, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખીને 1 જાન્યુઆરી, 2021 થી સરકારી કર્મચારીઓને આ સુવિધા આપી હતી, જે હવે પાછી ખેંચવામાં આવી રહી છે.

PFRDAએ 23 ડિસેમ્બર 2022ના રોજ જારી કરેલા પરિપત્ર દ્વારા સ્પષ્ટ કર્યું છે કે 1 જાન્યુઆરી 2023થી તમામ સરકારી અથવા સરકારી સંસ્થાઓના કર્મચારીઓએ NPS ખાતામાંથી આંશિક ઉપાડ માટે તેમની નોડલ ઓફિસમાં અરજી કરવી પડશે.

જો કે, સેલ્ફ- ડિક્લરેશન દ્વારા આંશિક ઉપાડની સુવિધા બિન-સરકારી NPS ખાતધારકો માટે ચાલુ રહેશે, જેમાં સામાન્ય નાગરિકો અને ખાનગી કોર્પોરેટ કંપનીઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

SBI કાર્ડ્સ પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સમાં ફેરફાર

SBI કાર્ડ્સે 1 જાન્યુઆરી, 2023 થી તેના ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સમાં પણ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 1 જાન્યુઆરી, 2023થી એમેઝોન પર એસબીઆઈ કાર્ડ દ્વારા ઓનલાઈન શોપિંગ માટે 10 ગણા (10X)ને બદલે માત્ર 5 ગણા (5X) રિવોર્ડ પોઈન્ટ્સ મળશે. જો કે, પહેલાની જેમ BookMyShow, Cleartrip, EazyDiner, Lenskart અને Netmeds પર 10 ગણા રિવોર્ડ પોઈન્ટ્સ મળવાનું ચાલુ રહેશે.

HDFC બેંક ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સમાં ફેરફાર

1 જાન્યુઆરી, 2023 થી, HDFC બેંકના ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ પ્રોગ્રામમાં પણ કેટલાંક મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે.

  • HDFC બેંક સ્માર્ટબાય ઓનલાઈન પોર્ટલ પર 1 જાન્યુઆરીથી ફ્લાઈટ્સ અને હોટલ બુકિંગ પર રિવોર્ડ પોઈન્ટના રિડેમ્પશન માટેની માસિક મર્યાદા નક્કી કરવામાં આવશે.
  • Infinia કાર્ડ્સ માટે, આ માસિક મર્યાદા 1.5 લાખ રિવોર્ડ પોઈન્ટ્સ હશે, જ્યારે Diners Black કાર્ડ પર માસિક 75 હજાર અન્ય તમામ કાર્ડ્સ પર મહિનામાં મહત્તમ 50 હજાર રિવોર્ડ પોઈન્ટ્સ રિડીમ કરી શકાય છે.
  • તેવી જ રીતે, Infinia કાર્ડ્સ પર એક મહિનામાં તનિષ્ક વાઉચર માટે વધુમાં વધુ 50,000 રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરી શકાય છે.
  • ગ્રોસરીની ખરીદી પર મળેલા રિવોર્ડ પોઈન્ટ માટે પણ માસિક મર્યાદા નક્કી કરવામાં આવશે. નીચેના કાર્ડ્સને દર મહિને વધુમાં વધુ 2000 રિવોર્ડ પોઈન્ટ્સ મળશે: Infinia, Diners Black, Regalia, Regalia Gold, Regalia First, Business Regalia, Business Regalia First, Diners Privilege, Diners Premium, Diners Clubmiles અને Tata Neu Infinity.
  • બાકીના અન્ય તમામ કાર્ડ માટે આ માસિક મર્યાદા 1000 રિવોર્ડ પોઈન્ટ્સ રહેશે.

Web Title: Nps account insurance police to credit card reward points rule changes from january 1 2023 know here

Best of Express