NSDL Share Listing: એનએસડીએલ શેર લિસ્ટિંગ ધમાકેદાર, રોકાણકારોને મળ્યું આટલું રિટર્ન

NSDL Share Price Listing: એનએસડીએલ આઈપીઓ શેર લિસ્ટિંગ પ્રીમિયમે થયું છે. એનએસડીએલ આઈપીઓ 41 ગણો ભરાયો હતો. NSDL ભારતની પ્રથમ અને સૌથી મોટી ડિપોઝિટરી છે.

NSDL Share Price Listing: એનએસડીએલ આઈપીઓ શેર લિસ્ટિંગ પ્રીમિયમે થયું છે. એનએસડીએલ આઈપીઓ 41 ગણો ભરાયો હતો. NSDL ભારતની પ્રથમ અને સૌથી મોટી ડિપોઝિટરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
NSDL | NSDL IPO | NSDL Share Listing Price | NSDL Share Price Today

NSDL Share Price : NSDL ભારતની પ્રથમ અને સૌથી મોટી ડિપોઝિટરી છે. ((Photo : Freepik)

NSDL IPO Share Listing Price News: એનએસડીએલ શેર લિસ્ટિંગ ધમાકેદાર રહ્યું છે. આજે બીએસઇ પર નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL)નો શેર 880 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે, જે આઈપીઓ ઇશ્યુ પ્રાઇસ 800 રૂપિયા પ્રતિ શેરની તુલનાએ 10 ટકા લિસ્ટિંગ ગેઇન દર્શાવે છે. તેજીની ચાલમાં NSDLનો શેર ઉપરમાં 920 રૂપિયા સુધી ગયો છે.

Advertisment

NSDL IPO 41 ગણો ભરાયો હતો

એનએસડીએલ કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 30 જુલાઇથી 1 ઓગસ્ટ સુધી ખુલ્યો હતો. આ આઈપીઓ કુલ 41 ગણો ભરાયો હતો. એનએસડીએલ કંપનીએ આઈપીઓ દ્વારા 4011.60 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા હતા. આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 760 થી 800 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 18 શેર હતી. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હતો, જેમાં કુલ 5.01 કરોડ શેર વેચવામાં આવ્યા હતા.

  • રિટેલ ક્વોટા 35 ટકા રિઝર્વ રાખવામાં આવ્યો હતો અને તે 7.76 ગણો ભરાયો હતો.
  • QIB ક્વોટા લગભગ 50% અનામત હતો અને તે 103.97 ગણો ભરાયો હતો.
  • NII ક્વોટા 15 ટકા આસપાસ હતો અને તે 34.98 ગણો ભરાયો હતો.
  • કર્મચારીઓ માટે રિઝર્વ પોર્શન 15.39 ગણો ભરાયો હતો.

NSDL : ભારતની પ્રથમ અને સૌથી મોટી ડિપોઝિટરી

NSDL ભારતની પ્રથમ અને સૌથી મોટી ડિપોઝિટરી છે, જે રોકાણકારોના શેર અને સંપત્તિને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સુરક્ષિત રાખવાનું કામ કરે છે. આ સંસ્થા દેશના મૂડી બજારની પારદર્શિતા, ગતિ અને સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Advertisment
આઈપીઓ બિઝનેસ શેર બજાર