NSE Nifty Hits 20000 : એનએસઇ નિફ્ટી ઇતિહાસમાં પહેલીવાર 20000ને પાર, અદાણી ગ્રૂપના શેર 10 ટકા ઉછળ્યા, શેર બજારમાં સુધારાનો માહોલ

NSE Nifty hits Alltime High 20,000 lavel : શેર બજારમાં સુધારાના માહોલ વચ્ચે એનએસઇ નિફ્ટી-50 ઇન્ડેક્સ ઇતિહાસમાં પહેલીવાર 20000ની સપાટી કુદાવી ગયો. બીએસઇ સેન્સેક્સ પણ 528 પોઇન્ટ ઉછળ્યો છે. અદાણી ગ્રૂપના શેરમાં પણ 10 ટકાની તેજી જોવા મળી હતી

NSE Nifty hits Alltime High 20,000 lavel : શેર બજારમાં સુધારાના માહોલ વચ્ચે એનએસઇ નિફ્ટી-50 ઇન્ડેક્સ ઇતિહાસમાં પહેલીવાર 20000ની સપાટી કુદાવી ગયો. બીએસઇ સેન્સેક્સ પણ 528 પોઇન્ટ ઉછળ્યો છે. અદાણી ગ્રૂપના શેરમાં પણ 10 ટકાની તેજી જોવા મળી હતી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
શેર બજાર : ગોલ્ડમેન સાશે એસબીઆઈ, ICICI બેંક સહિત આ બેન્કિંગ સ્ટોકનું રેટિંગ ઘટાડ્યું, જાણો રોકાણકારોને શું અસર થશે?

એનએસઇ નિફ્ટી-50 ઇન્ડેક્સ એ ભારતીય શેર બજારનો બેન્ચમાર્ક છે. (Express Photo)

NSE Nifty Hit Fresh Record High Of 20,008 Mark : ભારતીય શેરબજારના બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સે ઇતિહાસમાં પહેલીવાર 20,000ની સપાટીને સ્પર્શ કર્યો હતો. સોમવારે નિફ્ટી-50 બેન્ચમાર્ક 19890ના લેવલે ખૂલ્યા બાદ તેજીની આગેકૂચમાં પહેલીવાર 20000ની સપાટીને કુદાવામાં સફળ રહ્યો અને 20008નું ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યુ છે. બીએસઇ સેન્સેક્સ બેન્ચમાર્ક પણ ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. વિદેશી અને સ્થાનિક રોકાણકારોની લેવાલીથી ભારતીય શેરબજારમાં એકંદરે મજબૂતી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

Advertisment

નિફ્ટી પહેલીવાર 20000ને સ્પર્શ્યો

આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં શાનદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ લગભગ 530 પોઈન્ટ ઉછળ્યો છે જ્યારે નિફ્ટી 20000 ની આસપાસ બંધ થયો છે. આજના કારોબારમાં લગભગ દરેક સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. એનએસઇ પર બેન્ક, ફાઇનાન્સિયલ, આઇટી, ઓટો, રિયલ્ટી, મેટલ, ફાર્મા અને એફએમસીજી સહિતના મોટાભાગના સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે.

સોમવારે સન્સેક્સમાં 528 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 67127 બંધ થયો છે. તો નિફ્ટી 176 પોઈન્ટ વધીને 19996ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીએ ઈન્ટ્રા-ડેમાં તે 20008ની ઓલટાઇમ હાઇ લેવલે પહોંચી ગયો હતો. આજે હેવીવેઈટ શેર્સમાં ખરીદી જોવા મળી છે. શેર બજારમાં સેન્સેક્સ 30માંથી 28 બ્લુચીપ સ્ટોક વધીને બંધ થયા હતા. આજના ટોપ ગેનર્સમાં એક્સિસ બેંક, પાવરગ્રીડ, મારૂતિ, એસબીઆઇ, ટાટા મોટર્સ, આઇટીસીનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સ સ્ટોકમાં બજાજ ફાઇનાન્સ અને એલએન્ડટી છે.

stock market bse
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) એ ભારતનું સૌથી મોટું શેર બજાર છે. (એક્સપ્રેસ ફોટો)
Advertisment

નોંધનિય છે કે પાછલા સપ્તાહે નિફ્ટી 50 અને સેન્સેક્સમાં 2 ટકાથી વધુનો વધારો નોંધાયો છે, જે મજબૂત સ્થાનિક મેક્રો ઇકોનોમિક ડેટા અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીને આભારી છે. તેમજ તાજેતરના જીએસટી ક્લેક્શન, ખાનગી મૂડી ખર્ચ, ક્રેડિટ ગ્રોથ અને ઑગસ્ટના પીએમઆઇ ડેટાએ સ્પષ્ટ સંકેત આપ્યા કે, ભારતીય અર્થતંત્ર મજબૂત રહ્યું છે. અર્થવ્યવસ્થાએ ઊંચા ફુગાવા, ઊંચા વ્યાજ દરો, ક્રૂડના વધતા ભાવ, નબળું ચોમાસું અને વૈશ્વિક મંદી વગેરેનો પ્રતિકાર કર્યો છે.

અદાણી ગ્રૂપમાં તેજી, શેરમાં 10 ટકા સુધીનો ઉછાળો

શેરબજારના સુધારાના માહોલ વચ્ચે અદાણી ગ્રૂપના શેરમાં પણ તેજી જોવા મળી હતી. અદાણી ગ્રૂપના શેર આજે ઇન્ટ્રા-ડેમાં 10 ટકા જેટલા ઉછળ્યા હતા. અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીમાંથી અદાણી પાવરનો શેર સૌથી વધુ 8 ટકા, અદાણી પોર્ટ-સેઝ 7 ટકા અને એનડીટીવી 5.9 ટકા વધ્યા હતા.

કંપનીનું નામઆજનો બંધ ભાવ (રૂપિયા)વધારો
અદાણી પાવર398+7.91%
અદાણી પોર્ટ-સેઝ882+6.96%
એનડીટીવી225+5.80%
અદાણી એનર્જી સોલ્યુશન875+5.07%
અદાણી એન્ટરપ્રાઇસ2614+3.74%
અંબુજા સિમેન્ટ450+2.66%
અદાણી વિલ્મર363+2.58%
અદાણી ટોટલ ગેસ659+2.23%
અદાણી ગ્રીન એનર્જી1014+1.37%
એસીસી લિમિટેડ2047+1.15%

આ પણ વાંચો : આ 4 શેરમાં 1 લાખનું રોકાણ કરો, મહિનામાં 22000 સુધીનો નફો મળશે; શેર બજારની શોર્ટ ટર્મ ટ્રેડિંગ ટીપ્સ

એપ્રિલથી નિફ્ટીમાં 17 ટકાનો ઉછાળો

એપ્રિલની શરૂઆતથી એનએસઇ નિફ્ટી-50 ઇન્ડેક્સમાં 17 ટકાનો ઉછાળો આવ્યો છે, જે 18.9 અબજ ડોલરના મૂડીપ્રવાહને આભારી છે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) એ 33,397 કરોડ રૂપિયાની મૂલ્યના શેરની ખરીદી કરી છે. આ દરમિયાન, મિડ- અને સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી તેમજ અનુક્રમે લગભગ 41 ટકા અને 47 ટકા વધ્યા છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ Investment શેર બજાર