India First Autonomous Electric Three Wheeler : ભારતીય ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઇતિહાસ રચાયો છે. ઓમેગા સેકી મોબિલિટીએ વિશ્વનું પ્રથમ ઓટોનોમસ (ડ્રાઇવરલેસ) ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર, લોન્ચ કર્યું છે. તેની કિંમત ફક્ત 4 લાખ રુપિયાથી શરૂ થાય છે. આ વાહન હવે કોર્મશિયલ ઉપયોગ માટે તૈયાર છે.
“સ્વયંગતિ” ને OSM ના ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ અને AI-આધારિત ઓટોનોમસ સિસ્ટમ પર બનેલ છે. તે શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ જેવા કે એરપોર્ટ, સ્માર્ટ કેમ્પસ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ગેટેડ સમુદાયો અને ગીચ શહેરી વિસ્તારોમાં ડ્રાઇવર વગર આરામથી ચાલી શકશે. વાહનને પહેલા મેપિંગ કરીને સેટ કરવામાં આવે છે, જેથી તે નિર્ધારિત રૂટ પર સલામત અને સરળ મુસાફરી કરી શકે.
ટેકનોલોજી સલામત અને સસ્તું સમાધાન લઇને આવી છે
2025 ના McKinsey રિપોર્ટ મુજબ વૈશ્વિક ઓટોનોમસ વાહન બજાર 2030 સુધીમાં 620 બિલિયન ડોલરને વટાવી જશે. આ સંદર્ભમાં ‘સ્વયંગતિ’ ભારતનું પહેલું એવું પ્રોડક્ટ છે જે ઝડપથી વિકસતા ટ્રેન્ડને મેચ નહીં લીડ કરશે. ભારત જેવા દેશમાં જ્યાં ટ્રાફિક અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી મુખ્ય પડકારો છે, આ ટેકનોલોજી સલામત અને સસ્તું સમાધાન લઇને આવી છે.
OSM ના ફાઉન્ડર શું કહ્યું?
OSM ના ફાઉન્ડર અને ચેરમેન ઉદય નારંગે જણાવ્યું હતું કે સ્વયંગતિનું લોન્ચિંગ માત્ર એક પ્રોડક્ટ નથી પરંતુ ભારતના ટ્રાસપોર્ટેશન ભવિષ્યની દિશા નક્કી કરનારું એક કદમ છે. હવે ઓટોનોમસ વ્હીકલ કોઇ સપનું નથી, પરંતુ આજની જરૂરિયાત છે. તે સાબિત કરે છે કે AI અને LiDAR જેવી ટેકનોલોજી ભારતમાં અને દેશ માટે સસ્તી કિંમત પર બનાવી શકાય છે.
આ પણ વાંચો – 7,000 રુપિયાથી ઓછી કિંમતે સેલમાં ખરીદી શકો છો 32 ઇંચનું સ્માર્ટ ટીવી, જુઓ બેસ્ટ ઓપ્શન
OSM ના ચીફ સ્ટ્રેટેજી અધિકારી વિવેક ધવને જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય ઓટોનોમીને ડેમોક્રેટાઇજ કરવાનું છે. સ્વયંગતિએ દેખાડ્યું છે કે EV ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટેલિજેન્ટ સિસ્ટમને હવે રોજિંદા મોબિલિટીમાં લાવી શકાય છે.
3 કિમી ઓટોનોમસ રૂટ ટેસ્ટિંગ પુરી કરી
સ્વયંગતિએ તાજેતરમાં 3 કિમી ઓટોનોમસ રૂટ ટેસ્ટિંગ પુરી કરી છે, જેમાં 7 સ્ટોપ, રીઅલ-ટાઇમ ઓબ્સ્ટેકલ ડિટેક્શન અને મુસાફરોની સલામતીનો સમાવેશ થાય છે. આ બધું ડ્રાઇવર વિના પૂર્ણ થયું હતું. હવે કંપની તેને બીજા તબક્કામાં તેને કોમર્શિયલ રોલઆઉટ માટે તૈયાર કરી રહી છે.





