Oben Rorr EZ Sigma Launch: સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ, 95 KM ટોપ સ્પીડ, માત્ર ₹ 2999 આપી બુકિંગ કરાવો

ઓબેન રોર ઇઝેડ સિગ્મા ભારતમાં લોન્ચ કરવામાં આવી: ઓબેન રોર ઇઝી સિગ્મા ઈલેક્ટ્રિક મોટરસાયકલ બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક બાઇક માત્ર 2999 રૂપિયાના ટોકન એમાઉન્ટમાં બુક કરાવી શકાય છે.

Written by Ajay Saroya
August 05, 2025 16:04 IST
Oben Rorr EZ Sigma Launch: સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ, 95 KM ટોપ સ્પીડ, માત્ર ₹ 2999 આપી બુકિંગ કરાવો
Oben Rorr EZ Sigma Launch : એબોન રોર ઇઝી સિગ્મા બાઇક 2 વેરિયન્ટમાં લોન્ચ થઇ છે. (Photo: @ObenElectric)

Oben Rorr EZ Sigma India Launch Price: ઓબેન ઇલેક્ટ્રિકે રોર ઇઝી સિગ્મા ઈલેક્ટ્રિક મોટરસાઈકલ ભારતમાં લોન્ચ કરી છે. કંપનીએ આ અપડેટેડ મોડલમાં ટીએફટી ડેશ અને રિવર્સ મોડ આપ્ય છે. આ બાઇકને 2,999 રૂપિયાની ટોકન અમાઉન્ટમાં બુક કરાવી શકાય છે, ત્યારબાદ તેની ડિલિવરી પ્રક્રિયા 15 ઓગસ્ટ 2025થી શરૂ થશે. તમને જણાવી દઇયે કે, ઓબેન ઇલેક્ટ્રિક બેંગ્લોર સ્થિત ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની છે, જે ઓબેન રોર ઇલેક્ટ્રિક બ્રાન્ડ હેઠળ બેટરી સંચાલિત વાહનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે.. આ કંપની ભારતમાં ઇલેક્ટ્રિક મોટરસાયકલ અને સંબંધિત ઘટકો ડિઝાઇન અને ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Oben Rorr EZ Sigma : નવું અપડેટ શું છે?

ઓબેન રોર ઇઝી સિગ્મા વેરિઅન્ટમાં નેવિગેશન, કોલ/મેસેજ/મ્યુઝિક એલર્ટ અને ટ્રિપ ડેટા સાથે 5 ઇંચની ટીએફટી કલર ડિસ્પ્લે આપવામાં આવી છે. એકસ્ટ્રા ફીચર્સમાં કંપનીએ રિવર્સ મોડ આપ્યું છે. આ નવી બાઇકને ચાર કલર ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી છે, જેમાં રેડ કલર નવો ઉમેરવામાં આવ્યો છે.

ઓબેન રોર ઇઝી સિગ્મા ઇન હાઉસ એલએફપી બેટરી ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં 3.4kWh અને 4.4kWh ના બે વેરિએન્ટ મળે છે. પહેલા બેટરી પેકમાં 140 કિમીની આઈડીસી રેન્જ આપવામાં આવી છે, ત્યારબાદ બીજા બેટરી પેકમાં 4.4kWh 175 કિમીની રેન્જ આપવામાં આવી છે. બંને બેટરી વેરિઅન્ટમાં એક જ ટોપ સ્પીડ મળે છે, જે 95 કિલોમીટર પ્રતિ કલાક છે અને આ બાઇક માત્ર 3.3 સેકન્ડમાં 0-40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મેળવી શકે છે. ચાર્જિંગની વાત કરીએ તો ઓબેન રોર ઇઝી સિગ્મામાં ફાસ્ટ ચાર્જિંગ ઓપ્શન આપવામાં આવ્યું છે, જે માત્ર 1.5 કલાકમાં 0થી 80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે.

Oben Rorr EZ Sigma: ક્યા ખાસ ફીચર્સ છે?

ઓબેન રોર ઇઝી સિગ્માના ફીચર્સમાં 5 ઇંચની ટીએફટી, થ્રી રાઇડ મોડ્સ (ઇકો, સિટી, પાયમાલી), કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ અને 7-સ્ટેપ પ્રી-લોડ એડજેસ્ટેબલ મોનો-શોક સામેલ છે. આ ઉપરાંત કનેક્ટેડ ઓબેન એપમાં રિમોટ ડાયગ્નોસ્ટિક્સ, જીપીએસ ટ્રેકિંગ, જીઓ-ફેન્સિંગ, એન્ટી થેફ્ટ એલર્ટ અને ચાર્જિંગ સ્ટેશનની વિગતો આપવામાં આવી છે.

Oben Rorr EZ Sigma: કિંમત કેટલી છે?

ઓબેન રોર ઇઝી સિગ્મા બાઇક જે 2 વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે તેની કિંમત આ મુજબ છે.

  • ઓબેન રોર ઇઝી સિગ્મા 3.4 kWh વેરિઅન્ટ – 1.27 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)
  • ઓબેન રોર ઇઝી સિગ્મા 4.4 kWh વેરિએન્ટ – 1.37 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ