આ સરકારી કંપની બોનસ શેર સાથે ડિવિડન્ડ પણ આપશે, જાણો રેકોર્ડ ડેટ

Oil India Bonus Share And Dividends: ઓઈલ ઈન્ડિયા લિમિટેડ કંપનીએ માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામની ઘોષણા કરવાની સાથે બોનસ શેર અને ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે.

Written by Ajay Saroya
May 20, 2024 19:36 IST
આ સરકારી કંપની બોનસ શેર સાથે ડિવિડન્ડ પણ આપશે, જાણો રેકોર્ડ ડેટ
Share Market: શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ બોનસ શેર અને ડિવિડન્ડની ઘોષણા કરે છે. (Photo - Freepik)

Oil India Bonus Share And Dividends: ઓઈલ ઈન્ડિયા લિમિટેડના શેરધારકોને ડબલ ફાયદો થવાના છે. આ સરકારી કંપની આઈઓએલ એ માર્ચ ત્રિમાસિક અને સમગ્ર નાણાકીય વર્ષ 2023- 24ના પરિણામ જાહેર કર્યા છે, જેમાં બોનસ શેર સાથે ડિવિડન્ડ આપવાની ઘોષણા કરી છે.

ઓઈલ ઈન્ડિયા લિમિટેડ પરિણામ Oil India Q4 Results)

ઓઇલ ઈન્ડિયા લિમિટેડ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 2332.94 કરોડ રૂપિયાનો કોન્સલોડેટેડ ચોખ્ખો નફો કર્યો છે. જે ત્રિમાસિક ધોરણે 10 ટકાનો ઘટાડો દર્શાવે છે જયારે વાર્ષિક ધોરણે 17 ટકા વધ્યો છે. તો ઓપરેશનલ રેવન્યૂ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને 10166 કરોડ રૂપિયા થઇ છે.

ઓઇલ ઈન્ડિયા લિમિટેડ બોનસ શેર (Oil India Bonus Share)

ઓઇલ ઈન્ડિયા લિમિટેડ કંપનીએ બોનસ શેર આપવાની ઘોષણા કરી છે. ઓઇલ ઈન્ડિયા કંપનીના ડિરેક્ટર બોર્ડે 1:2 રેશિયામાં બોનસ શેર આપશે. એટલે કે ઓઇલ ઈન્ડિયા લિમિટેડના શેરધારકોને 2 શેરની સામે 1 શેર બોનસમાં મળશે. અલબત્ત, બોનસ શેર માટે રોકાણકારની મંજૂરી લેવાની બાકી છે.

ઓઈલ ઈન્ડિયા લિમિટેડ ડિવિડન્ડ (Oil India Bonus Dividends)

ઓઈલ ઈન્ડિયા લિમિટેડે બોનસ શેરની સાથે ડિવિડન્ડ આપવાની પણ ઘોષણા કરી છે. ઓઈલ ઈન્ડિયા કંપની શેરધારકને 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ 3.75 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે. ડિવિડન્ડની ચૂકવણી શેરધારકોની મંજૂરીને આધિન રહેશે. કંપનીએ જણાવ્યું કે,રેકોર્ડ ડેટ વિશે 2 જુલાઇ, 2024ના રોજ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો | ડિવિડન્ડ શેરમાં રોકાણનો ડબલ ફાયદો, શેરબજારની મંદી અને મોંઘવારી સામે આપે છે રક્ષણ, જુઓ યાદી

ઓઇલ ઈન્ડિયાનો શેર વર્ષમાં 145 ટકા વધ્યો (Oil India Share Price)

ઓઈલ ઈન્ડિયા કંપનીના શેરમાં રોકાણકારોને એકંદરે આકર્ષક રિટર્ન મળ્યું છે. શેરબજાર બીએસઇ પર આજે ઓઈલ ઈન્ડિયાનો શેર 1 ટકા વધી 646.30 રૂપિયા બંધ થયો છે. શેરનો વર્ષનો સૌથી ઉંચો ભાવ 3 એપ્રિલ, 2024ના રોજ 669 રૂપિયા અને સૌથી નીચો ભાવ 26 જૂન, 2023ના રોજ 240 રૂપિયા બોલાયો હતો. છેલ્લા એક વર્ષમાં ઓઈલ ઈન્ડિયા કંપનીનો શેર 145 ટકા વધ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ