Best Electric Scooter : આ 3 ઈલેકટ્રીક સ્કૂટરમાં કયું સારું? બેટરી, રેન્જ સહિતની તમામ વિગતો અહીં જાણો

Best Electric Scooter : Ola S1 Pro Gen 2, Ather 450X અને Simple One ત્રણ સારા ઓપ્શન માર્કેટમાં ઉપલબ્ધ છે.જેમાં Ather 450X EV ઇન્ડિયન માર્કેટમાં બે બેટરી ઓપ્શન સાથે આવે છે. જેમાં 2.9kWh અને 3.7kWh બેટરી પેકનો સમાવેશ થાય છે.વધુમાં અહીં વાંચો.

Best Electric Scooter : Ola S1 Pro Gen 2, Ather 450X અને Simple One ત્રણ સારા ઓપ્શન માર્કેટમાં ઉપલબ્ધ છે.જેમાં Ather 450X EV ઇન્ડિયન માર્કેટમાં બે બેટરી ઓપ્શન સાથે આવે છે. જેમાં 2.9kWh અને 3.7kWh બેટરી પેકનો સમાવેશ થાય છે.વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Ola S1 Pro vs Ather 450X vs Simple One

ઓલા S1 પ્રો એન્ડ એથર 450 એક્સ એન્ડ સિમ્પલ વન

ઓલા ઇલેક્ટ્રિકએ તાજેતરમાં ઇન્ડિયન માર્કેટમાં બજારમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચકર્યું છે. અપડેટેડ Ola S1 Pro ના લોન્ચ સાથે, ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં એક નવું ચેલેન્જર દેખાય છે. આ જ સેગમેન્ટમાં, Ather Energy એ પણ અપડેટ્સ સાથે ઇન્ડિયન માર્કેટમાં તેનું 450X રજૂ કર્યું છે. આ સેગમેન્ટમાં બીજું ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે Ola અને Ather બંનેને હરાવવાનો દાવો કરે છે. જેનું નામ સિમ્પલ વન છે.

Advertisment

સિમ્પલ વન, જે આ વર્ષની શરૂઆતમાં ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, તે Ola S1 Pro અને અપડેટેડ Ather 450X ને ટક્કર આપવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં, જો તમે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો, તો Ola S1 Pro Gen 2, Ather 450X અને Simple One ત્રણ સારા ઓપ્શન માર્કેટમાં ઉપલબ્ધ છે. આ ત્રણમાંથી કયું ઇલેક્ટ્રિક સ્કૂટર તમારા માટે સારું છે? તમે અહીં ત્રણેય EVની આપેલ વિગતો જોઈ શકો છો.

આ પણ વાંચો: RBI Reports: પ્રોજેક્ટમાં મૂડીરોકાણ માટે લોન મેળવનાર રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે, તો નંબર-1 કોણ

Ola S1 Pro Gen 2

ઓલા S1 પ્રો જનરેશન 2 ઈલેક્ટ્રિક સ્કૂટર (Ola S1 Pro Gen 2) ની કિંમત 1.48 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. પ્લેટફોર્મ અને ફીચર્સની વાત કરીએ તો અપડેટેડ Ola S1 Pro ઈ-સ્કૂટરમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. લેટેસ્ટ ઈ-સ્કૂટરમાં ફેરફાર કરેલા પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે જે પહેલા કરતા હળવા છે. તેમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન, ડ્યુઅલ રીઅર શોક્સ, બોક્સ-સેક્શન સ્વિંગઆર્મ અને અન્ય ઘણી સુવિધાઓ છે. પાર્ટી મોડ, સ્પીકર અને જૂના મોડલની કનેક્ટિવિટી જેવી ઘણી સુવિધાઓ અપડેટેડ Ola S1 Pro ઈ-સ્કૂટરમાં પણ જોવા મળે છે.

Advertisment
Ola S1 Pro vs Ather 450X vs Simple One
ઓલા S1 પ્રો એન્ડ એથર 450 એક્સ એન્ડ સિમ્પલ વન

લેટેસ્ટ Ola S1 Pro ઇ-સ્કૂટરમાં 4kWh ક્ષમતાની બેટરી છે. કંપનીનો દાવો છે કે ઓલા ઈલેક્ટ્રીકની નવી ઈવી ફુલ ચાર્જ થવા પર 180 કિલોમીટરની રેન્જ આપે છે.આ ઈ-સ્કૂટર માત્ર 2.6 સેકન્ડમાં 0 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં સક્ષમ છે. નવા Ola S1 Pro ઈ-સ્કૂટરને મેક્સિમમ 120 kmphની ઝડપે ચલાવી શકાય છે.

એથર 450X

Ather 450X EV ઇન્ડિયન માર્કેટમાં બે બેટરી ઓપ્શન સાથે આવે છે. જેમાં 2.9kWh અને 3.7kWh બેટરી પેકનો સમાવેશ થાય છે. સરખામણી માટે, અહીં 3.7kWh બેટરી પેક સાથે Ather 450X EV વિશે વાત કરીએ કારણ કે તે Ola S1 Pro ને સખત સ્પર્ધા આપે છે. કંપનીનો દાવો છે કે Ather 450X (3.7kWh બેટરી) ઇલેક્ટ્રિક સ્કૂટર એક જ ચાર્જ પર 150 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. આ ઈ-સ્કૂટર માત્ર 3.3 સેકન્ડમાં 0 થી 40 kmphની ઝડપ પકડી શકે છે. Ather 450X EV મહત્તમ 90 kmphની ઝડપે ચલાવી શકાય છે.

Ola S1 Pro vs Ather 450X vs Simple One
ઓલા S1 પ્રો એન્ડ એથર 450 એક્સ એન્ડ સિમ્પલ વન

કંપની તરફથી તાજેતરમાં લોન્ચ કરાયેલા અપડેટેડ Ather 450X વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે Atherના સૌથી સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટર 450Sમાં જે ફીચર્સ જોવા મળે છે તે અપડેટેડ Ather 450Xમાં જોવા મળશે. જેમાં નવા સ્વિચ ગિયર, જોયસ્ટિક અને ડેડિકેટેડ રિવર્સ સ્વિચ અને અન્ય ફીચર્સ EVની ડાબી સાઈડમાં મળી શકે છે.નવી Ather 450X ઓક્ટોબરમાં ઇન્ડિયન માર્કેટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Best 5G Phone : જો બેજટ ફ્રેન્ડલી ફોન શોધી રહ્યા છો તો આ રહ્યા ઓગસ્ટ 2023 ના બેસ્ટ 5G ફોન

સિમ્પલ વન

સિમ્પલ વન, એથર 450X જેવું જ છે. તે એથર કરતાં મોટું છે. ડિઝાઈનની વાત કરીએ તો સિમ્પલ વનને ખાસ લુક આપવામાં આવ્યું છે. સિમ્પલ વનને આ વર્ષની શરૂઆતમાં બે વર્ષના વિલંબ બાદ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઈ-સ્કૂટરની ડિલિવરી જૂનમાં તબક્કાવાર બેંગલુરુથી શરૂ થઈ હતી.

Ola S1 Pro vs Ather 450X vs Simple One
ઓલા S1 પ્રો એન્ડ એથર 450 એક્સ એન્ડ સિમ્પલ વન

સિમ્પલ વન ઈ-સ્કૂટરમાં 5kWh ક્ષમતાની બેટરી છે. કંપની દાવો કરે છે કે, આ EV સિંગલ ચાર્જ પર 212 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. આ સ્કૂટર માત્ર 2.7 સેકન્ડમાં 0 થી 40 kmphની ઝડપ ધરાવે છે. તેને મહત્તમ 105 kmphની ઝડપે ચલાવી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ