NPS Aadhaar Authentication : NPS આધાર પ્રમાણીકરણ: એનપીએસ એટલે કે નેશનલ પેન્શન યોજના વિશે એક મોટા સમાચાર આવ્યા છે. જો તમે સરકારી પેન્શન યોજના નેશનલ પેન્શન સ્કીમમાં પણ રોકાણ કરો છો, તો તમારું એકાઉન્ટ પહેલા કરતા વધુ સુરક્ષિત બની રહ્યું છે. સરકાર 1 એપ્રિલથી NPS સંબંધિત નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. 1 એપ્રિલથી એનપીસી એકાઉન્ટમાં લોગ ઈન કરવાની પદ્ધતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.
આ નવા ફેરફાર બાદ એનપીએસ મેમ્બર સભ્યોએ લોગીન કરવા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (એનપીએસ 2 ફેક્ટર આધાર ઓથેન્ટિકેશન) કરવું પડશે . લૉગિન કરવા માટે, તેઓએ આધાર વેરિફિકેશન પછી મોબાઇલ OTP દ્વારા લૉગિન કરવું પડશે. નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થશે. PFRDAએ એક પરિપત્ર દ્વારા તેની વેબસાઇટ પર આ માહિતી આપી છે.
અદ્યતન સિક્યોરિટી સિસ્ટમ
પેન્શન નિયામસ સંસ્થા એ તાજેતરમાં અદ્યતન સિક્યોરિટી વ્યવસ્થાની જાહેરાત કરી છે. તેઓએ ટુ ફેક્ટર આધાર (2FA) વેરિફિકેશનનો અમલ કર્યો છે અને 1 એપ્રિલ, 2024 થી NPSની સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સી (CRA) સિસ્ટમમાં લૉગ ઇન કરતા તમામ પાસવર્ડ બેઝ્ડ યુઝર્સ માટે નવી સુરક્ષા ફરજિયાત બનાવી છે.
પીએફઆરડીએ એ જણાવ્યું હતું કે સીઆરએ સિસ્ટમમાં એન્ટ્રી મેળવવા માટે અને કસ્ટમર અને હિતધારકોના હિતોની સુરક્ષા માટે સુરક્ષા પગલાં વધારવા માટે, સીઆરએ સિસ્ટમમાં લૉગિન કરવા માટે આધાર-આધારિત વેરિફિકેશન મારફતે વધારાના સિક્યોરિટી ફિચર રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનપીએસ એકાઉન્ટ હાલમાં સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી (સીઆરએ) દ્વારા સંચાલિત છે. તમન જણાવી દઇયે કે એનપીએસ લોકપ્રિય બચત રોકાણ યોજના છે, જેના વ્યાજદર સરકાર નક્કી કરે છે.
ટુ ફેક્ટર વેરિફિકેશન કેવી રીતે કામ કરશે?
સૌથી પહેલા એનપીએસ ની વેબસાઇટ ખોલો : https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.htmlહવે PRAIN/IPIN સાથે લોગિન પર જાઓPRAIN/IPIN ટેબ પર ક્લિક કરો અને એક નવી વિન્ડો ખુલશેતમારું યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરોકેપ્ચા ટાઈપ કરોવિન્ડો આધાર વેરિફિકેશન માટે પ્રોમ્પ્ટ કરશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલશે.OTP દાખલ કરોત્યારબાદ તમારું એનપીએસ એકાઉન્ટ ખુલશે.
આ પણ વાંચો | પર્સનલ ફાઈનાન્સ : 31 માર્ચ પહેલા પતાવી લો આ 5 મહત્વના કામ, નહીંત્તર મુશ્કેલી પડશે
તમારો પાસવર્ડ યાદ રાખો
એનપીએસ મેમ્બરને લોગીન કરવા માટે 5 તકો મળશે, જો પાસવર્ડ 5 વખત ખોટો હશે તો એકાઉન્ટ લોક થઈ જશે. જે બાદ નવો પાસવર્ડ બનાવવાનો રહેશે. આ માટે તમારે IPIN માટે રિક્વેસ્ટ કરવી પડશે. હાલમાં, NPS મેમ્બર તેમના એકાઉન્ટમાં ફક્ત યુઝર આઈડી અને પાસવર્ડથી જ લોગીન કરી શકે છે. હકીકતમાં ટુ ફેક્ટર બેઝ્ડ વેરિફિકેશન સિસ્ટમ એ ફિંગરપ્રિન્ટની વાસ્તવિકતા ચકાસવા અને સ્પૂફિંગના પ્રયાસોને ઘટાડવા માટે એક એડ-ઓન ચેક છે, જે આધાર બેઝ્ડ ટ્રાન્ઝેક્શનોને વધુ સુરક્ષિત બનાવે છે.