વનપ્લસનો પાવરફુલ 5જી સ્માર્ટફોન સસ્તો થયો, 8000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, જાણો કિંમત અને ફીચર્સ

OnePlus 11 5G Price Cut In India : વનપ્લસના સ્માર્ટફોન OnePlus 11 5Gની કિંમત બીજી વખત ઘટી છે. શાનદાર ફીચર્સ વાળા આ સ્માર્ટફોન પર નો કોસ્ટ ઇએમઆઈ સહિત કુલ 8000નું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જાણો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે

OnePlus 11 5G Price Cut In India : વનપ્લસના સ્માર્ટફોન OnePlus 11 5Gની કિંમત બીજી વખત ઘટી છે. શાનદાર ફીચર્સ વાળા આ સ્માર્ટફોન પર નો કોસ્ટ ઇએમઆઈ સહિત કુલ 8000નું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જાણો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
OnePlus 11 5G Smartphone | OnePlus 11 5G Price | OnePlus 11 5G features | latest OnePlus Smartphone

વનપ્લસ 11 5જી સ્માર્ટફોન (Photo - OnePlus)

OnePlus 11 5G Price Cut In India : વનપ્લસ 11 5જી સ્માર્ટફોન ફેબ્રુઆરી 2023માં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં હવે વનપ્લસ 11 5જી સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જી હા, 5000mAhની બેટરીવાળો આ ફોન, સુપરવોક ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 50 મેગાપિક્સલ કેમેરાવાળો આ ફોન હવે સસ્તો થઇ ગયો છે. કંપનીએ વનપ્લસ 11 5જીની કિંમતમાં બીજી વખત ઘટાડો કર્યો છે. હેન્ડસેટનું અપગ્રેડ વેરિઅન્ટ વનપ્લસ 12 5જી જાન્યુઆરી 2024માં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ચાલ જાણીયે વનપ્લસ 11 5જી સ્માર્ટફોનની નવી કિંમત અને ફીચર્સ વિશે

Advertisment

વનપ્લસ 11 5જી કિંમત (OnePlus 11 5G price in India)

વનપ્લસ 11 5જીનું 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ દેશમાં 56,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હાલમાં આ હેન્ડસેટ વનપ્લસ ઇન્ડિયાની વેબસાઇટ પર 51,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ડિવાઇસને ઇટર્નલ ગ્રીન અને ટાઇટન બ્લેક કલરમાં ખરીદી શકાય છે.

ઓફિશિયલ લિસ્ટિંગથી જાણવા મળે છેકે, ગ્રાહકોને આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ સાથે આ ફોનની ખરીદી પર 5000 રૂપિયાનું વધારાનું એક્સચેન્જ બોનસ અને 3000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. ઉપરાંત 12 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈ ઓપ્શનની પણ તક છે.

વનપ્લસ 11 5G ફીચર્સ (OnePlus 11 5G Features)

વનપ્લસ 11 5જી સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું 1/1.56 ઇંચનું સોની IMX890 પ્રાઇમરી સેન્સર છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS)ને સપોર્ટ કરે છે. ઉપરાંત 48 મેગાપિક્સલનું 0.5 ઇંચનું સોની IMX581 અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 32 મેગાપિક્સલનું 1/2.74 ઇંચનું સોની IMX709 ટેલિફોટો સેન્સર પણ છે. ડિવાઇસમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનું સોની IMX471 ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Advertisment

વનપ્લસ 11 5જીમાં 6.7 ઇંચની ક્વાડ એચડી+ (1,440 x 3,216 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન પણ ઉપલબ્ધ છે. હેન્ડસેટમાં ગ્રાફિક્સ માટે સ્નેપડ્રેગન 8 Gen 2 પ્રોસેસર, ગ્રાફિક્સ માટે એડ્રેનો 740 જીપીયુ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. તે એન્ડ્રોઇડ 13 બેસ્ડ OxygenOS 13 સાથે આવે છે.

આ પણ વાંચો | વાયરલેસ ચાર્જિંગ, 50 MP કેમેરા રિયલમી P1 5G સ્માર્ટફોનમાં શાનદાર ફીચર્સ, જાણો કિંમત

કેમેરાની વાત કરીએ તો વનપ્લસ 11 5જી સ્માર્ટફોન ને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 100W સુપરવોક ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં એલર્ટ સ્લાઇડર પણ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે વનપ્લસના આ ફોનમાં 5જી, 4જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.3, જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસ 163.1mm x 74.1mm x 8.53mm અને તેનું વજન 205 ગ્રામ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G