/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Ola-Electric.jpg)
Ola Electric IPO: ઓલા ઇલેક્ટ્રિક મોબોલિટી આઈપીઓ આજે બજારમાં લિસ્ટિંગ થયું છ. (ફોટો ક્રેડિટ સોશિયલ)
Ola Electric IPO Review: ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપની ઓલા ઇલેક્ટ્રિક ના સ્ટોક આજે બજારમાં લિસ્ટીંગ થયા છે. જોકે ઇન્ટ્રા ડે માં શેર આઇપીઓ કિંમત કરતાં 17 ટકા મજબૂત થયો છે. આ સ્ટોક આજે બીએસઈ પર 76 રુપિયાના ભાવ પર લિસ્ટ થયો જ્યારે આઈપીઓ કિંમત પણ 76 રુપિયા જ હતી. જોકે ટ્રેડિંગમાં આઇપીઓ કિંમત કરતાં 17 ટકા મજબૂત થઇને 89 રુપિયા પર પહોંચ્યો. ઓલા ઇલેક્ટ્રિક સ્ટોક ને ઓવરઓલ 4.5 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું. હવે આ સંજોગમાં નફો કમાવવા માટે આ શેર વેચી દેવો જોઇએ કે હોલ્ડ કરવો જોઇએ?
ઓલા ઇલેક્ટ્રિક IPO: લિસ્ટિંગ દિવસે શેર 20 ટકા ઉછળી બંધ
ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો શેર આઈપીઓ લિસ્ટિંગના દિવસે 20 ટકાના ઉછાળે બંધ થયો છે. સ્ટોક એક્સચેન્જ પર ઓલા ઇલેક્ટ્રિકની આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 76 રૂપિયા હતી. લિસ્ટિંગના દિવસે આ શેર 75.99 ખુલ્યો હતો. જો કે ત્યારબાદ 20 ટકા તેજીની સર્કિટમાં શેર 91.18 ટકા બંધ થયો છે. આ બંધ ભાવે ઓલા ઇલેક્ટ્રિક કંપનીની માર્કેટકેપ 40217.95 કરોડ રૂપિયા થઇ છે.
ઓલા ઇલેક્ટ્રિક સ્ટોક હવે શું કરવું ?
અમારી બિઝનેસ વેબ સાઇટ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ સાથે Swastika investment ના હેડ ઓફ વેલ્થ શિવાની ન્યાતી જણાવે છે કે, ઇલેક્ટ્રિક વ્હીકલ લીડર ઓલા ઇલેક્ટ્રિક મોબિલીટી લિમિટેડ ની બજારમાં શરુઆત ફ્લેટ રહી, પહેલા સાડા ચાર ગણું સબ્સક્રિપ્શન અને હવે ફ્લેટ લિસ્ટિંગ રોકાણકારોનો વિશ્વાસ પ્રાપ્ત કરવામાં કંપની સામે આવનાર પડકારો બતાવે છે. જ્યારે ઈવી બજાર માટે ઓલા ઇલેક્ટ્રિક નું વિઝન ઘણું મહત્વાકાંક્ષી છે. કંપનીનું વર્તમાન નાણાકીય પ્રદર્શન સતત નુકસાન અને ગળાકાપ સ્પર્ધાના માહોલમાં રોકાણકારોના ઉત્સાહને ઘટાડ્યો છે.
આ પણ વાંચો : વન પ્લસ ફોલ્ડેબલ ફોન નવા અવતારમાં...
ફ્લેટ લિસ્ટિંગ ઓલા ઇલેક્ટ્રિક માટે પ્રોફિટેબિલિટી માટે માર્ગ સ્પષ્ટ કરવા અને ઈવી બજારની જટીલતાઓને પ્રભાવી રુપથી નેવિગેટ કરવાની જરુરીયાતો પર પ્રકાશ પાડે છે. રોકાણકારોને બહાર નીકળવા અને મામૂલી નફો બુક કરવો એકંદરે યોગ્ય છે. પરંતુ જે રોકાણકારો જોખમ લેવા ઇચ્છે છે તે 70થી નીચે સ્પોટ લોસ રાખીને પોતાની પોઝીશન બનાવી રાખી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us