Fastag Latest Update: બે ગાડીઓમાં એક ફાસ્ટેગ ચલાવવું ગેરકાનૂની, જાણો શું છે નિયમ

Fastag New Rules : જો તમે ટોલ બૂથ પર અલગ અલગ વાહનોમાં એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો

Fastag New Rules : જો તમે ટોલ બૂથ પર અલગ અલગ વાહનોમાં એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
RBI On FASTag And NCMC: ફાસ્ટેગ અને NCMC પેમેન્ટ વધુ સરળ બનશે, વોલેટમાં ઓટોમેટિક પૈસા જમા થશે, જાણો આરબીઆઈનો માસ્ટર પ્લાન

Fastag new rules : ફાસ્ટેગ ભારતીય કાર માર્કેટમાં એક અભિન્ન અંગ બની ગયું છે (Source: Express Photo)

Fastag New Rules NHAI : ફાસ્ટેગ ભારતીય કાર માર્કેટમાં એક અભિન્ન અંગ બની ગયું છે, જે થોડા વર્ષો પહેલા દેશભરના તમામ ફોર-વ્હીલર્સ પર આ સિસ્ટમ લગાવવી ફરજિયાત કરવામાં આવ્યું હતું. જોકે માનવ સ્વભાવની જેમ લોકોએ તેનો દુરૂપયોગ પણ કર્યો અને તેના દુરૂપયોગને કારણે સરકારે તેનું ઉલ્લંઘન કરનારાઓ પર કડક કાર્યવાહી કરી. આ વર્ષની શરૂઆતમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) એ જાહેરાત કરી હતી કે 31 જાન્યુઆરી 2024 પછી વેલિડ પરંતુ અપૂર્ણ કેવાયસી વાળા ફાસ્ટેગને બેંકો દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે. આનો આવશ્યક અર્થ એ છે કે એક વાહન ફક્ત એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકે છે.

Advertisment

વન કાર વન ફાસ્ટેગ નીતિ લાગુ

એનએચએઆઈએ લોકોની સરળતા માટે તારીખમાં છૂટછાટ આપી હતી અને તેને 31 જાન્યુઆરીથી વધારીને 29 ફેબ્રુઆરી કરી હતી, ત્યારબાદ ફરી એકવાર આ સમયમર્યાદા વધારીને 31 માર્ચ કરવામાં આવી હતી. આ પછી 1 એપ્રિલ 2024થી દેશભરમાં વન કાર વન ફાસ્ટેગ નીતિ લાગુ કરી દેવામાં આવી છે. એનએચએઆઈની આ પહેલનો હેતુ ટોલ કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને રાષ્ટ્રીય રાજમાર્ગના વપરાશકર્તાઓ માટે સીમલેસ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે.

ફરિયાદો પછી કરવામાં આવી કાર્યવાહી

આરબીઆઈના આદેશનું ઉલ્લંઘન કરીને કોઈ ચોક્કસ વાહન માટે બહુવિધ ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા હોવાના તાજેતરના અહેવાલો અને કેવાયસી વિના ફાસ્ટેગ જારી કરવામાં આવ્યાના તાજેતરના અહેવાલો પછી એનએચએઆઈએ આ પહેલ કરી છે. અન્ય એક મોટું ઉલ્લંઘન જે ઘણા કાર માલિકોમાં નોંધવામાં આવ્યું હતું તે વાહનની વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગનો અભાવ હતો. જેના પરિણામે ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થયો હતો અને રાષ્ટ્રીય રાજમાર્ગના ઉપયોગકર્તાને અસુવિધા થતી હતી.

આ પણ વાંચો - ઇન્વર્ટર એસી ખરીદવું કે નોન ઇન્વર્ટર, ક્યા ACમાં લાઈટ બિલ ઓછું આવે છે? જાણો

Advertisment

હવે દરેક કાર માત્ર એક જ ફાસ્ટેગનો બેનિફિટ લઇ શકશે. વપરાશકર્તાઓએ તેમના દરેક ફાસ્ટેગ પર તેમના નામ હેઠળ તેમની કેવાયસી પ્રક્રિયા પણ પૂર્ણ કરવાની રહેશે. દરેકને અલગ આરસી નંબર સાથે નોંધણી કરવામાં આવશે.

એકથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ કરવા પર શું હશે પ્રતિબંધ?

એકથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓને તેમના વોલેટ્સને રિચાર્જ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જોકે હાલના બેલેન્સનો ઉપયોગ ટોલ ટ્રાન્ઝેક્શન માટે ત્યાં સુધી થઈ શકે છે જ્યાં સુધી તેમના ટેગને "લો બેલેન્સ" તરીકે ચિહ્નિત કરવામાં ના આવે અને તેને રોકવામાં ના આવે.

દરેક ફાસ્ટેગ વાહનના રજિસ્ટ્રેશન કાર્ડ પર આધારિત હોય છે. રિપીટ કે મિસમેચ થવાના કિસ્સામાં ફાસ્ટેગ જારી કરનારી બેન્ક દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવશે.

ફાસ્ટેગ કેવી રીતે કામ કરે છે?

ફાસ્ટેગ ભારતમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ તરીકે કામ કરે છે, જેનું સંચાલન એનએચએઆઈ દ્વારા કરવામાં આવે છે. રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) ટેકનોલોજીનો ઉપયોગ કરીને તે લિંક્ડ પ્રીપેઇડ અથવા બચત ખાતામાંથી અથવા સીધા ટોલ માલિક પાસેથી સીધા જ ટોલ ચુકવણીની સુવિધા આપે છે. લગભગ 8 કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે ફાસ્ટેગે દેશમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમમાં ક્રાંતિ લાવી દીધી છે.

Auto news ટેકનોલોજી બિઝનેસ