/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-58.jpg)
નેશનલ સ્ટોક એક્સચેન્જ ભારતનું શેર ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. (Photo - NSE.com)
NSE Transaction Charges Cuts : શેર બજારમાં ટ્રેડિંગ કરવું હવે વધુ સસ્તુ થયુ છે. એનએસઇએ ટ્રાન્સેક્શન ચાર્જમાં ઘટાડો કર્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા કેશ અને ડેરિવેટિવ્સ સેગમેન્ટના ટ્રાન્ઝેક્શન ચાર્જમાં 1 ટકાના ઘટાડો કર્યો છે, જે 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ઘટાડાથી શેર બજારમાં ટ્રેડિંગ કરવુ સસ્તુ થઇ જશે. નાના રોકાણકારોથી લઇ બ્રોકર્સ અને ટ્રેડર્સને ફાયદો થશે. ઉપરાંત એનએસઇ એ ટેકનોલોજી અને એજ્યુકેશન જેવા નોન કોર બિઝનેસ વેચવાનો નિર્ણય લીધો છે.
શેરબજારમાં ટ્રેડિંગ સસ્તુ થશે, ટ્રાન્ઝેક્શન ચાર્જમાં 1 ટકાના ઘટાડો
એનએસઇ એ કેશ અને ડેરિવેટિવ્સ સેગમેન્ટના ટ્રાન્ઝેક્શન ચાર્જમાં 1 ટકાના ઘટાડો કર્યો છે. એક પ્રેસ રિલીઝ અનુસાર ચાર્જમાં ઘટાડાથી ટ્રાન્ઝેક્શન ચાર્જ વડે થનાર કમાણીમાં વાર્ષિક 130 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Share-Market-Trading.jpg)
એનએસઇના નવા ટ્રાન્ઝેક્શન ચાર્જ 1 એપ્રિલ, 2024થી અમલમાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટાડા બાદ એનએસઇના ટ્રાન્ઝેક્શન ચાર્જ બીએસઇ કરતા ઓછો હશે. બ્રોકર્સનું માનવું છે કે, બ્રોકિંગ ચાર્જ હજી પણ વૈશ્વિક બજારો કરતા વધુ છે, આથી એક્સચેન્જો પાસે ટ્રાન્ઝેક્શન ચાર્જમાં હજી વધુ ઘટાડો કરવાનો અવકાશ છે. એનએસઈના તાજેતરના નિર્ણયથી અલ્ગો અને આર્બિટ્રેજ ટ્રેડિંગને સામાન્ય રોકાણકારો કરતાં વધુ ફાયદો થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બ્રોકર ડિફોલ્ટની ઘટનાઓને કારણે શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ એ જાન્યુઆરી 2021માં ચાર્જમાં 6 ટકાનો વધારો કર્યો હતો, જો કે ત્યારબાદ માર્ચ 2023માં ટ્રાન્ઝેક્શન ચાર્જમાં 6 ટકાનો વધારો પાછો ખેંચી લીધો હતો.
એનએસઇના ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ઘટાડાથી બીએસઇ શેર નરમ
એનએસઇ અને બીએસઇ બંને હરિફ સ્ટોક એક્સચેન્જથી એનએસઇના ટ્રાન્ઝેક્શન ચાર્જ બીએસઇ કરતા ઓછા છે. આથી બીએસઇના શેરમાં નરમાઇ જોવા મળી હતી. બીએસઇનો શેર એનએસઇ પર લિસ્ટેડ છે. બીએસઇનો શેર 0.9 ટકા ઘટીને 2185 રૂપિયા બંધ થયો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/office-workers-using-finance-graphs.jpg)
એનએસઈ ટેકનોલોજી અને એજ્યુકેશન બિઝનેસ વેચશે
એનએસઈ એ ટેકનોલોજી અને એજ્યુકેશન જેવા નોન કોર બિઝનેસ વેચવાનો નિર્ણય લીધો છે. આ નોન કોર બિઝનેસ ખરીદવા 60 થી વધુ પાર્ટીઓએ રસ દર્શાવ્યો છે, જેમાંથી 7 પાર્ટીએ નોન બાઇડિંગ બિડ સબમિટ કરી છે. જેમાંથી 2 ખરીદદારો પાસેથી ફાઈનલ ઓફર પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચો | શેરબજાર : દોઢ વાગ્યા પહેલા વેચેલા શેરના પૈસા 4.30 વાગે ખાતામાં જમા થશે; જાણો નવો નિયમ
એનએસઇ એ પોતાની પૂર્ણ માલિકીની સબસિડીયરી NSEIT લિમિટેડના ડિજિટલ ટેકનોલોજી બિઝનેસને અમેરિકા સ્થિત ઇન્વેસ્ટકોર્પને વેચવા મંજૂરી આપી છે. ઉપરાંત NSEIT લિમિટેડ પોતાની સબસિડિયરી NSEIT US, Aujas સાયબરસિક્યોરિટી અને CXIO ટેકનોલોજી પણ ઇન્વેસ્ટકોર્પને લગભગ 1000 કરોડ રૂપિયામાં વેચવામાં આવશે.તો ડિજિટલ ટેકનોલોજી બિઝનેસની વેલ્યૂએશન લગભગ 425 કરોડથી 475 કરોડ રૂપિયા જેટલી હોઇ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us